- તબીયત સ્વસ્થ જણાતા વન વિભાગે તમામને મુક્ત કર્યા
દિવ્ય ભાસ્કર
May 14, 2020, 06:47 PM ISTઅમરેલી. આઠ દિવસ પહેલા ત્રણ સિંહબાળ અને એક સિંહણને વન વિભાગે સારવાર રેસ્કયુ કર્યા હતા. એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર આપ્યા બાદ તમામની તબીયત સ્વસ્થ જણાતા વન વિભાગે ફરી તમામને જંગલમાં મુક્ત કર્યા હતા. આજે વહેલી સવારે વન વિભાગે સાવરકુંડલા રેન્જમાં સિંહણ અને સિંહબાળોને પાંજરમાંથી મુક્ત કર્યા હતા. સિંહ પરિવારને જંગલમાં છોડતા હોય તેવા વીડિયો વન વિભાગે મીડિયાને આપ્યા છે. બીજી તરફ સિંહોના ટપોટપ મોતને લઇને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ ગીર જંગલમાં સિંહોનું રેસ્કયુ કરી રહ્યા છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/forest-department-leave-lion-family-at-savarkundala-range-127300434.html
No comments:
Post a Comment