- લોકડાઉન ચાલી રહ્યું હોવાથી સિંહો રેવન્યુ વિસ્તાર તરફ વળ્યા
દિવ્ય ભાસ્કર
May 04, 2020, 02:21 PM ISTઅમરેલી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામનો સિંહની પજવણી કરતો ટીકટોક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહ દર્શન કરવા કેટલાક શખ્સોએ કાર સિંહની પાછળ ચલાવી હતી. સિંહ પશુનો શિકાર કરતો હતો પરંતુ કેટલાક ટીખળોએ સિંહને શિકાર ન કરવા દઈને સિંહને ભગાડ્યા હતા. ત્યારે સિંહની પજવણીનો વીડિયો વાઇરલ થતાં વનવિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. બીજી તરફ ક્રાંકચમાં એક ખેતરમાં 5 સિંહો લટાર મારતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
ખેતરમાં લટાર મારતા 5 સિંહો વીડિયોમાં કેદ થયા
રેવન્યુ વિસ્તારમા 5 જેટલા સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. લીલીયાના ક્રાંકચ વિસ્તારમા સિંહો જોવા મળ્યા હતા. ક્રાંકચ વિસ્તારનો વીડિયો હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. એક સ્થાનિકે પોતાના મોબાઈલમાં વીડિયો કેદ કર્યો હતો. લોકડાઉનમા લોકો કામ સિવાય ઘરની બહાર નીકળી રહ્યા નથી. ત્યારે ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોમાં સિંહોની ચહલપહલ વધી ગઇ છે.સિંહો પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી ચાલતા હોવાની રમૂજ પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/car-driver-torture-to-lion-near-rajula-127270450.html
No comments:
Post a Comment