ધારી આસપાસ વૃક્ષોનો સોંથ છતાં જંગલખાતાનું મૌન.
ધારી, તા.૨૭
ધારી જંગલખાતાને પ્રેમપરા આસપાસના વિસ્તારમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યાની જાણ જંગલખાતાને કરવા છતાં કોઈ પગલા લેવામાં ન આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.
- વનપ્રેમીની પગલા ન લેવાય તો આંદોલનની ચિમકી
ગીરનું નાકુ ગણાતા ધારીના પ્રેમપરામાં સાતેક વર્ષથી વૃક્ષોની સેવા કરતા વન પ્રેમી ભીખુભાઈએ આ વિસ્તારમાં કિમતી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યાની જાણ વનસંરક્ષક, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી અને આવી રીતે કૂદરતી સંપતીને લૂંટનારા સામે પગલા લેવા માંગ મુકી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતા તેમજ અધિકારીઓએ આંખ આડા કાન કરતા વનપ્રેમી ભીખુભાઈ જાદવે ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલુકામાં ગીર તરફના વિસ્તારમાંથી વૃક્ષો સતત ઓછા થઈ રહ્યા છે અને તેના કારણે પ્રાણીઓ તેમના કૂદરતી રહેઠાણને બદલે વાડીઓમાં ધામા નાખે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242184
No comments:
Post a Comment