વડાળબીડના ગેરકાયદે લાયન શોમાં મારણ તરીકે ગૌવંશનો ઉપયોગ.
સાવરકુંડલા,તા.૨૮
સાવરકુંડલાની વડાળબીડ ખાતે છેલ્લા બે માસથી થતો ગેરકાયદે લાયનશો અને સાવજો ને ગૌવંશને મારણ તરીકે પીરસાતું હોવાના અહેવાલથી સાવરકુંડલાના અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ અને ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ સંયુકત રીતે આવેદનપત્ર પાઠવી યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
- જવાબદારો સામે પગલાં લેવા ગૌસંવર્ધન ટ્રસ્ટની માગ
સાવરકુંડલાના જંગલ વિસ્તાર અને નોર્મલ રેન્જમાં સાવજોનો વસવાટ વધુ છે અને આ સાવજો નિહાળવાના શોખીનો છેલ્લા એક-બે માસથી વડાળબીડના વડલી મંદિર ખાતે નાં બી.ટી.નાં થાંભલા પાસે ગૌવંશનું મારણ મુકતા હોવાના અહેવાલ અખબારોમાં પ્રસિધ્ધ થતાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી વનતંત્રની કામગીરીથી સાવરકુંડલા અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટના સભ્યો ખફા થયા છે અને જિલ્લાના ઉપપ્રમુખ દિલીપ જીરૂકા, ભાજપનાં મહામંત્રી હિમાંશુભાઈ ભટ્ટ, નાગરિક બેંકના ડિરેકટર પરાગભાઈ ત્રિવેદી સહિતનાએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આવી અનૈતિક અને ગેરકાનૂની પ્રવૃત્તિ સામે કડકમા કડક પગલા લેવા માગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242345
No comments:
Post a Comment