દિવ્ય ભાસ્કર
May 20, 2020, 05:00 AM ISTખાંભા. આજે બપોરબાદ વાતાવરણમા પલટો આવ્યો હતો. આકાશમા કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને અહી પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો. અહી અડધી કલાક સુધી કમોસમી વરસાદ પડી ગયો હતો. અચાનક માવઠાની સ્થિતિને કારણે ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.
No comments:
Post a Comment