- સિંહોને નખ તૂટી જવા, મોમાંથી લોહી નીકળવા જેવી ગંભીર બીમારી સામે આવી છે
- છેલ્લા બે દિવસથી ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ જંગલ વિસ્તારમાં ધામા નાખ્યા
દિવ્ય ભાસ્કર
May 06, 2020, 05:39 PM ISTઅમરેલી. ગીરના એશિયાટીક સિંહો પર સૌથી મોટુ સંકટ આવ્યું કે શું? આ સવાલો સિંહપ્રેમીઓમાં ઉઠ્યા છે. જસાધાર રેન્જમાં સિંહોના સતત મોતથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે. ગીર જંગલમાંથી સિંહોના રેસ્કયુ કરી સ્ક્રિનિંગ અને સેમ્પલ લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં દરરોજ સિંહોના રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાઇલ્ડ લાઇફ પીસીસીએફ શ્યામલ ટીકાદાર જસાધાર, તુલસીશ્યામ અને ખાંભા રેન્જ ખાતે દોડી આવ્યા છે.
ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓના ગીર જંગલમાં ધામા
છેલ્લા બે દિવસથી ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ જંગલ વિસ્તારમાં ધામા નાખ્યા છે. ગીર જંગલ બાદ રેવન્યુ વિસ્તરના સિંહોના રેસ્ક્યુ કરાઇ તેવી શક્યતા છે. સિંહોને નખ તૂટી જવા, મોમાંથી લોહી નીકળવા જેવી ગંભીર ઘટનાઓ સામે આવતા વન વિભાગની ચિંતા વધી છે. સમગ્ર મામલે વન વિભાગે મૌન સેવી લીધું છે. આ માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/rescue-screening-and-sampling-of-lions-from-gir-started-127276234.html
No comments:
Post a Comment