Tuesday, May 24, 2011

હાલારમાં પાંચ વર્ષમાં પાંચ દીપડા વધ્યા.


Source: Bhaskar News, Jamnagar   |   Last Updated 12:07 AM [IST](24/05/2011)

- વર્ષ-૨૦૦૬માં દીપડાની ૧૫ની સંખ્યામાં નોંધપાત્ર વૃધ્ધિ સાથે ૨૦-૨૨ જેટલી સંખ્યા થવાનો અંદાજ
હાલાર સહિત રાજ્યભરમાં દિપડાની હાથ ધરાયેલી ત્રિ દિવસીય વસ્તી ગણતરી ગત બુધવારે સંપન્ન થઇ છે. જિલ્લાના ભાણવડ તાલુકાન બરડા પંથકમાં વર્ષ-૨૦૦૬માં ૧૫ દિપડાઓ નોંધાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં દિપડાની સંખ્યામાં અંદાજે ૨૫ થી ૨૭ ટકા જેટલી વૃિધ્ધ સાથે લગભગ ૨૦-૨૨ જેટલી અંદાજીત સંખ્યાની સંભાવના સુત્રોએ દર્શાવી છે.
સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ દિપડાની ત્રિ-દિવસીય વસતી ગણતરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન તંત્ર દ્વારા દિપડા-રિછ ગણતરી વસ્તી અંદાજ ૨૦૧૧-૧૨ના ભાગ રૂપે ગત તા. ૧૬ના સાંજે પાંચ વાગ્યાથી તા.૧૭ના સવારે નવ વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી અને ત્યારબાદ તા.૧૭ના સાંજે પ થી તા.૧૮ના સાંજે પાંચ વાગ્યા સુધી આખરી તબકકાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ગણતરી કામગીરી પૂર્વે સ્થાનિક સ્ટાફ દ્વારા ગત તા.૭ થી ૧૧ મે દરમિયાન અવલોકન કરી પ્રાથમિક સર્વેક્ષણ પણ કરવામાં આવ્યુ હતું.
જિલ્લાના ભાણવડ તાલુકાના જામબરડા સેન્ચુરી અને આસપાસના વિસ્તારોમાં દિપડાની વસ્તી હોવાથી વન તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરી ભાણવડ સેન્ચુરી અને રેવન્યુ વિસ્તારમાં ૨૯ અને જામજોધપુર વિસ્તારમાં ૨૩ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા હતાં.
વન વિભાગના સ્થાનિક અધિકારી-કર્મચારીઓ તેમજ એનજીઓના મેમ્બર દ્વારા નજરે જોયેલા દિપડા તેમજ તે સિવાય દિપડાની અવર-જવરના પગલાં, મારણ, અવાજ તથા સ્થાનિક જોયેલા વર્ણનના આધારે ચકાસણી કરીને અવલોકન નોંધવામાં આવ્યા હતાં. દિપડાની સાથોસાથ અન્ય પ્રાણી ઝરખ, લોકડી, ચોશીંગા, જંગલી બિલાડી અને ભૂંડની પણ જાણકારી મેળવી અવલોકન નોંધવામાં આવ્યા હતાં. દિપડા-રિછની ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.
વર્ષ-૨૦૦૬ની ગણતરીમાં જિલ્લાના ભાણવડ બરડા (જામ) વિસ્તારમાં દિપડાની સંખ્યા ૧૫ નોંધવામાં આવી હતી. ચાલુ વર્ષના સેન્સસની વિગતો હજુ સુધી સતાવાર રીતે જાહેર કરાઇ નથી. જો કે, ગણતરીની કામગીરી સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દિપડાની સંખ્યામાં સરેરાશ વધારો જોવા મળ્યો છે. હાલારમાં પણ લગભગ ૨૫ થી ૨૭ ટકાના વૃધ્ધિ દર સાથે દિપડાની સંખ્યા અંદાજે ૨૦ થી ૨૨ સુધી પહોંચવાની સંભાવના સુત્રો દર્શાવી રહયા છે.
અધિકારી-કર્મચારીઓ સહિત ૮૨ લોકોનો કાફલો જોડાયો -
જિલ્લાના વિસ્તારમાં દિપડા-રિછ ગણતરી વસ્તી અંદાજ ૨૦૧૧-૧૨ના ભાગરૂપે વનતંત્ર દ્વારા કામગીરીનું આયોજન થયું હતું. આ ગણતરી માટે વન વિભાગના અધિકારી-કર્મચારીઓ અને સ્થાનિક પર્યાવરણ-વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા આઠ મેમ્બર પણ સક્રિય રીતે સામેલ થયા હતાં.
માસાંતે આંકડા જાહેર થશે -
રાજ્યભરમાં દિપડા-રિછની ગણતરીની કામગીરી પરીપૂર્ણ થયા બાદ સંબંધિત વિસ્તારોમાં આંકડા એકત્રીકરણ બાદ વન વિભાગ-ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરાશે અને ચાલુ માસના અંતે દિપડા-રિછની સંખ્યાની અધિકૃત જાહેરાત થશે એમ જાણકાર સુત્રોએ જણાવ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-five-leopard-born-in-fave-years-in-halar-2128070.html

અમરેલીના જીરા ગામે બચ્ચા સાથે સિંહણના ધામા.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:32 AM [IST](24/05/2011)
- બચ્ચાની સુરક્ષા માટે સિંહણ હિંસક બને નહિ માટે લોકો છંછેડતા પણ નથી
ધારી તાલુકાના જીરા (ડાભાળા) ગામે એક સિંહણે તેના બચ્ચા સાથે છેલ્લા પાંચ દિવસથી ધામા નાંખતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રાધીકાદાસ બાપુના આશ્રમ પાછળ સાડા નવે વાગ્યે સિંહ - સિંહણ દેખાયા હતાં. રાત્રીના સમયે ગામની અંદર ઘૂસી આવી ઢોરનું મારણ કર્યા બાદ બચ્ચા સાથે અજવાળું થાય તે પહેલા સિંહણ ત્યાંથી જંગલમાં જતી રહે છે. રાત્રીના સમયે ગામના અવેડા સુધી સિંહણ તેના બચ્ચા સાથે આવી જતી હોવાથી ગામના લોકો ડરી ગયા છે.
બે દિવસ પહેલા સિંહણના બચ્ચાઓ રમત રમતમાં થોડે દુર સુધી જતા રહેતા સિંહણે પોતાના આ બચ્ચા નજરમાં પડ્યા ન હતા અને તેજ સમયે એક યુવા ત્યાંથી પસાર થતા સિંહણ આ યુવાનની પાછળ દોડી હતી. જેથી યુવાન ગભરાઈને પાસેના એક ઝાડ પર બચવા માટે ચડી ગયો હતો. બપોર સુધી સિંહણ ઝાડ સામે બેસી રહેતા યુવાન પણ ઝાડ પર બેસી રહ્યો હતો. આ સમયે બચ્ચા નજરની સામે આવી જતા સિંહણ બચ્ચા સાથે જંગલમાં ચાલી ગઈ હતી. જો કે હજુ સુધી આ સિંહણે કોઈ માનવી પર હુમલો કર્યો નથી.
છેલ્લા પાંચેક દિવસથી સિંહણ તેના બચ્ચા સાથે ગામમાં આવી જતી હોય ગ્રામજનો પણ તેને છાને ખૂણે જોઈ લે છે. ગ્રામજનોનાં જણાવ્યાં મુજબ, સિંહણ તેના બચ્ચા સાથે ગામમાં આવતી હોવાથી તે તેના બચ્ચાની સુરક્ષા માટે હિંસક બને છે. તેને કારણે ગામલોકો પણ સિંહણને છંછેડતા નથી. સિંહણ મારણ કરી લીધા બાદ તે તેની રીતે જ બચ્ચા સાથે જંગલ તરફ જતી રહે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-came-in-amrelis-jira-village-2128062.html

દેવળીયા પાર્કમાં સિંહદર્શનનું તંત્ર આગવું આયોજન કરે.


Source: Bhaskar News, Talala   |   Last Updated 12:05 AM [IST](24/05/2011)
- દેશ-વિદેશના પ્રવાસીઓના ઘસારાને ધ્યાને લઇ ચોમાસામાં પણ આયોજન કરે
- સાસણ (ગીર) હોટલ એસો. દ્વારા વન વિભાગને રજુઆત
એશીયાટીક સાવજોની ઉપસ્થિતિથી વિશ્વના નકશે ચમકતુ સાસણ (ગીર) ગુજરાતનું ટોચનું પર્યટન સ્થળ બન્યુ હોય દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. પરંતુ ૧૫ જુન થી ૧૫ ઓક્ટોબર ચાર માસ સુધી ચોમાસાની ઋતુમાં સાવજોનો મેટિંગ પીરીયડનો તબક્કો હોય ગીર જંગલ ચાર માસ સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે છે.
ચાર મહિના સુધી સાસણમાં સિંહ દર્શન કરવા દેવળીયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે. પરંતુ દેવળીયાના કાચા રસ્તાઓ સામાન્ય વરસાદથી ખરાબ થઈ જતા હોય પાર્ક વારંવાર બંધ રાખવુ પડતુ હોય ચોમાસાના પીરીયડમાં દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન ચાલુ રહે તે માટે આગવુ આયોજન કરવા સાસણ (ગીર) હોટલ એસો. તરફથી વનવિભાગને રજુઆત કરવામાં આવી છે.
સાસણ (ગીર) હોટલ એસો.ના પ્રમુખ મુકેશભાઈ મહેતા, ઉપપ્રમુખ હમીરભાઈ બારડ સહિતના હોદ્દેદારોએ વનવિભાગના સી.સી.એફ. આર.એલ.મીનાને સાસણ ખાતે રૂબરૂ મળી ચોમાસાના ચાર માસ દરમ્યાન દેવળીયા સફારીપાર્કમા સામાન્ય વરસાદથી ખરાબ બની જતા રસ્તાના કારણે વાહનો અંદર જઈ ન શકે અને પાર્ક બંધ કરવુ પડે અને પ્રવાસીઓ દૂર દૂરથી સિંહ દર્શન કરવા આવ્યા હોય અને સિંહ દર્શન કર્યા વગર પરત ફરવુ પડે તે સ્થિતિ નિવારવા આગવુ આયોજન કરવા રજુઆત કરી હતી.
દેવળીયા સફારી પાર્કના રસ્તાઓનું ધુળ-માટીથી લેવલીંગ કરી સિમેન્ટના પાકા રસ્તા બનાવવામાં આવે તો વરસાદ થંભી ગયા બાદ પાણી રોડ ઉપરથી વહી જાય અને કાદવ-કીચડ ન થાય એટલે વાહનો પાર્કમાં સરળતાથી જઈ શકે અને પ્રવાસીઓ સિંહ દર્શન નો લાભ લઈ શકે તેવુ આયોજન થાય તો વનવિભાગને ચોમાસામાં પણ આવક મળી રહે અને ટુરીસ્ટો ચોમાસામાં ખીલી ઉઠેલી ગીરની લીલી વનરાજીઓ વાળા આહલાદક વાતાવરણમાં સિંહ દર્શનનો લાભ લઈ શકે છે.
સાસણમાં ચાર માસ ધંધા-રોજગાર ઠપ્પ થઈ જાય છે –
ચોમાસામાં ગીર જંગલ બંધ કરવામાં આવતુ હોય સાસણમાં ચોમાસાના ચાર માસ ધંધા રોજગાર સાવ ઠપ્પ થઈ જાય છે. હોટલો ચાર માસ સુધી બંધ સ્થિતિમાં રહે છે. તો જીપ્સી ચાલકોના વાહનોનાં પૈડા થંભી જાય છે. મજુરથી લઈ વેપારી, ગાઈડ કે હોટલ સંચાલક સુધીના તમામ લોકોની રોજગારી ચાર મહિના બંધ થઈ જતી હોય ગીર જંગલની મુલાકાતે આવતા ટુરીસ્ટોથી થતી આવકો ઉપર નભતુ સાસણ ચાર માસ સુમસામ બની જાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-tantra-make-palnning-for-lion-darshan-in-devalia-park-2128101.html

કેશોદમાં રાત્રીના દિપડો કૂવામાં ખાબક્યો.


Source: Bhaskar News, Keshod   |   Last Updated 12:44 AM [IST](24/05/2011)

- રેસ્કયુ ટીમે દીપડાને બેભાન કરી એક કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો
કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે ગત રાતે શીકારની શોધમાં નિકળેલ દીપડો એક વાડીમાં પાણી વગરનાં કૂવામાં પડી ગયો હતો. જ્યારે સ્થાનિક વન વિભાગની ટીમે સકકરબાગમાંથી રેસ્કયુ ટીમ બોલાવતાં એક કલાકની જહેમત બાદ આ દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે ગાંગેચાનાં રસ્તે આવેલ રમેશભાઇ જશવંતભાઇ દેત્રોજાની વાડીમાં આવેલ પાણી વગરનાં કૂવામાં રવિવારે મોડી રાત્રે દિપડો પડી ગયો હતો. જ્યારે આ અંગેની ગામનાં સરપંચને જાણ થતાં તુરંત જ તેઓએ કેશોદ વન વિભાગને આ વાતથી માહિતગાર કર્યા હતા. જેથી તુરંત જ આર.એફ.ઓ. આર.એન. ગરચરના માર્ગદર્શન હેઠળ કેશોદ રાઉન્ડ ફોરેસ્ટર કે.વી.કાછડીયા, કે.કે.રાયજાદા, જે.અમે.રામ સહિતનો સ્ટાફ આ વાડીએ આજે સવારે પહોંચી ગયો હતો. જો કે દિપડાને કૂવામાંથી કાઢવો મુશ્કેલ જણાતાં આ સમગ્ર ઘટનાની ડી.એફ.ઓ. રાદડીયાને જાણ કરતાં જૂનાગઢ સકકરબાગની રેસ્કયુ ટીમ આવી પહોંચી હતી.
જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી આવેલી રેસ્કયુ ટીમે સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી પાણી વગરના ઊંડા કૂવામાં ખાબકેલા દિપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં સૌપ્રથમ તેને બેભાન કરી એક કલાક સમયગાળાની જહેમત બાદ આખરે રેસ્કયુ ટીમને દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
બીજી બાજુ પાણી વગરનાં કૂવામાંથી બહાર કાઢેલા દીપડાને અહીં પ્રાથમિક સારવાર આપી આવેલી ટીમ સાથે આ દીપડાને જુનાગઢ સકકરબાગમાં રવાના કરાયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-fall-in-well-in-keshod-2128105.html

સિંહમિત્રએ સિંહ, ગિરની પ્રકૃતિને ‘ભાવનાત્મક’ રીતે કચકડે કંડારી.

જૂનાગઢ, તા.૨૨
ગિરના જંગલમાં મૂક્તપણે વિહરતો સાવજ સામે આવી જાય તો ભલભલાની ફેં ફાટી જાય. પરંતુ એક એવા અનોખા સિંહમિત્ર છે કે, જેની સામે સાવજ આવતા જ તે ખુશથી ઝૂમી ઉઠે છે. દાયકાઓ સુધી સિંહની પ્રકૃતિ અને સ્વભાવનો અભ્યાસ કરીને ડાલામથ્થાને આત્મસાત કરનાર આ સિંહમિત્રને તેના અનુભવો અને નીચોડને કચકડે કંડાર્યો છે.
દાયકાઓ સુધી સાવજ સાથે દોસ્તી કર્યા બાદ
સિંહનું અગિયારમું
, શ્રાદ્ધ અને સિંહ ચાલીસા જેવી નવીનતાઓને આવરી લીધી !!

ગિરના કુદરતી વાતાવરણને અનોખી રીતે કચકડે મઢનાર સિંહમિત્ર રમેશભાઈ રાવલે ગિરના જંગલને અનોખી રીતે માણી અને જાણીને બાદમાં કચકડે કંડાર્યું છે. સિંહ રક્ષણ માટે વર્ષ ર૦૦૯ માં થયેલો લોક જાગૃતિ યજ્ઞા, ઉનામાં વર્ષ ર૦૦પ માં અને સીમરમાં વર્ષ ર૦૦૭ માં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા સિંહ પાછળ કરાયેલ અગિયારમાની શ્રાદ્ધની વિધિ, સિંહ અંગેની નૃત્ય નાટિકા અને સિંહ ચાલીસા જેવી અનોખી ઘટનાઓને રમેશભાઈએ કેમેરામાં કેદ કરી છે.
ફક્તને ફક્ત પોતાના શોખને લઈને સિંહ સાથે દોસ્તી કરનાર આ સિંહમિત્રએ ગિર જંગલની પ્રકૃતિને પણ તેમાં આવરી લીધી છે. દ્રોણેશ્વર તથા ટપકેશ્વર જેવી પ્રાચીન ધાર્મિક જગ્યાઓ તથા જંગલને લગતી અત્યાર સુધી સમાજ સમક્ષ ન આવેલી બાબતો તેમણે લોકોની સામે મૂકી છે. કોઈ પણ જાતની આર્થિક અપેક્ષા વગર કરેલી આ પ્રવૃત્તિમાં તેમણે સિંહોત્સવ અને સમસ્ત પ્રાણી કલ્યાણઅર્થે કરેલ યજ્ઞા પણ સમાવી લીધો છે. સાથે સાથે વૃક્ષોત્સવને પણ સ્થાન આપ્યું છે. ગિર અને સિંહને જાણવા માગતા જીજ્ઞાસુઓ માટે રમેશભાઈની આ પ્રવૃતિ ખરેખર ઉપયોગી સાબિત થઈ પડશે.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=292383

Saturday, May 21, 2011

દીપડા-સિંહ જેવા વન્ય જીવોની ત્રણ પધ્ધતિથી થતી ગણતરી.


Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 3:36 AM [IST](20/05/2011)

- વન્ય જીવના રસ્તાની પૂર્વ જાણ હોય તો ઝીણી માટી પથરાય છે
- જીવોની ગણતરીમાં કેટલીક વિશેષતાઓ

ભાવનગરની વિશેષ ભૌગોલિકતામાં વસતા વન્ય જીવો, પશુ-પ્રાણીઓની સમયાંતરે વસ્તી ગણતરી કરાય છે. પરંતુ આ ગણતરીમાં કેટલીક વિશેષતાઓ રહેલી છે. ધૂળ તથા માટીવાળી જગ્યાએ વન્ય જીવના જોવા મળતા પગલા ચકાસણી માટે સૌથી ઉત્તમ ગણાય છે. એટલું જ નહીં વન્ય જીવના કેડીકે રસ્તાની પૂર્વ જાણ હોય તો વનખાતા દ્વારા ઝીણી માટીનો પાતળો થર પાથરી દે છે. કુલ ત્રણ પધ્ધતિથી વન્ય જીવોની ગણતરી કરાય છે.
તાજેતરમાં દીપડાની ગણતરી પુરી થઈ છે. આવીજ રીતે ભૂતકાળમાં સિંહની કે અન્ય જીવ-પ્રાણીની ગણતરી કરાઈ છે. પણ ગણતરીમાં ગણતરીકારોને સ્પષ્ટ સુચના જ હોય છે કે, જો પ્રાણીની કેડી જોવા મળે તો સાંજના ૪-૩૦ કલાક પહેલા માટી પાથરી દેવી. આ નિયમ સમગ્ર વન વિભાગના ગણતરીકાર કર્મીઓને લાગુ પડે છે.
આ સિવાય, વન્ય પ્રાણીઓના પગલાની શક્યતા જણાય તો પોઈન્ટની આજુબાજુના વિસ્તારોમાં સઘન ચકાસણી કરી પગલા પસંદ કરીને તે બગડે નહીં તેની સાવચેતી માટે ઢાંકી દેવાય છે. ડી.એફ.ઓ. બી.ડી. લિંબાસિયાના જણાવ્યા મુજબ, પ્રયત્ક્ષ દેખાવ અને પગમાર્ક એમ બે પધ્ધતિથી કામ કરાય છે.
એક સાથે વધારે પદ ચિન્હો માટેની સાવધાની રખાય છે, તો એટલી જ તકેદારી ઉપરા-ઉપરી પદ ચિન્હોની લેવી પડે છે. સ્થળ ઉપર જ પગલાનું આલેખન યંત્ર ઉપર નોંધવામાં આવે છે. એકથી અનેક પ્રકારની કાળજી વન્ય જીવોની ગણતરીમાં લેવાતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વિકૃત્ત અને વળી ગયેલા પગલાની પણ નોંધ...!

કોઈ પ્રાણીના પગે ઘાની નિશાની હોય, ક્યારેક એકાદ આંગળી કે તેનો ભાગ ઈજાગ્રસ્ત કે નાશ પામેલો, એકાદ પંજો વળી ગયેલો હોય છે ત્યારે તેના પંજામાં જરૂરી અંગ હોતું નથી. તે પદચિન્હમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જેની નોંધ પણ કરાય છે.આ સીવાય અવષેશ પધ્ધતિ અપનાવાય છે. જેમાં દીપડા, રિછ તથા અન્ય વન્ય પ્રાણીઓના મૃત અવશેષ, શરીરના ભાગો, હગાંર, વાળ વગેરે એકત્ર કરીને ચકાસણી કરી ગણતરી કરાય છે.
વસ્તી ગણતરીમાં સમય/નોંધની અગત્યતા...
જ્યાં વન્ય જીવની આવન-જાવન, વસવટ હોય તેની નજીક ગણતરીકારો પોઈન્ટ રાખે છે. એક પોઈન્ટે દેખાતું પ્રાણી તુરંત બીજા પોઈન્ટ દેખાવાની શક્યતા રહે છે. આથી ગણતરીમાં બમણી સંખ્યા થઈ શકે, તેથી સમય-સ્થળની નોંધ ખથ્સ રખાય છે. જેથી પ્રાણી-પશુની સંખ્યામાં ચોક્કસાઈ જળવાઈ રહે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-and-lion-three-kind-of-census-2119338.html

સાવજોએ કોડીનાર પંથકમાં છ વર્ષ બાદ દેખા દીધી

Source: Manish Trivedi, Rajkot   |   Last Updated 2:44 PM [IST](19/05/2011)

કોડીનાર તાબેનાં દુદાળા ગામની સીમમાં અરશીભાઇ સામતભાઇ ચૌહાણની વાડીમાં ગઇ રાતથી સિંહ, સિંહણ અને તેનાં બે બચ્ચાએ ધામા નાંખ્યા છે. સિંહ પરિવારે અત્યાર સુધીમાં બે ગાય અને એક વાછરડીનું મારણ કર્યું છે.
છ વર્ષ બાદ ફરી સિંહ પરિવારે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોનાં જણાવ્યા મુજબ, છેલ્લે સિંહ પરિવાર આ વિસ્તારમાં ૨૦૦પમાં આવ્યા હતા. સિંહ પરિવારે વધુ એક વાર ધામા નાંખતા આ અંગે વન વિભાગને જાણ કરાઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-1362-2117177.html

વાતાવરણ અને દવાનાં વધુ વપરાશે કેરીનો પાક બગાડ્યો.

Source: Bhaskar News, Talala   |   Last Updated 2:45 AM [IST](21/05/2011)

- તાલાલા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલી કૃષિ શિબિરમાં કેસર કેરીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાની કૃષિ વૈજ્ઞાનિકોએ ચિંતા કરી
તાલાલા પંથકનું અમૃત ફળ કેસર કેરીના પાકને વાતાવરણ અને બીન જરૂરી રાસાયણિક દવાના છંટકાવે અસર કરી હોય આ વર્ષે તલાલા પંથકમાં કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેમ કૃષિ શિબિરમાં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ જણાવ્યું હતું.
તાલાલા માર્કેટીંગ યાર્ડ દ્વારા આયોજીત શિબિરમાં ગીર પંથકના કિસાનોને સંબોધતા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ડૉ.ડીબી.દેલવાડીયા, પ્રો. કાપડીયા, ડૉ.વીરડીયા તથા તેમની ટીમે બાગાયત પાકોમાં વાતાવરણની અસરો અંગે જણાવ્યું હતું કે કેસર કેરીનાં આંબામાં મોર આવવા છતા ફલીનીકરણ થયું નથી. તેને કારણે તાલાલા પંથકમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે ધટેલુ છે. આ અંગે કૃષિ તજજ્ઞોએ ફલીનીકરણ વખતે અનુકુળ હવામાન ઉભુ ન થયું જેને કારણે મોર આવવા છતા પણ કેરીનો પુરતો પાક ઉતરી શક્યો નથી.
આ ઉપરાંત આંબામાં વધુ પડતા બીન જરૂરી જંતુનાશક દવાના છંટકાવ કરવાથી તેની અસરને કારણે ફલીનીકરણ થયુ નથી. તજજ્ઞોએ ઉમેર્યું હતું કે કેસર કેરીનાં આંબાને વધુ ને વધુ વાતાવરણની અસર થાય છે. કેસર કેરીની ગુણવત્તા ખુબ જ સારી અને ઉંચી છે. આ માટે આપણે જ જવાબદાર છે. માટે આંબા ઉપર કેસર કેરી સંપૂર્ણ રીતે પાક ઉપર આવે ત્યારે જ કેસરકેરીને આંબા ઉપર થી ઉતારી માર્કેટમાં મુકવાથી પોષણક્ષમ ભાવો આવશે. કેસરકેરીની ગુણવત્તા કાયમી જાળવી રાખવા કૃષિ વૈજ્ઞાનિકોએ ગીર પંથકના ખેડૂતોને અનુરોધ કર્યો હતો. યાર્ડના ચેરમેન વલ્લભભાઈ ચોથાણીએ તાલાલામાં કૃષિ સંશોધન કેન્દ્ર શરૂ કરવાની માંગણી કરતા જણાવ્યું હતું.
કે કેસર કેરીના આંબા ઉપર ફલીનીકરણ વખતે જે ઈયળો આવી તે સમયે કૃષિ વૈજ્ઞાનિકોએ સમયસર ખેડૂતોને યોગ્ય સલાહ આપી હોત તો તાલાલા પંથકમાં થોડો ઘણો કેસર કેરીનો પાક બચી શકત. તેમણે ખાસ કરી બાગાયત પાકોમાં સમયસર ખેડૂતોને સાવચેત કરી દવા ખાતરના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા માંગણી કરી હતી. ખેડૂતોની જાગૃતતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા ચેરમેનને જણાવ્યું હતું કે, ખેડૂતો ફ્રુટ ઉપર કમીશન અને વજન વધારે આપે છે તે ગેરકાયદેસર છે ફ્રુટ ઉપર કમીશન, મજુરી, તોલાઈ ખેડૂતો પાસેથી લેવા નહીં તેવો કાયદો છે.
સરકાર તરફથી આ અંગે પરીપત્રથી સ્પષ્ટ સુચના સાથે આદેશ કરવામાં આવ્યા છે. છતા પણ નરોડા માર્કેટનું એસોશીએશન પાવરફુલ હોય ખેડૂતોને લૂંટી રહ્યાં છે. આ કૃષિ શિબિરમાં ગીર પંથકના વિવિધ ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
ખેડૂતો ઉત્પાદન કરે છે પણ ભાવ મળતા નથી –
આ શિબિરમાં ઉપસ્થિત સંસ્થાના વાઈસ ચેરમેન છગનભાઈ કણસાગરાએ ખેડૂતોની દયાજનક સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખેડૂતો વિપુલ ઉત્પાદન કરે તો જણસીના ભાવો મળતા નથી. આ વર્ષે વિપુલ પ્રમાણમાં ઘઉં અને ડુંગળીનું ઉત્પાદન થયું તો કોઈ ખરીદનાર નથી. તેમણે ઉમેર્યું હતું કે ખેત ઉપયોગી બિયારણ, રાસાયણિક દવા, ખાતર સહિતની વસ્તુનું કોઈ ભાવ બાંધણુ નથી તેને કારણે ખેડૂત લૂંટાઈ રહ્યાં છે. સરકાર, વેપારી, દલાલો તથા પ્રાઈવેટ કંપનીઓ સંગઠનને અભાવે ખેડૂતનું શોષણ કરે છે. તેમાંથી છુટકારો મેળવવા ખેડૂતોએ મજબુત સંગઠન ઉભુ કરવા ઉપર ભાર મુકયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-mangoes-crop-spoiled-by-more-medicine-use-and-atmosphere-2122234.html

ખાંભાની સીમમાં ગેરકાયદે યોજાતા લાયન શો.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:31 AM [IST](21/05/2011)

- લોકો દ્વારા કરાતી હેરાનગતિથી સાવજો ચીડીયા બની ગયા
- જંગલખાતાની ઘોર બેદરકારી
ખાંભા તાલુકાનાં રાણીંગપરાની સીમમાં વસતો સાવજ પરિવાર ભગવાન ભરોસે છે. અહિં જ્યારે જ્યારે સાવજ પરિવાર મારણ કરે, ત્યારે ત્યારે સિંહ દર્શન માટે અચૂક લોકોની ભીડ જામે છે. ગેરકાયદે યોજાતા લાયન શોમાં લોકો દ્વારા તેમને કનડગત કરાતી હોય સાવજો ચીડીયા સ્વભાવના બની ગયા છે.
જેને પગલે લોકો પર જ જોખમ વધ્યુ છે. ખાંભા નાગેશ્રી હાઇ-વે પર આવેલા રાણીંગપરા ગામની સીમમાં એક સાવજ પરિવારનો વસવાટ છે. અહીં ડુંગરા-ઘાસની વાડીઓ વચ્ચે દામાના તળાવ વિસ્તારમાં સિંહ-સિંહણ અને તેના બે બચ્ચા કાયમી ધામા નાખીને પડ્યા છે. આ ઘેઘુર વિસ્તારમાં તળાવનાં કારણે સાવજોની પાણી અને શિકાર એમ બંન્ને જરૂરિયાત પુરી થાય છે. તળાવનાં કાંઠે પાણી પીવા આવતા સુવર, નિલગાય, હરણ જેવા પ્રાણીઓનો શિકાર આ સાવજ પરિવાર કરે છે.
અહીં, જ્યારે સાવજ પરિવાર દ્વારા શિકાર કરાય છે ત્યારે સિંહ દર્શન માટે લોકોની મોટી ભીડ ઉમટે છે. ખાંભા ડેડાણ ઉના અને સાવરકુંડલા પંથકમાંથી લોકો સિંહને નિહાળવા દોડી આવે છે. બાઇક, જીપ, રિક્ષા જેવા વાહનોનો ખડકલો થાય છે. લોકોનાં દેકારાના કારણે સાવજો છંછેડાય પણ છે. ઘણાં લોકો કાંકરીયાઓ પણ કરી લે છે. જેને પગલે હવે લોકોને જોઇ સાવજો ભુરાયા થાય છે, ઘણા કિસ્સામાં તેમણે મારણ છોડી પણ દેવુ પડે છે.
જેની માથે સાવજોની રક્ષાની જવાબદારી છે, તે જંગલખાતાનો સ્ટાફ અહીં ડોકાતો પણ નથી. સિંહના રક્ષણ માટે વનખાતાના કર્મચારીઓ જો આવી જ બેદરકારી દાખવશે તો ક્યારેક સાવજો પર જ ખતરો આવી પડશે.
સ્થિતિ નિવારવા પગલા લેવા જરૂરી છે -
ભૂખ્યા સાવજો મારણ પર હોય ત્યારે થતી હેરાનગતિથી સાવજો છંછેડાય છે, જો આ સિલસિલો લાંબો સમય ચાલશે તો સાવજો ગમે ત્યારે માણસ પર હુમલો કરી બેસશે. આ સ્થિતિ નિવારવા તાકીદે પગલા લેવાની જરૂર છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-illigal-lion-show-plan-in-khambhas-farm-2120696.html

જીવ સટોસટનો જંગ: ઊના નજીક યુવાને સિંહણને હંફાવી

Source: Bhaskar News, Una   |   Last Updated 4:08 AM [IST](21/05/2011)
 - જીવ બચાવવા મરણીયો બની ડાબા પગથી પાટુ મારવા લાગતા સિંહણ પણ આક્રમક બની
ઊના તાલુકાના કાણકબરડા ગામનાં યુવાને સિંહણ સાથે જીવ સરોસટનો જંગ ખેલી પોતાનો જાન બચાવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. આ હુમલાના બનાવના પગલે વનખાતું પણ દોડી આવ્યું હતું.
આ દિલધડક બનાવની મળતી વિગત મુજબ ઊનાનાં કાણકબરડા ગામનો કોળી યુવાન માધાભાઈ ભુરાભાઈ સોલંકી (ઉ.વ.૪૦)તેના કાકા રાણાભાઈના આંબાવાડીયામાં કામ અર્થે ગયો હતો ત્યારે આંબાના ઝાડ પાછળ લપાઈને બેસેલી સિંહણે અચાનક તેની ઉપર હુમલો કરી તેનો જમણો પગ જડબામાં લઈ લીધો હતો. જો કે, માધાભાઈ એકક્ષણ હેબતાઈ ગયો હતો પરંતુ જીવ બચાવવા મરણીયો બની ડાબા પગથી પાટુ મારવા લાગતા સિંહણ પણ આક્રમક બની હતી. દરમ્યાન આંબાવાડીયામાં કામ કરતા મજુરોનું ધ્યાન પડતા તેને બચાવવા હોહા દેકારો કરતા દોટ મુક્તા સિંહણ નાસી છુટી હતી.
આ હુમલાથી માધાભાઈને જમણા પગની પીંડીમાં અને તિક્ષ્ણ નહોરથી હાથ-પગમાં ઈજા પહોંચી હતી. લોહી લુહાણ હાલતમાં તેને ૧૦૮ મારફત ઊના દવાખાને ખસેડાયો હતો. આ બનાવના પગલે જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આહીર, મારૂભાઈ, પોપટાણીભાઈ, દીનેશબાપુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ તકેદારીનાં પગલા લીધા હતા.
બચ્ચાંને સલામત જોયા બાદ સિંહણ શાંત બની –
આંબાવાડીયામાં બે બચ્ચા રમતમાં મશગુલ હતા ત્યારે માધાભાઈ ત્યાંથી પસાર થતા સિંહણે તેની ઉપર હુમલો કરી દીધો હતો. પરંતુ થોડા અંતરે ગમ્મત કરતા સિંહ બાળ તેની નજીક પહોંચતા અને બચ્ચાને સલામત જોતા સિંહણ શાંત બની હતી. અને માધાભાઈને પોતાનાં સંકજામાંથી મુક્ત કરી દીધો હતો.
બચ્ચાંવાળી સિંહણના માનવ વસાહતમાં જ ધામા -ગીર જંગલમાં બચ્ચાવાળી સિંહણ મોટા ભાગે ગ્રામ્ય પંથકના માનવ વસાહતમાં જ વસવાટ કરતી હોવાનો સુર વનખાતાએ પણ પુરાવ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-battle-between-young-man-and-lioness-near-una-2120755.html

તાલાલામાં સાવજોનાં ધામા: બે મારણ કર્યા.


Source: Bhaskar News, Talala   |   Last Updated 2:17 AM [IST](21/05/2011)

- વનવિભાગ વન્ય પ્રાણીઓને માનવ વસાહતમાં આવતા અટકાવવા તાકીદે કાર્યવાહી કરે
ગીર પંથકના ગામોમાં વન્ય પ્રાણીઓની સતત અવર-જવરથી લોકો ભયના માહોલ હેઠળ જ જીવી રહ્યાં છે. તાલાલાના હડમતીયા (ગીર)માં તો સાવજોએ ધામા નાંખી ચાર દિવસમાં બે ગાયનાં મારણ કરતા લોકોમાં ફફડાટ છવાયો છે.
હડમતીયા ગામના પટેલ સમાજના પ્રમુખ હરદાસભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગામની સીમમાં છેલ્લા ઘણા દિવસોથી બે સિંહોએ ધામા નાંખ્યા છે. અને રાત્રીના સમયે ગામમાં આવી રેઢીયાર માલઢોરનો શિકાર કરી જાય છે. ચાર દિવસમાં સાવજોએ બે ગાયનું મારણ કર્યું છે. બે દિવસ પહેલા ભોજદે ગામના જયરામ પંડયા નામના વિપ્ર પરિવારનાં ઘરની આઠ ફુટ ઉંચી દીવાલ કુદી દીપડો વાછરડીનું મારણ કરવા આવ્યો હતો પરંતુ પરિવારના સભ્યો જાગી જતાં અને હોહા દેકારો કરી મુક્તા વાછરડીને ઈજા પહોંચાડી દીપડો નાસી ગયો હતો.
આ બનાવોને પગલે ગીર પંથકના ગામોમાં પાણી અને શિકારની શોધમાં નીકળી પડતા સિંહ-દપિડા જેવા વન્યપ્રાણીઓ માનવ વસાહતથી કેટલા નજીક છે તેની તપાસ કરી આ વન્ય પ્રાણીઓને જંગલમાં પરત ખદેડવા વનવિભાગ તાકીદે કાર્યવાહી કરે તેવી લોકોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. સવાર થતાં જ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સાવજડાના આગમનની વાતો વહેતી થાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-came-in-talala-two-hunting-2122211.html

કોડીનારના પીપળી ગામે દીપડી પાંજરે પૂરાઇ.


Source: Bhaskar News, Kodinar   |   Last Updated 12:24 AM [IST](20/05/2011)
કોડીનાર તાલુકાનાં પીપળી ગામની સીમમાંથી દીપડી પાંજરે પુરાતાં ગામ લોકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. કોડીનારનાં પીપળી - છારા ગામની સીમમાં છેલ્લાં કેટલાંક દિવસોથી દીપડો અને દીપડીએ ધામા નાંખતાં ખેડૂતોને ખેતરમાં જવું મુશ્કેલ બન્યું હતું.
આ અંગે વન વિભાગને જાણ કરાતાં સ્ટાફ દ્વારા બંનેસિંહ જોધાભાઇ ગોહિલનાં ખેતરમાં છેલ્લા પાંચ દિવસથી મારણ સાથે પાંજરૂં ગોઠવી વન્યપ્રાણીને પકડવાની કવાયત હાથ ધરી હતી.
અને આજે આ દીપડી પાંજરામાં કેદ થઇ જતાં વન વિભાગ અને ખેડૂતોએ હાશકારાનો શ્વાસ લીધો હતો. આ દીપડીને પાંજરે પુરવામાં છારાબીટનાં ફોરેસ્ટર એમ.એ.પરમાર, પ્રકૃતિ નેચર ક્લબનાં જીજ્ઞેશ ગોહિલ, વન્ય પ્રાણી મિત્ર વિનોદ ગૌસ્વામી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-female-leopard-inprison-in-kodinars-pipli-village-2117858.html

દીપડાની ગણત્રીમાં કર્મીઓને ફૂડ પેકેટના ફાંફા.



Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:48 AM [IST](20/05/2011)
- પ્લાસ્ટર ઓફ પેરીસ પણ હલકુ અપાતા પગમાર્ક બરાબર જામ્યા નહોતા
ગુજરાત રાજ્યમાં દીપડાની વસ્તી ગણત્રી ગઇકાલે જ સંપન્ન થઇ. વનકર્મીઓ ત્રણ દિવસ સુધી જંગલમાં રહ્યા. એક જ પોઇન્ટ પર બેસીને દીપડાની નોંધ કરવી એ જાણે કે તેમની ફરજનો એક ભાગ જ હતો. પરંતુ વિસાવદર રેન્જમાં તૈનાત કર્મચારીઓને ફૂડપેકેટો જ ન અપાયાની અને તેઓએ જંગલમાં ભારે પરેશાની વેઠવી પડી હોવાની વીગતો પ્રાપ્તથઇ છે.
દીપડાની વસ્તી ગણત્રી બે વિભાગમાં કરાઇ હતી. જેમાં પહેલા વિભાગમાં ૧૬ કલાક અને બીજા વિભાગની ગણત્રી ૨૪ કલાક ચાલી હતી. આ ગણત્રી વખતે વનકર્મીઓએ એકધારા પોતાને સોંપવામાં આવેલા પોઇન્ટ ઉપર જ રહેવાનું હતું.
ઊનાળાનો બપોર અને ધોમધખતા તાપ વચ્ચે તેઓએ એ ફરજ બજાવી તેની ના નહીં. પરંતુ તેઓને પોઇન્ટ ઉપર ફૂડ પેકેટો કે ભોજન માટેનો સમય જ આપવામાં ન આવ્યો. તો અમુક સ્થળોએ ગણત્રી માટે પ્લાસ્ટર ઓફ પેરિસ જ અપાયું નહોતું. અમુક જગ્યાએ જે પ્લાસ્ટર ઓફ પેરિસ અપાયું તે પણ આઉટ ઓફ ડેટ હોઇ પગમાર્ક ઉપર નાંખતાં તે જામ્યું જ નહોતું. આથી કર્મચારીઓને પગમાર્ક લેવામાં પણ ભારે તકલીફ પડી હોવાની વાતોએ જોર પકડ્યું છે.
એ જવાબદારી રેન્જની હોય છે –
વનકર્મીઓને ગણત્રી પોઇન્ટ પર ફૂડ પેકેટો ન પહોંચ્યા અંગે ગિર પશ્ચિમ વનવિભાગનાં ડીએફઓ રમેશ કટારા કહે છે એ કામગીરી સામાન્ય રીતે રેન્જ કક્ષાએ કરવાની રહેતી હોય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lack-of-food-packet-for-officer-of-leopard-census-2117762.html

નાગઢ હાઇવે પર ટ્રાફિકજામનું કારણ સિંહ પરિવાર!

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:15 PM [IST](21/05/2011)
- બિલખા-જુનાગઢ હાઈવે પર ટ્રાફિકજામ
- માંડણપરા-ચોરવાડી ગામની વચ્ચે રોડ પર સિંહ દર્શન નિહાળવા વાહન ચાલકો થંભી ગયા
બિલખા-જુનાગઢ હાઈવે પર ભરબપોરના સુમારે સિંહ પરિવાર આવી ચઢતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. માંડણપરા-ચોરવાડી ગામની વચ્ચે રોડ પર સિંહ દર્શન કરવા ચાલકોએ પોતાનાં વાહનો થંભાવી દીધા હતાં.
બિલખા-જૂનાગઢ હાઈવે પર માંડણપરા-ચોરવાડી ગામની વચ્ચે આજે શુક્રવારનાં બપોરનાં ૨:૩૦ વાગ્યાના સુમારની આસપાસ બે સિંહ અને એક સિંહણે થોડા સમય માટે રોડની વચ્ચોવચ્ચ ધામા નાંખતા આ સિંહ પરિવારને જોવા માટે ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો પણ સિંહ દર્શન નિહાળવા દોડી જતાં માણસોનો ઘસારો જોવા મળ્યો હતો. સિંહ પરિવારે થોડો સમય આરામ લીધા બાદ નજીકનાં બાજરાના ખેતરમાં જતાં રહેતા ટ્રાફિક હળવો થયો હતો. આ સિંહ પરિવારનાં મુકામથી માંડણપરા-ચોરવાડી ગામનાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ચોરવાડીમાં જ સિંહની હત્યા થઈ હતી -અકાદ વર્ષ પૂર્વે ચોરવાડી ગામનાં બસ સ્ટેશન પાસે જ એક કઠીયારાએ કુહાડીનો ઘા ઝીંકી સિંહની હત્યા કરી નાંખી હતી. હત્યા પૂર્વે સિંહે પણ ત્રણ-ચાર વ્યક્તિઓને ઘાયલ કરી દીધા હતાં.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-traffic-jam-for-lion-family-came-in-market-2120759.html?HF=

ક્રાકચનાં બીડમાં દવથી સિંહોમાં દોડધામ મચી.

અમરેલી તા. ર૪
અમરેલી જિલ્લાનાં લીલીયાના ક્રાકચ બીડ વિસ્તારમાં ગઈ કાલે દવ લાગતા સિંહોમાં ભાગમભાગી થઈ પડી હતી. મોડી રાતે ગ્રામજનો અને વનવિભાગે મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી. બૃહદગીર વિસ્તારમાં આવતા લીલીયાના ક્રાકચ બીડ વિસ્તારમાં શેત્રુજીનાં પટમાં વસવાટ કરતા ર૪ સિંહોએ અહીં પોતાનુ રહેઠાણ બનાવી લીધુ છે.
  • છ કલાકે આગ કાબૂમાં આવી : ત્રીજી વખત ઘટનાં ઘટી
ત્યારે આ વિસ્તારમાં ગઈ કાલે ત્રીજી વખત દવ લાગ્યો હતો. આશરે ૭૦૦ વીઘા વિસ્તારમાં દવ ફેલાઈ જતા અહીં વસવાટ કરતા ર૪ જેટલા સિંહોમાં નાસભાગ મચી ગઈ હતી.  બીડનાં ખાંટની ઓઢ વિસ્તારમાં દરરોજ સિંહો પાણી પીવા આવે છે ત્યારે આ વિસ્તારમાં ખેડુતોની માલિકીની જગ્યામાં એકાએક ફાટી નિકળેલો દવ સતત છ કલાક સુધી રહેતા મોડી રાતે વનવિભાગ સ્ટાફ અને ગ્રામજનોએ ઝાંડી-ઝાંખરાના સાવરણા બનાવી આગ ઓલવી હતી. આગથી વિસ્તારમાં સુકુઘાસ અને બાવળનો સફાયો થઈ ગયો હતો.
Source: http://draft.blogger.com/posts.g?blogID=8243120114635336768

અમરેલીમાં કર્ણાટક-આંધ્ર કરતા ગીરની કેરી મોંઘી.

અમરેલી, તા.૧૭:
કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થવાથી ગત વર્ષની સરખામણીએ કેરીના ભાવ લગભગ ડબલ છે. જો કે, ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. તેમ છતાં ગ્રાહકોને કેરીના ઉંચા ભાવ ચૂકવવા પડે છે. જો કે, કર્ણાટક અને આંધ્રની કેરી ગીરની કેરી કરતા સસ્તી છે.
  • ઓછા ઉત્પાદનના કારણે માલ મોંઘો, છતાં ખેડૂતોને ફાયદો નથી 
આ વર્ષે કેરીનો પાક ઓછો છે તેની પાછળ ભર ઉનાળે પણ કમોસમી વરસાદ, ઝાકળ, ધૂમ્મસ જેવું ખરાબ હવામાન જવાબદાર ગણાવાય રહ્યું છે. આ વર્ષે મોર તો સારો આવ્યો હતો પણ ખરાબ હવામાનના કારણે કેરી ઓછી બેસવાથી ૪૦ ટકા જેવું ઉત્પાદન ઓછું થયું છે. માલ ઓછા હોવાથી કેસર કેરીના ભાવ ઉંચા છે. કેરીના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે, ગત સાલ રૃ.૧૦૦ થી ૧૫૦ ના ભાવે કેરીનું બોકસ આવતું હતું તે આ વર્ષે રૃ.૨૫૦ થી ૪૫૦ સુધી ભાવ છે. ગ્રાહકોને આ વર્ષે કેરીના ભાવ ડબલ ચૂકવવા પડે છે. હજુ  આંબા ઉપર કેરી છે, હવે આઠ-દસ દિવસમાં કેરીનો ખરો માલ બજારમાં આવશે.
ગીર, ધારી, તાલાલાની કેરી મોંઘી છે જેના પ્રમાણમાં કર્ણાટક, આંધ્રની કેરી સસ્તી છે અને તે બજારમાં રૃ.૨૦ થી રૃ.૨૫ માં મળે છે. આ વર્ષે કેસર કેરીના ભાવ ઉંચા હોવા છતાં ખેડૂતોને ઓછા ઉત્પાદનના કારણે નફો મળવાને બદલે મુદ્દલ જ મળી રહ્યું છે.
Source:http://sandesh.com/sandesh_article.aspx?newsid=291107

તાલાલાના હડમતીયા(ગીર)માં સાવજોના ધામા : ચાર દિવસમાં બે ગાયોના મારણ.

તાલાલા : ર૦, મ
તાલાલાના હડમતીયા(ગીર)માં ઉનાળાની શરૂઆતથી જ બે સાવજ ગામની સીમમાં ધામા નાખીને બેઠા છે. આ સિંહો મારણ કરવા અવારનવાર ગામમાં પહોંચી જાય છે. ચાર દિવસ પહેલા સિંહોને ગાયનો શિકાર કર્યો હતો અને ગઈ કાલે ફરી ગામમાં આવી વધુ એક ગાયનો શિકાર કરતા ગ્રામજનો ભયભીત થઈ ગયા છે.
ભોજદે ગામમાં બે  દિવસ પહેલા ગામ વચ્ચે આવેલા વિપ્ર પરિવારના મકાનની દિવાલ કૂદી દીપડો વાછડીને ઈજા કરી નાસી ગયો હતો.
હડમતીયા (ગીર)ના પટેલ સમાજના હરદાસભાઈ ભંડેરીએ જણાવ્યું છે કે ગામની સીમમાં લાંબા સમયથી બે સિંહો ધામા નાખીને ફરે છે. ગામમાં આવી સિંહો રેઢીયાળ માલઢોરનો શિકાર કરી જાય છે. ચાર દિવસ પહેલા ગામમાં આવેલા સિંહોએ એક ગાયનો શિકાર કર્યો હતો. એ જ સિંહોએ ગઈ કાલે રાત્રે વધુ એક ગાયનું ગામમાં જ મારણ કર્યું હતું.
માવન વસાહત સુધી મારણ માટે વારંવાર આવતા સિંહો જોખમરૂપ બનવા લાગ્યા છે. તો ભોજદે ગામે બે દિવસ પહેલા જયરામ પંડયા નામના વિપ્ર પરિવારના ઘરની આઠ ફૂટ ઉચી દિવાલ કૂદી દીપડો વાછડીનું મારણ કરવા આવેલ પરંતુ લોકો જાગી જતા દીપડો વાછડીને ઈજા કરી ભાગી છૂટયો હતો.
ગીર પંથકના ગામોમાં પાણીની શોધમાં નિકળી પડતા સિંહો દીપડા જેવા હિંસક પ્રાણીઓ માનવ વસાહતથી કેટલા નજીક છે તેની તપાસ કરી હિંસક પ્રાણીઓને જંગલમાં મોકલી આપવા વન વિભાગ તાકીદે કાર્યવાહી કરે તેવી લોકોની ઉગ્ર માંગ છે.

Source:http://sandesh.com/sandesh_article.aspx?newsid=291872

Thursday, May 19, 2011

આફતનો સામનો કરવા સજ્જ સિંહનો મલક.


Source: Bhaskar News, Talala   |   Last Updated 4:22 AM [IST](10/05/2011)

પડકારો સામે બાથ ભીડવાની તૈયારી અને આફતોનો સમજદારી અને હિંમતથી સામનો કરનાર લોકોજ ગમે તેવી આફતો સામે ટકી શકે છે. જોકે આ વાક્ય સિંહના મલક જુનાગઢ જિલ્લાનાં તાલાલા અને માળિયાહાટીના તાલુકાના ૧૮ ગામનો લોકોએ સત્ય કરી બતાવ્યું છે. કેમ કે આ ગામના લોકો હવે ભુકંપ, વાવાઝોડું, પુર તથા જંગલમાં લાગતી આગના સમયે કેવા પગલાં લઈ સલામત રહી શકાય તે અંગે માર્ગદર્શન મેળવીને આફતો સામે ઝઝુમમવા સજ્જ છે.
તાલાલાનાં તાલુકાનાં ૧૫ અને માળિયા હાટીના તાલુકાનાં ૩ મળી કુલ ૧૮ ગામોની ભૌગોલિક પરિસ્થિતિથી તથા એક્ટીવ ફોલ્ટ લાઈનને લીધે ભુકંપ, નજીકમાં દરીયો હોવાથી વાવાઝોડા અને નજીકની હિરણ નદીને લઈને પુર તથા જંગલોને લીધે તેમાં લાગતી આગની આફતો વારંવાર ઉભી થતી હતી. આ વિસ્તારનાં ચિત્રોડ ગામમાં ગત વર્ષ દરમ્યાના સાડાત્રણસો કરતા વધુ ભુકંપના ઝટકા અનુભવાયા છે.
આ ગામોને આફતો સામે ટકવા સુસજ્જ કરવા માટે આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કની સ્વૈચ્છિક સંસ્થા ફોકસ ઈન્ડીયાની ટીમ દ્વારા સંભવીત જોખમોનો અભ્યાસ કરી સ્થાનિક લોકોને તેના માટે સુસજ્જ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી.
જેના માટે ફોકસ ઈન્ડીયાની ટીમે સમીર કારીઓની દોરવણી હેઠળ આ ગામોની પંચાયતો અને વડીલો-આગેવાનો સાથે ગ્રામ વિકાસ સમીતી બનાવી અને તેમના સહયોગથી દરેક ગામમાં આફતો સામે યુવક-યુવતિઓને સજ્જ કરવા કોમ્યુનીટી ઈમર્જન્સી રસ્પિનેન્સ ટીમ (સર્ટ) બનાવી.
સર્ટનાં સભ્યોને તમામ આફતોમાં પોતાની જાત સહિત અન્ય ગામલોકોનો બચાવ કેવી રીતે કરવો તેની સઘન તાલીમ આપવામાં આવી જેમાં જો આગ લાગે ત્યારે દોરડાની મદદથી આગમાં ફસાયેલી વ્યક્તિઓને કેવી રીતે બચાવવી, પુરના સમયે દોરડાનો ઉપયોગ કેવી રીતે કરી લોકોના જીવ બચાવવા, વાવાઝોડું આવે ત્યારે સલામત મકાનમાં રહેવું જ્યારે ભુકંપ વખતે સલામત ખુલ્લી જગ્યાએ ક્યા રસ્તે થઈને વહેલા પહોંચી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી.
વધુમાં સમીરભાઈએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દરેક ગામના નકશા બનાવ્યા છે. જેમાં ભુકંપ વખતે સૌથી સલામત સ્થળ કર્યું તેની દરેકને માહિતી અપાઈ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-people-are-ready-for-lion-2092201.html

વનપાલની ભરતીમાં રીઝર્વ ઉમેદવારોને અન્યાય.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 4:30 AM [IST](14/05/2011)
વનખાતાએ છેલ્લા એક વર્ષથી પસંદ પામેલા ૧૯ વનપાલ સહાયકની નિમણૂંક કરી નથી
જુનાગઢ ઝોન એક હસ્તક વન રક્ષક તથા વનપાલ સહાયકની ભરતી કરવામાં આવી હતી. જેમાં ૩૯ વનપાલ સહાયકની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૨૦ વનપાલની ભરતી થઈ હોય ૧૯ વનપાલ સહાયકની છેલ્લા એક વર્ષથી ભરતી ન કરી નીંભર વનતંત્ર દ્વારા અન્યાય કર્યાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે.
જુનાગઢ ઝોન એક હસ્તક વન રક્ષક તથા વનપાલ સહાયક ભરવા માટેની ગત તા.૩/૭/૨૦૦૯નાં જાહેરાત બહાર પાડી મેરીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં ૩૯ વનપાલ સહાયકની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૨૦ વનપાલ સહાયકની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલા અને પસંદ થયેલા ૧૯ ઉમેદવારની નિંભર વનતંત્ર દ્વારા એક વર્ષ જેટલો સમય થયો છે. છતાં ભરતી કરવામાં આવી નથી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-vanpal-reqruite-reserv-candidate-got-unjustite-2103452.html

ગિરનાર આસપાસનાં ૨૭ ગામો ઇકો સેન્સીટીવ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 3:20 AM [IST](14/05/2011)
વન્ય પ્રાણીઓની અવરજવરવાળા વિસ્તારોમાં કોઇપણ પ્રવૃત્તિ માટે વન વિભાગની એન.ઓ.સી. ફરજીયાત
ગિરનાર અભયારણ્યની આસપાસનાં ૨૭ ગામોને કેન્દ્ર સરકારે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કર્યા છે. આ વિસ્તારોમાં હવેથી કોઇપણ પ્રકારની આર્થિક-ઔદ્યોગિક સહિતની પ્રવૃત્તિ માટે વન વિભાગની એનઓસી લેવી પડશે.
ગિરનાર જંગલની આસપાસ આવેલા ૨૭ ગામોને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરાયા છે. એમ નોર્મલ વન વિભાગનાં ડી.એફ.ઓ. અનિતા કર્ણએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારોમાં કોઇપણ પ્રકારની આર્થિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે વન વિભાગની એન.ઓ.સી. મેળવવી ફરજીયાત બનશે. જૂનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ૮૩૧૮ હેકટર વિસ્તારને આ ઝોનમાં સમાવાયો છે.
જાણવા મળ્યા મુજબ, ઇકો સેન્સીટીવ ઝોન જાહેર થવાને પગલે અભયારણ્યની પાંચ કિ.મી. ની ત્રજિીયામાં આવેલા વિસ્તારોમાં બાંધકામ, ખાણ પ્રવૃત્તિ, અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિ પ્રતિબંધિત બનશે. સાથોસાથ વૃક્ષછેદન, કૃષિ પદ્ધતિમાં ફેરફાર, કુદરતી જળસ્ત્રોતોનો વ્યાપારિક ઉપયોગ, હોટલ-રીસોર્ટનું નિર્માણ, આ વિસ્તારમાંથી વિમાન ઉડ્ડયન, જળસ્ત્રોતમાં કચરો ઠાલવવા, જેવી કાર્યવાહી ઉપર નિયંત્રણ આવી જશે. હાલની તકે ગુજરાતમાં ગિર, ડાંગ જિલ્લાનું પૂણૉ અભયારણ્ય, નવસારીનો વાંસદા નેશનલ પાર્ક અને કચ્છનાં નારાયણ સરોવર અભયારણ્યને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરાયા છે.
આગામી દિવસોમાં બનાસકાંઠાનાં બાલારામ-અંબાજી, જામનગરનો મરીન નેશનલ પાર્ક અને શૂલપાણેશ્વર અભયારણ્ય આસપાસનાં વિસ્તારોને પણ ઇકો સેન્સીટીવ ઝોન કરવા અંગે વિચારણા ચાલી રહ્યાનું કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું. આ ઝોનનાં અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવાશે. આ કમિટીનાં અન્ય સભ્યોમાં કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયનો એક પ્રતિનિધી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી, સ્થાનિક નગર નિયોજક અને નાયબ વન સંરક્ષકનો સમાવેશ કરાશે

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-girnar-have-27-villege-anounced-echo-sencitive-2103151.html

ગીર પંથકમાં સારા વરસાદનાં સંકેત : ટીટોડીએ ઈંડા મૂક્યાં.

Source: Bhaskar News, Talala   |   Last Updated 3:34 AM [IST](13/05/2011)

તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગામે એક પટેલ પરિવારની અગાસી પર ટીટોડીએ ચાર ઈંડા મુક્તાં સારા વરસાદનાં સંકેત મળ્યા છે.
ગીર પંથકના બુઝર્ગ અનુભવીઓ ટીટોડીના ઈંડા ઉપરથી વર્ષનો વરતારો નક્કી કરતાં હોય છે. ટીટોડી સામાન્ય રીતે જેઠ માસ આસપાસ ઈંડા મુક્તી હોય છે. નદીની ભેખડમાં કાંકરાનો ટેકરો બનાવી ઈંડા મુકે તો વરસાદ ઓછો ગણવો પરંતુ અગાશી પર મુકે તો વરસાદ માજા મુકશે.
આંકોલવાડી ગામે સુરેશભાઈ જેરામભાઈ પાઘડારની અગાશી પર મે માસનાં પ્રારંભે ટીટોડીએ ઈંડા મુક્તાં પુરતા પ્રમાણમાં સારો વરસાદ થવાના સંકેત મળે છે. છેલ્લા ચાર વર્ષ દરમ્યાન તાલાલા પંથકનાં વિવિધ ગામોમાં ટીટોડીએ અગાશી પર ઈંડા મુક્યા હતાં અને જરૂરીયાત કરતા પણ વધુ સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે. આ વર્ષે પણ ગીર પંથકમાં સારા વરસાદનાં પુનરાવર્તનની આશા સેવાઈ રહી છે.
ભગવાન કૃષ્ણે પણ ટીટોડીનાં ઈંડાની ચિંતા કરી હતી
મહાભારતમાં યુધ્ધ વખતે પણ ભગવાન કૃષ્ણે ટીટોડીનાં ઈંડાની સલામતી માટે ચિંતા કરી હતી. આ પ્રસંગને ટાંકતા બુઝર્ગો કહે છે કે, ટીટોડીએ રણમેદાનમાં ઈંડા મુક્યા હતાં. ત્યારે કૃષ્ણ ભગવાને હાથીનાં ગળામાં બાંધવાનો લોખંડનો મોટો ઘંટ ટીટોડીનાં ઈંડા પર મુકી દઈ સલામતી બક્ષી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-in-gir-have-be-rain-2100339.html

આજથી ત્રણ દિવસ સુધી દીપડાની ગણતરી ચાલશે.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 1:28 AM [IST](16/05/2011)

- વર્ષ ર૦૦૬માં દીપડાની વસતી ૧૦૭૦ અને રિછની ૨૪૭ હતી
આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં દીપડાની ગણતરી ચાલશે. જ્યારે વર્ષ ર૦૦૬માં દીપડાની વસતી ૧૦૭૦ અંદાજવામાં આવી હતી. જ્યારે રિછની સંખ્યા ૨૪૭ નોંધાઇ હતી.
દેશ આઝાદ થયા પછી ૧૯૭૦- ૮૦ સુધી અન્ય વન્ય પ્રાણીઓની જેમ દીપડાની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. પરંતુ ૧૯૭૨માં વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ રક્ષણ અપાયા બાદ અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનોના વિકાસ પર ખાસ ધ્યાન અપાતાં વન્યપ્રાણીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. રાષ્ટ્રીય કક્ષાએ વાઘ અને દીપડાની ગણતરી દર ચાર વર્ષે કરવામાં આવે છે.
જે મુજબ ૨૦૦૬ની સાલમાં ગુજરાત રાજ્યમાં દીપડાની સંખ્યા ૧૦૭૦ અંદાજવામાં આવી હતી. વર્ષ ૨૦૦૨માં ૯૯૯ની સંખ્યા નોંધાઇ હતી. આમ ચાર વર્ષમાં દીપડાની સંખ્યામાં ૭૧નો વધારો થયો હતો. જે વન્ય પ્રાણીઓનાં રક્ષણ માટે થતી સારી કામગીરીની નોંધ પ્રતિત કરાવે છે. બિલાડી કુળમાં મોટા પ્રાણીઓમાં સિંહ, વાઘ, જગુઆર પછી દીપડો સૌથી મોટું પ્રાણી છે. એશિયા ખંડમાં ભારત સિવાય કોઇ પણ દેશમાં દીપડાની સંખ્યા વધારે નથી.
જૂનાગઢ જિલ્લામાં ૩૧૧ દીપડા નોંધાયા હતા -
૨૦૦૬ની વસતી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લામાં દીપડાની સંખ્યા ૩૧૧ની નોંધાઇ હતી. જે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે અને કુલ વસતીના ર૯ ટકા જેટલી છે. છેલ્લી ગણતરી મુજબ ૩૬૦ દીપડા અભયારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તથા ૭૧૦ જેટલાં દીપડા અન્ય વિસ્તારોમાં વસવાટ કરતાં નોંધાયા છે.અમરેલી જિલ્લામાં ૯૯, દાહોદ જિલ્લામાં ૧૬૬, વડોદરા જિલ્લામાં ૭૭, પંચમહાલ જિલ્લાનાં વન વિસ્તારોમાં ૯૭ દીપડા વસવાટ કરતાં હોવાનું મનાય છે.

source:http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-census-start-from-today-up-to-three-day-2106668.html

જુનાગઢ જિલ્લામાં દીપડાની સંખ્યા વધવાની શક્યતા.


Source: Bhaskar News, Junagadh-Visavadar   |   Last Updated 12:05 AM [IST](17/05/2011)
- જૂનાગઢ તાલુકાનાં ૪૩ પોઇન્ટો માટે ૧૨૫ નો સ્ટાફ તૈનાત
જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં દીપડાની સંખ્યા વધવાની શક્યતા છે. ગિરનારનાં જંગલમાં ચાલી રહેલી વસ્તી ગણત્રી અંતર્ગત આ વિસ્તારનાં વનઅધિકારીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એકલા જૂનાગઢ તાલુકામાંજ આ કામગીરી માટે ૧૨૫ લોકો કામે લાગ્યાનું જાણવા મળ્યું છે.
રાજ્યભરમાં ચાલી રહેલી વસ્તી ગણત્રી અંતર્ગત પત્રકારોને આ અંગેની વીગતો આપતાં આર.એફ.ઓ. દીપક પંડ્યાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ તાલુકામાં દીપડાની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આજે તા.૧૬ મે નાં રોજ સાંજે પાંચ વાગ્યાથી જૂનાગઢ તાલુકાનાં ૪૩ વોટર પોઇન્ટો પર ૧-૧ વનકર્મીને તૈનાત કરાયો છે. તો ૫૦ સ્વયંસેવકો અને અન્ય અધિકારીઓ મળી કુલ ૧૨૫ લોકો દીપડાની વસ્તી ગણત્રી માટે મચી પડ્યા છે.
આજની ગણત્રી પ્રાથમિક પ્રકારની છે અને તે આવતીકાલ તા. ૧૭ નાં સવારે ૯ વાગ્યા સુધી ચાલશે. બાદમાં આવતીકાલે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનાર ગણત્રી તા. ૧૮ મે નાં રોજ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને તે ફાઇનલ પ્રકારની રહેશે. આ ગણત્રીની સંખ્યા જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં સૌથી વધુ દીપડા જૂનાગઢ તાલુકામાં -
ગુજરાત રાજ્યમાં દીપડાની સૌથી વધુ સંખ્યા જૂનાગઢ તાલુકામાં છે. અહીં અંદાજે ૭૦ થી ૧૦૦ દીપડાનો વસવાટ હોવાનો અંદાજ છે. એમ આર.એફ.ઓ. દીપક પંડ્યાએ જણાવ્યું છે.
૨૦૦૬ માં જિલ્લામાં ૩૧૧ દીપડા હતા -
વર્ષ ૨૦૦૬ માં યોજાયેલી દીપડાની વસ્તી ગણત્રી વખતે જૂનાગઢ જિલ્લામાં ૩૧૧ દીપડાનો વસવાટ હોવાનો અંદાજ લગાવાયો હતો.
કેવી રીતે થાય છે ગણતરી?
દીપડાની ગણત્રી માટે તેનાં પ્રત્યક્ષ દેખાવ, પગમાર્ક અને અવશેષ પદ્ધતિનો ઉપયોગ કરાય છે. જેતે વિભાગ દ્વારા વિસ્તારની રેન્જોનું સંકલન કરી ગણતરીનાં પોઇન્ટ નક્કી કરી સંબંધિત રેન્જોનાં કર્મચારીઓ ગણત્રી કરે છે. વનકર્મી જે દીપડાને પ્રત્યક્ષ નિહાળે તેની પત્રકમાં સમય સાથે નોંધ કરે છે. જ્યારે પગમાર્ક પદ્ધતિમાં પાણીનાં સ્ત્રોત કે તેની હાજરીની શક્યતાવાળા વિસ્તારોમાં તેનાં પગલાંની છાપને કામ, ટ્રેસીંગ પેપર ઉપર મેળવી પ્લાસ્ટર ઓફ પેરિસની મદદથી પ્લાસ્ટર કાસ્ટ તૈયાર કરાય છે. આ માટે ખાસ બોક્ષ પણ તૈયાર કરાય છે.

source: http://www.divyabhaskar.co.in/article/SAU-possibility-to-increase-number-of-leopard-in-junagadh-2109059.html

જ્યારે જંગલના રાજા ‘સાવજ’ને પણ ભાગવું પડ્યું.

ource: Bhaskar News, Liliya   |   Last Updated 1:12 AM [IST](09/05/2011)
 - યુવાનોએ સાવજ પાછળ જીપ દોડાવી
- ક્રાંકચ ગામે શેત્રુંજી નદીના પટમાં ચોંકાવનારો બનાવ
- યુવાનોએ જીપ દોડાવતા સાવજોમાં નાસભાગ
લીલીયા તાલુકાનાં ક્રાંકચ તથા આજુ બાજુનાં દસેક ગામડાની સીમમા વસ્તા સાવજો લોકોને સરળતાથી નિહાળવા મળી જાય છે. આ વિસ્તારમાં સિંહ દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. ગઇરાત્રે ક્રાંકચ ગામની સીમમાં શેત્રુજીનાં કાંઠે સિંહ દર્શન માટે આવેલા યુવાનોએ સાવજ પરિવાર પાછળ તુફાન દોડાવતા સાવજ પરિવારમાં નાસભાગ મચી ગઇ હતી. આ પ્રમારના બનાવો ન બને તે માટે જંગલખાતા દ્વારા ઉચિત પગલા લેવાય તેવી પ્રકૃતિ પ્રેમીઓએ માંગ ઉઠાવી છે.
રેવન્જયુ વિસ્તારનાં વસતા સાવજો હવે માનવ કનડગતથી ત્રસ્ત બની રહ્યા છે ખાસ કરીને લીલીયા તાલુકાનાં ગામડાઓમાં વસતુ સાવજનું વિશાળ ગૃપ હવે માનવહેરાનગતિનો સામનો કરી રહ્યું છે. લીલીયાનાં ક્રાંકચ ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાં ગઇરાત્રે આવરા તત્વોએ સાવજટોળી પાછળ જીપ દોડાવી હદ કરી નાખી હતી.
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં શેત્રુજી નદીના કાઠે સાવજો કાયમી પડ્યા રહે છે. શેત્રુજી નદીમાં ભરેલુ પાણી તેમને અહિં રોકી રાખે છે વળી અહિં શિકારની પણ ભરમાર છે. અહિં છે કે કુંકાવાવ, બગસરા, અમેરલી લાડી પંથકમાંથી લોકો સિંહ દર્શન માટે આવે છે.
અહિં પંદરથી ર૦ કી.મી.ના વિસ્તારમાં દરરોજ સેંકડો લોકો દર્શન માટે ઉમટે છે. ગઇરાત્રે શેત્રુજીના કાંઠે તુફાનમાં બેસી અમુક યુવાનો સિંહ દર્શન માટે આવ્યા હતા.
રાત્રે સાવજો નદીનાં કાંઠા ઉપર બાબબની કાંટમાં હતા રાત્રે બેઠા હતા ત્યારે આવારા તત્વોએ તુફાન ચાલુ કરી તેમની પાછળ દોડાવી હતી જેન પગલે સાવજોમાં નાસભાગ થઇ હતી એન છંછેડાયા પણ હતા તુફાન પાછળ દોડતા સાવજો ફરી બાવળની કાંટામાં ચાલ્યા ગયા હતા આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે જગલખાતા દ્વારા ઉચિત પગલા લેવામાં આવે તેવી સિંહ પ્રેમીઓમાં માંગ ઉઠી છે.
એક સાથે ૧૮ સાવજોનું ગ્રૂપ નજરે પડ્યું -
કાંકચમાં ગઇરાત્રે બનેલી આ ઘટના બાદ આજે વનતંત્ર અને પોલીસ કર્મચારીઓનો કાફલો ત્યા ધસી ગયો હતો આજે તંત્રની દોડધામ જોઇ સિંહ દર્શન માટે તો લોકો દેખાયા ન હતા પરંતુ કર્મચારીઓએ આ સ્થળે એક સાથે ૧૮ સાવજોનો વિશાળ કાફલો જરૂર નિહાળ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-young-man-run-jeep-to-lion-and-lion-run-away-2088552.html

ગીર: ટીખળખોરોએ પાછળ ગાડી દોડાવી સાવજોને હેરાન કરી મૂક્યા.

Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:45 PM [IST](14/05/2011)

લીલીયા પંથકમાં વસતા સાવજો ખરેખર અસુરક્ષીત છે તે પોલીસતંત્રને ગળે ઉતર્યું
લીલીયાના ક્રાંકચની સીમમાં થોડા દિવસ પહેલા ટીખળી તત્વોએ સાવજ પાછળ તુફાન ગાડી દોડાવવાની ઘટના બાદ આવી ઘટના ફરી વખત ન બને તે માટે વન વિભાગ અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવતાં સિંહ દર્શન માટે આવતા લોકોની સંખ્યા ઘટી ગઈ છે.
આખરે વનતંત્ર અને પોલીસતંત્રને લીલીયા પંથકમાં વસતા સાવજો ખરેખર અસુરક્ષીત છે તે વાત સારી પેઠે સમજાઈ છે. થોડા દિવસ પહેલા ક્રાંકચની સીમમાં સિંહ દર્શન માટે આવેલા કેટલાક આવારા તત્વોએ સિંહ પરિવાર પાછળ તુફાન ગાડી દોડાવી તેમને પરેશાન કર્યા હતાં. આ ઘટના બાદ તંત્ર અચાનક જાગ્યું છે અને આ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ શરૂ કર્યું છે.
લીલીયા તાલુકાનાં ક્રાંકચ, બવાડી, બવાડા, ભોરિંગડા, ટિંબલા, શેઢાવદર, આંબા કણકોટ વગેરે વિસ્તારમાં વસતા સાવજ પરિવારોને લોકો કનડગત ન કરે તે માટે નાયબ વન સરંક્ષક મકવાણા અને આરએફઓ તુર્કના માર્ગદર્શન નીચે ફોરેસ્ટર રાઠોડભાઈ, સમાભાઈ વગેરે દ્વારા સઘન નાઈટ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા રાત્રિના સમયે આ વિસ્તારમાં રખડતા વાહનોનાં નંબરની નોંધ રાખવાનું પણ શરૂ કરાયું છે. આ પ્રકારની કાર્યવાહી જો થોડા દિવસ ચલાવી અટકાવી દેવામાં આવશે તો સિંહ દર્શને આવતા લોકોના ફરી ટોળા જામશે તેવુ જાણકારો કહે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-car-run-behind-the-lion-incident-after-police-wake-up-2103073.html

દીપડા ગણતરી : ૩૦૦ કર્મી તૈનાત.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:31 AM [IST](18/05/2011)

અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ દીપડાની ગણતરી શરૂ
અમરેલી જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે ગઈકાલથી જ દીપડાની વસતી ગણતરીનો પ્રારંભ થયો છે એક દિવસનાં પ્રથમ તબક્કા બાદ આજથી બીજા તબક્કાની ગણતરી શરૂ કરાઈ હતી. ગીર પૂર્વ અને અમરેલી જિલ્લાનાં વિસ્તરણ વિભાગનાં ૩૦૦થી વધુ કર્મચારીઓને આ માટે કામે લગાડવામાં આવ્યાં છે.
અમરેલી જિલ્લામાં જુદા જુદા બે વિભાગમાં દીપડાની વસતી ગણતરી કરવામાં આવી રહી છે. ગીર પૂર્વની વન કચેરી દ્વારા ગીર જંગલ ઉપરાંત ગીર કાંઠાના ધારી ખાંભા, સાવરકુંડલા અને ઊના તાલુકામાં દીપડાની ગણતરી શરૂ કરાઈ છે. જ્યારે વન ખાતાની વિસ્તરણ કચેરી દ્વારા બાકીના તાલુકાઓમાં રેવન્યુ વિસ્તારમાં ગણતરી કરવામાં આવી રહી છે. ગીર પૂર્વના ૧૬૦ અને વન વિસ્તરણના ૧૫૦ મળી ૩૧૦ કર્મચારીને આ માટે ગઈકાલે સાંજથી જ કામે લગાડવામાં આવ્યાં છે. રાતભર કર્મચારીઓએ દીપડાનાં સગડ મેળવવા ઉજાગરા કર્યા હતાં. જો કે કોઈ પોઈન્ટ પર કર્મચારીઓને દીપડો નજરે પડયો ન હતો.
વનવિભાગ દ્વારા પાણીનાં જુદા જુદા પોઈન્ટ પર કર્મચારીઓની ટૂકડી તૈનાત કરવામાં આવી છે. દરેક સ્થળે દીપડાના ફૂટમાર્કનાં આધારે તેની હાજરીની નોંધ કરવામાં આવી હતી. વન કર્મચારીઓ દ્વારા જ્યાં જ્યાં દીપડાનાં ફૂટમાર્ક દેખાય છે ત્યાં ત્યાં ફૂટ પ્રિન્ટ પર કાચ મૂકી પ્રથમ પગના નિશાનનું ચિત્ર દોરવામાં આવે છે. અને બાદમાં તેનું માપ કાગળ પર લઈ લેવામાં આવે છે. આ ઉપરાંત પગનાં નિશાન પર પ્લાસ્ટર ઓફ પેરીસ લગાવી તેના નમુના પણ લેવામાં આવી રહ્યાં છે.
અમુક નિશ્વિત સ્થળે દીપડાનાં ચોખ્ખાં સગડ મળે તે માટે પાણીના પોઈન્ટની આજુબાજુ વનવિભાગ દ્વારા સફાઈ પણ કરવામાં આવી છે. જેથી તેમને સરળતાથી અને ચોખ્ખા ફૂટમાર્ક દેખાયા હતા. ધારીનાં પ્રકૃતપિ્રમી ડૉ.મનુભાઈ ભરાડે જણાવ્યું હતું કે, દરેક દીપડાનાં ફૂટમાર્ક અલગ હોય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-census-300-officer-arrange-2112008.html

દીપડાની સંખ્યા ૪૮૦ સુધી પહોંચશે.


Source: Jitendra Mandvia, Talala   |   Last Updated 2:19 AM [IST](19/05/2011)
ગીર અને ગીર જંગલ ઉપરાંત બૃહદ ગીરમાં વનતંત્ર દ્વારા હાથ ધરાયેલી દીપડાની વસતી ગણતરીની કાર્યવાહી પૂર્ણ
જુનાગઢ, અમરેલી જિલ્લાના જંગલ વિસ્તાર અને રેવન્યુમાં ૨૦૦૬માં નોંધાયેલ ૪૧૦ની સંખ્યામાં પંદર ટકા વૃધ્ધિનો અણસાર

સમગ્ર રાજ્યમાં દીપડાની હાથ ધરાયેલ ત્રી-દિવસીય વસતી ગણતરી આજે સાંજે પાચ વાગ્યે પૂર્ણ થઈ હતી. દીપડાની જ્યાં વધુ વસતી છે તેવા ગીર અને ગીરનારમાં જંગલ વિસ્તાર અને બૃહદગીરનાં રેવન્યુ વિસ્તારોમાં જુનાગઢ અને અમરેલી જિલ્લામાં પાંચ વર્ષ પહેલા ૪૧૦ દીપડા નોંધાયા હતાં જેની સામે પાંચ વર્ષમાં દીપડાની સંખ્યામાં પંદર ટકાની વૃધ્ધી થઈ હોવાનું વનવિભાગના આંતરીક સર્વેમાંથી જાણવા મળ્યું છે. અને સંખ્યા બંન્ને જિલ્લામાં મળી ૪૮૦ આસપાસ થવાની સંભાવના છે.
ગીરના આરક્ષીત જંગલ અને ગીરનાર અભ્યારણ ઉપરાંત બૃહદગીરમાં હાથ ધરાયેલી દીપડાની વસતી ગણતરીમાં દીપડાનો સૌથી વધુ વસવાટ જ્યાં થાય છે. તેવા જુનાગઢ અને અમરેલી જિલ્લાનાં જંગલ વિસ્તારોમાં પાંચ વર્ષ દરમ્યાન દીપડાની સંખ્યામાં ખાસ્સો વધારો થયો હોવાનું જોવા મળેલ છે.
જુનાગઢ જિલ્લામાં ૩૧૧ અને અમરેલી જિલ્લામાં ૯૯ દીપડા મળી કુલ ૪૧૦ દીપડા ૨૦૦૬ની ગણતરીમાં નોંધાયા હતાં. જેની સામે પાંચ વર્ષમાં દીપડાની સંખ્યામાં પંદર ટકા જેટલા વધારા સાથે સંખ્યા ૪૮૦ સુધી પહોંચવાની શક્યતા જોવાઈ રહી છે.
રાજ્યભરમાં દીપડા, રિછની થયેલ ગણતરીનાં આંકડા સમગ્ર રાજ્યમાંથી એકત્રીત કરી વનવિભાગ સંપૂર્ણ રીપોર્ટ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરશે અને ૩૧મીમેના રોજ રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં વસવાટ કરતા દીપડા અને રિછની સંખ્યાની વિગતો જાહેર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ૨૦૦૬ની ગણતરી દરમ્યાન ૧૦૭૦ દીપડા નોંધાયા હતા જે પાંચ વર્ષમાં દીપડાની સંખ્યા ૧૨૨૫ની પાર કરી જવાની સંભાવના છે.
દીપડાની વસ્તી નિયંત્રિત કરવા નસબંધી કરવાની ફરજ પડશે?
ગુજરાતમાં દીપડાઓની હાથ ધરાયેલી વસ્તી ગણત્રીમાં દીપડાની વસ્તીમાં ખાસ્સો વધારો થયો છે. એ સાથોસાથ માનવી પર દીપડાના હુમલાના બનાવમાં પણ જબરો વધારો નોંધાયો છે. જેથી દીપડાને માનવ વસાહતથી દૂર રાખવા માટે વનવિભાગે નક્કર એકશન પ્લાન ઘડી દીપડાની વસ્તીને નિયંત્રિત કરવા નશબંધી કરવા સુધીનો એકશન પ્લાન વનવિભાગ દ્વારા તૈયાર કરાનાર હોવાનું જાણવા મળ્યું છે.
વનવિભાગ દ્વારા લોકોનાં સહયોગ સાથેનાં આયોજનબદ્ધ પ્લાનમાં દીપડાનાં હુમલાઓનાં બનાવો મહદ્અંશે ઓછા થઇ શકે તો માનવ વસાહત સુધી પહોંચતાં દીપડાઓને પકડી જંગલમાં પહોંચાડવા અને દીપડાઓની સંખ્યા નિયંત્રિત કરવા દીપડાને નસબંધી કરવાની વિચારણા વનવિભાગ દ્વારા ચાલી રહ્યાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-of-counting-480-2116218.html

Saturday, May 7, 2011

પાણી માટે તરસતું ગીરગઢડા.


Source: Bhaskar News, Una   |   Last Updated 1:48 AM [IST](07/05/2011)
 - ગ્રામ પંચાયત પ્રાથમિક સુવિધાઓ આપવામાં વામણી: લોકોનો આક્રોશ
ઊના તાલુકાનું એક સમયે પાટનગર ગણાતું ગીરગઢડા ગામ સાવ ગંદુ, ગોબરૂ અને બદતર હાલતમાં ફેરવાયું છે. ગ્રામ પંચાયતનાં સાવ કથળેલા વહિવટને કારણે ગ્રામજનો પીવાનાં પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓ આપવામાં વામણા સાબિત થયેલા પંચાયતનાં હોદેદારો સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગીરગઢડાના લોકોનાં પ્રશ્નો સાંભળવા અને સત્તાધીશોને ઢંઢોળવા દિવ્યભાસ્કરની ટીમ દ્વારા ગામની મુલાકાત લેતા પ્રચંડ લોક જુવાળ જોવા મળ્યો હતો. હાલમાં ગામની કોઇ મોટી સમસ્યા હોય તો તે પીવાનાં પાણીની છે. પરંતુ પંચાયતનાં સત્તાધીશોને આ સમસ્યા હલ કરવામાં કોઇ રસ ન હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. એક આગેવાને તો એવું જણાવ્યું હતું કે, ગ્રા.પં.ની ચુંટણી જીત્યા પછી વર્તમાન બોડીએ ગામમાં એવું બોર્ડ લગાવ્યું હતું કે, ગામમાં પંચાયતની મંજુરી વગર ક્યાંય પાણો નહીં મૂકી શકાય અને પેશકદમી નહીં થાય પરંતુ અત્યારે ગામ પેશકદમીનાં કુંડાળામાં આવી ગયું હોય તેમ જણાય છે.
આ બોર્ડ લોકોને સારૂ લગાડવા અને ગેરમાર્ગે દોરવા જ મુકાયું હોવાનો આરોપ કર્યો હતો. ગ્રામ પંચાયતનાં વર્તમાન હોદેદારો લોક સુવિધા પુરી પાડવામાં વામણા સાબિત થયા છે તેમ લોકોનો આક્રોશ જાણવા મળ્યો હતો.
દિવ્યભાસ્કરની ટીમ સમક્ષ લોકોએ સ્થાનિક અધિકારીઓ રસ દાખવી સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી. દિવ્યભાસ્કર પણ લોકોનો અવાજ અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી પહોંચવા કટીબધ્ધ થયું છે ત્યારે ગ્રામજનોમાંથી પણ ‘‘ આપણા ગામનો વિકાસ આપણા હાથમાં’’ તેવો વિશ્વાસભર્યો સુર વહેતો થયો હતો. દરમ્યાન દિવ્યભાસ્કરનાં અહેવાલને પગલે ગ્રા.પં.ની કચેરીમાં જતું ગટરનું ગંદુ પાણી રોકવા કામ શરૂ કરી દેવાયું છે.
ગામમાં સફાઇ પણ વેપારીઓએ કરવી પડે છે -
સોમલપાર વિસ્તારનાં જગદીશભાઇ કોરાટે જણાવ્યું હતું કે, ગામમાં સફાઇ પણ વેપારીઓએ કરવી પડે છે. પાણીની સમસ્યા મુખ્યત્વે છે. પંચાયત દ્વારા યુરીનલની સુવિધા પણ ક્યાંય ઉભી કરાઇ નથી.
પંચાયતનો કુવો ઘર પાસે, પણ પાણી મળતું નથી -
ગીરગઢડાનાં ઉપસરપંચની નજીક રહેતા જયેશભાઇ ભૂપતાણીએ જણાવ્યું હતું કે, મારા ઘરની તદ્ન નજીક પંચાયતનો કૂવો હોવા છતાં પાણી મળતું નથી. પરંતુ ઉપસરપંચના ઘરે પાણી આવે છે. તેમણે સતાધશિોને રજુઆત કરતા એવો જવાબ મળ્યો હતો કે, તમારે કનેકશનની ક્યાં જરૂર છે ?
પાઇપ લાઇનવાળા ગિરગઢડામાં પાણી નથી -
સોમલપાર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ ધિનૈયાએ કહ્યું હતું કે, પાણીની પાઇપ લાઇન નંખાઇ ગઇ છે. પરંતુ હજુ સુધી પાણીની સુવિધા મળી નથી. આ પ્રશ્ન અંગે ઉપસરપંચને જણાવતા એવો જવાબ આપ્યો હતો કે, હું નવરો નથી.
રાજકીય આગેવાનો તાલુકો બનાવવાની હિલચાલમાં લાગ્યા -
ગીરગઢડામાં કરોડો રૂપિયાની જમીન પર પેશકદમી થઇ હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ન કોઇને નોટીસ ફટકારી છે ન તો હજુ સુધી ગંભીર બન્યા છે. પરંતુ રાજકીય આગેવાનો પોતાની લાગવગનાં છેડા અડાડી તાલુકો બનાવવાની હિલચાલમાં વ્યસ્ત બની ગયા છે.
સ્ટ્રીટ લાઇટો નથી અને સફાઇ પણ થતી નથી -
જેરામભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, ગામમાં એક પણ સ્થળે સ્ટ્રીટ લાઇટ નથી, સફાઇ થતી નથી, તલાટી મંત્રી પણ નિયમિત આવતા નથી. ગટરનું પાણી રોડ પર વહે છે. સુવિધાઓના નામે મીંડી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-girgadhada-is-thirsty-for-water-2083523.html

દિપડો જોવા ઝાડ પર ચઢેલા યુવાન વીજઆંચકાથી મોત.

Source: Bhaskar News, Babara   |   Last Updated 12:57 AM [IST](07/05/2011)
બાબરા તાલુકાના લાલકા ગામે વાડીમાં દિપડો દેખાતા ગ્રામજનો ભયભીત થઇ ઉઠયા હતા. વાડીમાં દિપડાને જોવા માટે ગ્રામજનો એકત્રિત થયા હતા, ત્યારે એક યુવક ઝાડ પર ચડીને દિપડાને જોવા ગયો હતો. દરમ્યાન અકસ્માતે વિજતારને અડી જતા કરંટ લાગતા યુવકનું મોત નપિજતા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાબરા તાલુકાના લાલકા ગામે ગત સવારના ૯ થી ૧૦ દરમિયાન કુરજીભાઇ લક્ષ્મણભાઇ રાઠોડની વાડીએ અચાનક દિપડો આવી જતા ગ્રામજનોને આ વાતની જાણ થતા દિપડાને જોવા માટે વાડીએ પહોંચી ગયા હતા. કુરજીભાઇએ તુરંત બાબરા વનવિભાગના કર્મચારીઓને જાણ કરી હતી. ગ્રામજનો વાડીમાં દિપડાને શોધી રહ્યા હતા, ત્યારે જયતા લીલા જાદવ ઉ.વ.રપ નામનો કોળી યુવક દિપડાને જોવા માટે આવ્યો હતો.
આ યુવક વાડીમાં આવેલ કુવા પાસેના ઝાડ પર ચડીને દિપડો જોવા ચડયો હતો, ત્યારે અચાનક તેનો હાથ વિજતારને અડી જતા આ યુવક ફંગોળાઇને કુવામાં પડી ગયો હતો. કુવામાં અવાજ આવતા ત્યાં ઉભેલા ગ્રામજનો આ યુવકને કુવામાંથી બહાર કાઢવા પ્રયત્નો કર્યા હતા અને મહામહેનતે બહાર કાઢયો હતો. પરંતુ તેનુ મોત નિપજ્યું હતું. મોતના સામાચાર ગામમાં ફેલાતા શોકનું મોજુ ફરી વળ્યું હતું.
તો બીજી તરફ દિપડો વાડીમાં આવી ચડતા હોવાની જાણ વનવિભાગને કરવામાં આવતા બાબરાથી વન વિભાગના કર્મચારીનો દાફડાભાઇ, જે.અને.મહેતા, દાવડાભાઇ ગોહિલ, ક્રિપાલસિંહ, રાજુભાઇ ચાવડા સહિત ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દિપડો બહાર ન આવતા ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ દિપડો દેખાયો હતો અને ત્યાંથી નિકળી વાવડ, કલોરાણા તરફ ચાલ્યો ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ પહેલા ઇશાપર ગામેથી દિપડો ઝડપાયો હતો અને બે વર્ષ પહેલા કોટડાપીઠાની સીમમાં પણ દિપડાએ દેખા દીધી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-young-man-dies-for-elec-2082269.html

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ.

Source: Bhaskar News, Talala   |   Last Updated 1:55 AM [IST](04/05/2011)
 - પ્રથમ જ દિવસે ૫૦૩૦ બોક્સની આવક
- સૌથી ઊંચો ભાવ ૫૬૦ અને નીચો ભાવ ૨૨૦ રહ્યો
ગિર પંથકમાં ઉનાળા દરમ્યાન કેસર કેરીનું આગમન બજારમાં થઇ ચૂક્યું છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરરાજીની આજથી શરૂઆત પણ થઇ ગઇ છે. પ્રથમ દિવસે યાર્ડમાં કેરીનાં ૫૦૩૦ બોક્ષની આવક થઇ છે. આજે ૧૦ કિલોનાં બોક્ષનો સૌથી ઉંચો ભાવ ૫૬૦ અને સૌથી નીચો ભાવ ૨૨૦ નો રહ્યો હતો.
તાલાલા પંથકની કેસર કેરીની સીઝનનો આજથી સત્તાવાર પ્રારંભ થયો છે. તાલાલા ઉપરાંત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો કેરીનાં બોક્ષ વેચાણ માટે લઇ આવ્યા હતા. પ્રથમ દિવસેજ કેરીનાં પાંચ હજારથી વધુ બોક્ષની આવક થઇ હતી. યાર્ડમાં કેરીની દલાલી કરતી પેઢીઓમાંથી બે પેઢીએ આજથી કેરીનાં વેચાણનું કામકાજ શરૂ કર્યું હતું.
આજે કેરીનાં સૌથી ઉંચા ભાવ ૫૬૦ રૂપિયા રહ્યા હતા. જે ગત વર્ષની તુલનાએ ઘણાં ઉંચા છે. ચાલુ વર્ષે ગિરમાં કેરીનું ઉત્પાદન ઓછું હોઇ ભાવો ઉંચા રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં કેરીની આવક વધશે તેની સાથે યાર્ડમાં કેરીનું વેચાણ અન્ય પેઢીઓ પણ શરૂ કરશે. સીઝન શરૂ થતાં તાલાલા પંથક તાલાલા પંથકમાં બહારગામથી વેપારીઓ કેરીની ખરીદી માટે આવવા લાગ્યા છે.
પ્રથમ બોક્સ ૧૧ હજારમાં વેચાયું -
હરાજીનાં પ્રારંભે કેરીનું પ્રથમ બોક્ષ ૧૧ હજાર રૂપિયામાં વેચાયું હતું. જે ગાસેવાનાં કાર્યમાં આપી હરરાજીની શરૂઆત થઇ હતી.

કોડીનાર: કૂવામાંથી આખરે મગરને બહાર કઢાયો.


 Source: Bhaskar News, Kodinar   |   Last Updated 2:29 AM [IST](06/05/2011)
કોડીનાર તાબાનાં પીપળી ગામે એક ખેડૂતની વાડીના કૂવામાં છેલ્લા એકાદ માસથી ઉતરી આવેલી મગરને આજે વન વિભાગનાં સ્ટાફે સલામત રીતે બહાર કાઢી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાનાં પીપળી ગામે દિલીપભાઇ મોરીની સાઇવાડીના કૂવામાં છેલ્લા એકાદ માસથી મગર ઉતરી આવી હતી. જ્યારે આ મગરને ઉંડા કૂવામાંથી કાઢવા વન વિભાગ દ્વારા બે વખત પ્રયત્ન કર્યા હતા પણ પાણી હોવાથી સફળતા મળી ન હતી.
દરમિયાન આર.એફ.ઓ. શીયાણીના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર એમ.એમ. ભરવાડ, છારા ફોરેસ્ટ ગાર્ડ મનસુખ પરમાર, રેસ્કયુ ટીમનાં બુધેશભાઇ, છારાનાં વનમિત્ર તેમજ પ્રકૃતિ નેચર ક્લબનાં દિનેશભાઇ ગૌસ્વામી, કાનાભાઇ, પીપળી ગામનાં ઉપસરપંચ સહિતનાં લોકોની હાજરીમાં બપોરે એકાદ કલાકનાં હાથ ધરાયેલી કામગીરીને અંતે માદા મગર કૂવામાંથી સહી સલામત બહાર કાઢી જામવાળા ખાતે રવાનાં કરવામાં આવી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-at-last-crocodile-take-out-of-well-in-kodinar-2080841.html

ગીરમાં નહીં વાંકાનેર પાસે સંભળાઈ ત્રણ સિંહબાળની ડણકો.


 Source: Bhaskar News, Vankaner   |   Last Updated 1:20 AM [IST](07/05/2011)
- પાંજરામાં કાલીઘેલી ડણકો સંભળાઇ
- બે માદા એક નર સિંહબાળ જન્મ્યાં
એશિયાટિક સિંહના સંવર્ધન માટે વાંકાનેર પાસે રામપરા વીડીમાં શરૂ કરાયેલા જિનપુલમાં ગઇરાત્રે ત્રણ સિંહબાળનો જન્મ થયો છે. રાજ્યના વનવિભાગે આ જિનપુલ શરૂ કર્યું તે પછી બચ્ચાંના જન્મની આ પ્રથમ ઘટના છે. ત્રણેય બાળ અને તેમની માતાનું સ્વાસ્થ્ય બરાબર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. ડિસેમ્બરમાં સિંહોની જોડ આ પુલમાં લાવવાનું કામ શરૂ થયું હતું.
સાવજોની ત્રાડ-ડણક માટે ગીર આખા જગમાં મશહૂર છે પરંતુ સરકારે આ સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે વાંકાનેર પાસે રામપૂરવીડીનું નૈસિર્ગક અને સિંહોને અનુકૂળ હોય તેવું વાતાવરણ જોઇને ત્યાં બ્રિડિઁગ સેન્ટર શરૂ કર્યું છે, ડિસેમ્બર ૨૦૧૦માં આ સેન્ટરમાં ત્રણ સિંહ લવાયા હતા. ત્યાર બાદ બે સિંહ અને બે સિંહણ પણ લાવવામાં આવ્યા હતા. અત્યાર ત્યાં કુલ સાત સિંહ છે.આ પૈકી બાબરો સિંહ અને સિંહણ આશાના સમાગમથી સિંહ ઉછેર કેન્દ્રમાં ગત રાત્રે એક નર અને બે માદા સિંહબાળનો જન્મ થયો છે. કાલીઘેલી ડણકો પહાડોની કંદરા અને કેન્દ્રના પિંજરાંમાં સંભળાઇ રહી છે.
વનવિભાગના સૂત્રોએજણાવ્યું કે માતા અને સિંહબાળની તબિયત પર કોઇ જોખમ નથી. નવ દિવસ બાદ બચ્ચાં આંખ ખોલશે ત્યારે તેની વિશેષ વિગતો જાહેર થશે.
સીસીટીવી કેમેરાથી જ અવલોકનસિંહબાળને કોઇ જીવાણુનો ચેપ ન લાગે તે માટે સ્ટાફ પણ અંદર જતો નથી. દિવસમાં એક જ વાર વેટરનરી ડોક્ટર ત્યાં મુલાકાત લઇને બહાર રહે છે સિંહબાળ અને સિંહણ આશાની ગતિવિધી જોવા પાંજરા પર કલોઝ સિર્કટ ટીવી કેમેરા મુકાયા છે.
બે વર્ષથી પુલનું કામ ચાલતું હતું -
લાયન જિનપુલનું કામ,બે વર્ષ પહેલાં શરૂ કરાયું હતું.પાણીની વ્યવસ્થા,પાંજરા,એનિમલ હોસ્પિટલ વગેરે બધું બે વર્ષથી બની રહ્યું હતું.સિંહોની પેર તાજેતરમાં ડિસેમ્બર ૨૦૧૦માં લાવવામાં આવી હતી.
સિંહોના નામ વિસ્તાર મુજબ પડાશે -
સિંહોના નામ હવે વિસ્તાર મુજબ પાડવામાં આવે છે. બાબરો સિંહ મેંદરડાના બાબરાવીડી વિસ્તારનો છે તેથી તેનું નામ બાબરો પડાયું છે. તેવી રીતે હવે આ બચ્ચાંના નામ પડાશે.
સીસીટીવી કેમેરાથી જ અવલોકન -
સિંહબાળને કોઇ જીવાણુનો ચેપ ન લાગે તે માટે સ્ટાફ પણ અંદર જતો નથી. દિવસમાં એક જ વાર વેટરનરી ડોક્ટર ત્યાં મુલાકાત લઇને બહાર રહે છે સિંહબાળ અને સિંહણ આશાની ગતિવિધી જોવા પાંજરા પર કલોઝ સિર્કટ ટીવી કેમેરા મુકાયા છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-3-baby-lion-born-in-vankaners-ramapara-2082242.html

રાજકોટ બન્યું છે, જંગલના રાજાનું જન્મસ્થળ.


 Source: Jayesh Rathod-Anirudh Nakum, Rajkot
 - મનપાએ વિકાસ કરેલા બ્રિડિંગ સેન્ટરને મળેલી સફળતા
જગ જૂની સોરઠની ધરા.. એ દુહામાં સાવજડાં સેંજળ પીવે એવુ પણ કહેવાયુ છે પરંતુ જાણીને થોડી નવાઇ લાગશે કે સૌરાષ્ટ્રનું મુખ્ય મહાનગર રાજકોટ પણ એક પ્રકારે સિંહોની જન્મભૂમિ બની રહ્યું છે. અલબત, અહીં ઘેઘૂર વનરાજી, ઘનઘોર જંગલની વચ્ચે નહીં પરંતુ લોખંડના સિળયામાંથી સિંહબાળની કાલીઘેલી ડણકો સંભળાય છે. રાજકોટ ઝૂને સાવજો માટે ઉત્તમ બ્રિડિંગ સેન્ટર તરીકે વિકસાવ્યું છે. અત્યાર સુધીમાં ૨૨ સિંહ બાળના પારણાં બંધાઇ ચુક્યા છે.
૮૩ સિંહ પ્રેમીઓએ સાવજોને દત્તક લીધા -
આજી ઝૂમાં પ્રાણી પ્રેમીઓ માટે દત્તક યોજના ચાલી રહી છે. જે પ્રાણી ગમતું હોય તેનો ખોરાક સહિતનો ખર્ચ પ્રાણીપ્રેમી ઉઠાવે છે અને એ પીંજરા પર દત્તક લેનારનું નામ પણ લાગે છે. આ યોજનાનો મૂળભૂત હેતુ પ્રાણી પ્રત્યેની આિત્મયતા કેળવવાનો છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં ૮૩ લોકોએ સાવજોને દત્તક લીધા હતા. જેમાં ૬પ લોકો તો એવા છે કે, જેને સિંહબાળ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી તેના પાલક બન્યા હતા.
એક્સાથે પાંચ સાવજના જન્મની ઐતિહાસિક ઘટના -
રાજકોટમાં જ જન્મેલી સિંહણ મસ્તી સાથે સમાગમ કરાવવા માટે વિરલ નામના સિંહને જૂનાગઢથી તેડાવવામાં આવ્યો હતો. મસ્તી જ્યારે સવા ત્રણ વર્ષની થઇ હતી ત્યારે એક્સાથે પાંચ બચ્ચાને જન્મ આપ્યો. એ પૈકી ત્રણ બચ્ચાનું જન્મ બાદ મૃત્યુ થયું હતું જ્યારેઅન્ય ત્રણનું નામ હીર, હેત અને હેલી પાડવામાં આવ્યું હતુ.
પ્રથમ યુગલને જૂનાગઢથી લવાયું હતું -
રાજકોટમાં સૌપ્રથમ સિંહ ‘કેશવ’ અને સિંહણ ‘મસીહા’ને જૂનાગઢથી લાવવામાં આવ્યાં હતા. આ બન્ને યુગલના સમાગમથી બંસી અને પાર્થનો જન્મ થયો હતો. એ પૈકી સિંહ પાર્થ સાથે સમાગમ કરાવવા જૂનાગઢથી સિંહણ રાજવંતીને લાવવામાં આવી. આ બન્ને થકી મોજ, મસ્તી, વિરલ અને યશ્વીનો જન્મ થયો હતો. અને આ રીતે વંશવેલો આગળ વધ્યો છે.
બ્રિડિઁગ સેન્ટર આજી ઝૂમાં જ ચાલુ રહેશે -
પ્રધ્યુમનપાર્ક ખાતે ૧૩૭ એકરમાં ઝૂ વિકસાવવામાં આવ્યું છે. મોટા ભાગના પ્રાણીઓનું અહીં સ્થળાંતર થઇ ચુકર્યું છે. સાવજોને પણ અહીં વહિરતા કરી દેવામાં આવ્યું છે. સિંહને ભલે પ્રધ્યુમનપાર્ક ખાતે લઇ જવાયા પરંતુ બ્રિિંડગ સેન્ટર તરીકે તો આજી ઝૂને જ યથાવત રાખવાનું આયોજન છે.
રાજકોટ ઝૂમાં અત્યાર સુધીમાં ૨૨ સાવજનો જન્મ -
નામ......જન્મ તારીખ
પાર્થ......૨૭/૧૦/૧૯૯૨
બંસી......૭/૧૦/૧૯૯૨
મોજ......૧૭/૮/૨૦૦૪
મસ્તી......૧૭/૮/૨૦૦૪
યશ્વી......૧૮/૪/૨૦૦૬
જન્મ બાદ મૃત્યુ......૨૦/૨/૨૦૦૮
હીર......૨૦/૨/૨૦૦૮
હેત......૨૦/૨/૨૦૦૮
હેલી......૨૦/૨/૨૦૦૮
જન્મ બાદ મૃત્યુ......૨૦/૨/૨૦૦૮
ક્રિસ......૧૪/૩/૨૦૦૮
ક્રેઝી......૧૪/૩/૨૦૦૮
યશ......૧૭/૩/૨૦૦૮
નીલ......૧૭/૩/૨૦૦૮
૪ના જન્મ બાદ મોત......૧૭/૩/૨૦૦૮
ગગન......૧૮/પ/૨૦૦૯
ગીગો......૧૮/પ/૨૦૦૯
ગેલ......૧૮/પ/૨૦૦૯
જન્મ બાદ મૃત્યુ......૧૮/૦પ/૨૦૦૯

સુગંધથી તરબતર ટેટી કાગઝાળ ગરમીમાં ફેરરિટ.

ખાંભા : ૬, મે
ખાંભામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી મીઠી મધુરી અને સુગંધથી તરબતર સક્કર ટેટીની ધૂમ આવકો થઈ રહી છે. બજાર અને શાક માર્કેટમાં સક્કર ટેટીના ઢગલાં જોવા મળે છે. સ્વાદ શોખીનોની ખરીદવા માટે ભીડ જામે છે.
ખાંભાની શાક-માર્કેટમાં સક્કરટેટીની ધૂમ આવકો
રસપ્રચુર અને મીઠા માવાથી ભરપુર એવી સક્કર ટેટીના પાકની એક મહિનો આવક રહે છે. સક્કર ટેટી શિયાળાની શરૂઆતમાં પાણી વાળી વાડી અને વહેતી નદીના પટમાં વાવવામાં આવે છે. ૯૦ દિવસે પાકીને બજારમાં આવતી હોવા છતાં પાકમાં દરેક વેલા પર જલદીથી પાકી જતી હોવાથી વેંચાણનો સમયગાળો ટૂંકો રહેવા પામે છે.
કિલોનો રૂ. ૧પથી ર૦નો ભાવ : ખરીદી માટે લોકોની ભીડ
સારી અને ફળદ્વુપ જમીન અને પૂરતું ખાતર પાણી મળી રહે તો સક્કર ટેટીમાં સારી જાત ગણાતી ભરતવાળી સક્કર ટેટીનું મોટું ફળ ચારથી પાંચ કિલો સુધીનું ઉતરે છે. જયારે સાઈઝમાં નાની એવી રતાશ પડતા લીટાવાળી ટેટીનું ફળ નાનું અને સ્વાદ સુગંધવાળુ હોય છે. હવામાન સારૂ મળે તો ટેટીનો ફાલ ઢગલા મોઢે ઉતરતો હોવા છતાં ચાલુ વર્ષે ટેટીનો કિલોનો ભાવ રૂ. ૧પ થી ર૦ છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=287551

Tuesday, May 3, 2011

બચ્ચાંને બચાવવા સિંહણે સિંહને પતાવી દીધો.

Source: Bhaskar News, Junagadh

- માતાની મમતા સામે સાવજ હાર્યો : સિંહનું કરોડરજજુ ભાંગી ગયું
ગિર પશ્ચિમ વન વિભાગ હેઠળ આવતી દેવળિયા રેન્જનાં અબુળી જંગલ વિસ્તારમાં ગઇકાલે બચ્ચાં સાથે ફરતી સિંહણ પાસે એક વનરાજ આવી ચઢ્યો હતો. સિંહ પોતાનાં બચ્ચાંને ખાઇ જશે એવા ડરને લીધે તેની સામે મોરચો ખોલી નાંખ્યો હતો. સિંહ-સિંહણ વચ્ચે થયેલી લડાઇ એટલી ખતરનાક હતી કે તેમાં અંતે સિંહની કરોડરજજૂ ભાંગી ગઇ હતી અને તે મોતને ભેટ્યો હતો. આ બનાવમાં સિંહણને પણ ઇજા પહોંચી હતી.
આ અંગેની વીગતો આપતાં ગિર પશ્ચિમ વન વિભાગનાં ડીએફઓ રમેશ કટારાએ જણાવ્યું હતું કે, દેવિળયા રેન્જમાં આવેલા અબુળી જંગલ વિસ્તારમાં ગઇકાલે બચ્ચાં સાથે ફરતી એક સિંહણ પાસે એક ડાલામથ્થો આવી ચઢ્યો હતો. સિંહણને ડર લાગ્યો કે તે પોતાનાં બચ્ચાંને મારીને ખાઇ જશે. આથી માતાની મમતા જાગી ઊઠી. સિંહણે સિંહ સામે મરણિયો જંગ માંડી દીધો હતો. પોતાનાં બચ્ચાંને બચાવવા મથતી સિંહણ અત્યંત ખુંખાર બની ગઇ હતી.
તેણે સિંહને એવી જોરદાર થપાટોનો પરચો આપ્યો કે સિંહની સમૂળગઇ કરોડરજજૂ ભાંગી ગઇ હતી. સિંહ-સિંહણ વચ્ચે ખેલાયેલા જંગ દરમ્યાન ડણકોથી જંગલ ગાજી ઉઠતાં વનકર્મચારીઓ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં ડીએફઓ રમેશ કટારા, એસીએફ મુલાણી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા હતા. અને સિંહને ગંભીર હાલતમાં સાસણનાં એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. જ્યાં વેટરનરી તબીબ ડૉ. હીરપરાએ તેને સારવાર આપી હતી.
જોકે, ગંભીર ઇજાને કારણે સિંહ મોતને ભેટ્યો હતો. મોતને ભેટેલા સિંહની ઉંમર ૯ થી ૧૦ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં સિંહણને પણ ઇજા પહોંચી હોઇ તેને જંગલમાંજ સારવાર આપી છોડી મુકાઇ હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-battle-between-lioness-and-lion-to-save-child-lion-dies-2070640.html

આજથી તાલાલા યાર્ડમાં કેરીની હરાજી શરૂ થશે

 


Source: Bhaskar News, Rajkotગીરની પ્રખ્યાત કેસર કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં કેરીની થોડી આવક રહે છે. તાલાલા યાર્ડમાં આવતીકાલ મંગળવારથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થશે.
આ વર્ષે કેરીનો પાક મોડો હોવાથી હરાજી મોડી શરૂ થઇ છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જ કેરીની આવક હતી. તાલાલા એપીએમસીના સેક્રેટરી હરસુખભાઇ ઝંરસાણિયાએ કહ્યું કે, આવતીકાલથી કામકાજ ચાલુ થશે. પ્રારંભિક તબક્કે બે કમિશન એજન્ટ કામ કરશે. સામાન્ય રીતે શરૂઆતના દિવસોમાં કાચી કેરી આવે છે.
આ વર્ષે પાક મોડો હોવાથી ખેડૂતો ઇચ્છે તો પણ કેરી ઉતારી શકે તેમ નથી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પાક ઘણો જ ઓછો હોવાથી કેરીના ભાવ વધશે કે કેમ તે તરફ સોૈની મીટ મંડાયેલી છે.

SourcE: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-mango-auction-start-today-in-talala-yards-2070644.html

ઘૂવડ, ચીબરી વડવાંગળ પક્ષીઓ લૂપ્ત થઈ રહ્યા છે.

અમરેલી, તા.૨ર
વર્ષોથી સમી સાંજના પહેરગીરો ગણાતા ઘુવડ અને ચીબરી જેવા નિશાચર પક્ષીઓ જાણે લૂપ્ત થઈ રહ્યા હોય તેમ તેની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઘટતી સંખ્યા પાછળ શહેરીકરણ, પર્યાવરણ, અંધશ્રધ્ધા, શિકાર વિગેરે કારણભુત છે.
ઘૂવડ અને ચીબરી વડવાંગળ ભાગ્યે જ જોવા મળે છે. એક માન્યતા પ્રમાણે ઘૂવડના પગની નાળ નાના બાળકોના ગળામાં પારાની જેમ પહેરાવવામાં આવે તો કોઈની નજર લાગતી નથી. આવી અંધશ્રધ્ધા, ઘૂવડના માંસનો સુતિકા રોગમાં ઉપયોગ તેમ જ મંત્ર, તંત્ર, મેલીવિદ્યાના નામે ઘૂવડનું નિકંદન નિકળી રહ્યું છે.  નિશાચર પક્ષીઓનાં શિકારની ઘટનાઓ પણ બનતી રહે છે.
સામાન્ય રીતે જંગલમાં જોવા મળતા શિંગડીયો ઘુવડ, રેવી દેવી, રેખાળી ચુગ્ગડ, રવાઈડું, બ્રાઉન, વુડ ઓઈલ, ટપકાવાળી ચીબરી, જંગલી ચીબરી વિગેરે પણ ખૂબ ઓછી જોવા મળે છે. ઘૂવડની પ્રજનન ઋતુ નવેમ્બરથી મે માસ સુધી છે. ખડકો અને માટીની ભેખડોમાં ઈંડા મૂકે છે.
નિશાચર પક્ષી ખેડૂતો માટે વરદાનરૃપ
અમરેલી : પ્રકૃતિપ્રેમી ચલાલાના અજીતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ઘૂવડ ખેડૂતો માટે વરદાનરૃપ છે. ખેતરમાં એક ઉંદરડી સામાન્ય રીતે છ બચ્ચાને જન્મ આપે છે. તેના કારણે વર્ષ દહાડે ખેતરમાં ઉંદરની ફોજ ઉભી થાય છે અને પાકમાં મોટુ નૂકશાન કરે છે. ખેતરમાં ઉંદર ઉપરાંત ખીસકોલી, નાના તીડ પણ નુકશાન કરે છે. ઘુવડ અને ચીબરીનો આ ખોરાક હોવાથી આ નિશાચરો પાક રક્ષક તરીકે કામ કરે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=283323

ગીરમાં વસતા ૪૧૧ સાવજો માટે નાણાંકીય ફાળવણી નહીં.

સાવરકુંડલા, તા.૨૬ :
કેન્દ્ર સરકાર વાઘ માટે ૨૦૦ કરોડ ફાળવતી હોય તો ૪૧૧ એશિયાના સિંહો માટે કેમ કંઈ ફાળવતા નથી ? તેવો વેધક સવાલ કેન્દ્ર પર્યાવરણમંત્રી શ્રી રમેશને સાવરકુંડલા વિસ્તારના સિંહ પ્રેમીઓએ કર્યા છે. ગુજરાત રાજયની આન, બાન અને શાન સમા એશિયાટીક સાવજો સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગીરનાં ગાઢ જંગલોમાં વસવાટ કરે છે. જયારે ગુજરાત સાથે ભારતદેશની શાન સમા સાવજો માટે કેન્દ્ર સરકારની ગુજરાત પ્રત્યેની કૂટનીતિભર્યા રાજકારણથી સાવજોનાં અસ્તિત્વ સામે ગંભીર ખતરા અંગે કેન્દ્રીય વનમંત્રી જયરામ રમેશને સાવરકુંડલાના સિંહ પ્રેમીઓએ પત્ર લખી વેદના વ્યકત કરી છે. ૧૫૧૪ ચોરસ કિ.મી.માં ફલાયેલા સોરઠના સાવજો રાજય સરકારના સુંદર અભિગમથી વિકસીત થઈ રહ્યા છે. અને પોરબંદરથી લઈને ભાવનગર સુધી સાવજોએ પરિવારનો વિકાસ અને વિસ્તાર સ્થાપિત કરી દીધો છે.
અમરેલી જિલ્લાના ૧૧ તાલુકામાંથી ૯ તાલુકામાં પગદંડો જમાવી દીધો છે. જયારે ૩૫૯ સિંહોના યોગ્ય જતનને કારણે ૨૦૧૦ની સિંહ ગણતરીમાં ૪૧૧ સિંહો નોંધાયેલા હતા. જયારે તે વખતે ૩૦ ટકા સિંહણો ગર્ભવતી હોવાનું જાણકારોનું કહેવું હતુ. પરંતુ કઠણાઈ ગણો કે એક માત્ર ગુજરાતમાં એશીયાટીક સાવજોનું અસ્તિત્વ હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના સાવજો માટે ગંભીરપણે વિચારતી જ નથી!
૨૦૦૯/૧૦માં કેન્દ્ર સરકારે વાઘ માટે ૨૦૦ કરોડ રૃપિયા ફાળવી દરેક વાઘને કોલર આઈ.ડી.પહેરાવી તેનો સંપૂર્ણ કાળજી અને જાળવણી માટે ફાળવેલા હતાં. જયારે વાઘની વસતિ તે સમયે ૧૪૦૦ હતી. જયારે ૨૦૧૧માં વાઘની વસતિ ૧૭૦૦ થઈ હતી. વાઘ તો અન્ય રાજયો અને વિશ્વમાં બીજે પણ જોવા મળે છે. ત્યારે સોરઠી સાવજો ફકતને ફકત ગુજરાતનાં જંગલો અને રેવન્યુ વિસ્તારમાં પગદંડો જમાવી દીધો છે. તો ગુજરાત સાથે સમગ્ર વિશ્વમાં ભારત દેશની ઓળખ સમાં એશિયાટીક સાવજો માટે કેન્દ્ર સરકાર કેમ ગંભીરપણે નથી વિચારતી ?
વાઘ માટે ૨૦૦ કરોડ ફાળવી કોલર આઈ.ડી.અને સેટેલાઈટ સિસ્ટમથી વાઘની સુરક્ષા અને જાળવણી રાખી તેનો વિસ્તાર અને વિકાસ કરતી કેન્દ્ર સરકાર સોરઠના સાવજો અંગેનું ઢીલુ વલણ કેમ છે ? જો ૧૩૦૦ વાઘને કોલર આઈ.ડી.પહેરાવી શકતી કેન્દ્ર સરકાર ગુજરાતના ૪૧૧ સાવજોને કોલર આઈ.ડી. સિસ્ટમથી વંચિત રાખવાનું કારણ શું ?
સોરઠના સાવજો પ્રત્યે કેન્દ્ર સરકારની કૂટનીતિ અંગે પ્રખર પ્રકૃતિ પ્રેમી ચિરાગભાઈ આચાર્ય અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દિલીપ જીરૃકા એ કેન્દ્રીય વનમંત્રી જયરામ રમેશને ગુજરાતની આન, બાન અને શાન માટે કોલર આઈ.ડી. સિસ્ટમ અને સેટેલાઈટ જેવી અદ્યતન સિસ્ટમ અંગે ગ્રાન્ટ ફાળવી સિંહપ્રેમીઓની લાગણી અને માંગણી અંગે પત્ર પાઠવ્યો છે. સાંસદ નારણભાઈ કાછડીયાને પણ સિંહ માટે કેન્દ્રમાંથી ગ્રાન્ટ લાવવાની રજૂઆત કરાઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=284528

સક્કરબાગમાં કેનેડાથી રેડ કાંગારૃ અને ક્યુમા આવશે.

જૂનાગઢ, તા.૧
એશિયાઈ સિંહોના સંવર્ધનના કારણે સમગ્ર ભારતમાં જાણીતું બનેલું જૂનાગઢનું સક્કરબાગ ઝૂ જોવાલાયક વન્યસૃષ્ટિની બાબતમાં પણ ભારતમાં સુપર પાવર બની રહ્યું છે. કેનેડાથી ચાર, વડોદરાથી છ અને સુરતથી નવ મળી કુલ ૧૯ પ્રકારના નવા પ્રાણીઓ તથા પક્ષીઓ નજીકના સમયમાં સક્કરબાગ ઝૂ માં આવી રહ્યા છે. જેના બદલામાં અહીથી ત્રણેય સ્થળોએ સિંહોની એક-એક જોડી મોકલવામાં આવશે.
  • ભારતમાં પ્રથમવાર જ આવતા પ્રાણીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
કેનેડાથી બે પ્રકારના પ્રાણીઓ રેડ કાંગારૃ અને ક્યુમા ભારતમાં પ્રથમ વખત આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં એક માત્ર સ્થળ સક્કરબાગમાં જ ચિત્તાઓ પણ છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલા નવા પ્રાણી-પક્ષીઓને લઈને સક્કરબાગ દેશભરમાં નવા નઝરાણા ધરાવતું એક માત્ર પ્રાણીસંગ્રહાલય બની રહેશે.
મૈસુર ઝૂ માંથી તાજેતરમાં લાવવામાં આવેલ મલાબાર ખિસકોલી અને ગોર ને આજે પ્રવાસીઓને નિહાળવા માટે ખુલ્લા મૂકાયા હતાં. આ બન્ને નવા નઝરાણાઓને ખુલ્લા મૂકતા મુખ્ય વનસંરક્ષક(વન્યપ્રાણી વર્તુળ) આર.એલ.મીનાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં સક્કરબાગમાં હજી પણ વધારે પ્રાણી-પક્ષીઓ આવી રહ્યા છે. વિદેશમાં વસવાટ કરતી તેમજ દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળતી વન્યજીવ સૃષ્ટિને સક્કરબાગ ઝૂ માં લાવવા માટેના પ્રયાસો શરૃ કરાયા છે. તથા દર એકાદ મહિને સક્કરબાગમાં નવુ નઝરાણુ પ્રવાસીઓ માટે હવેથી જોવા મળશે.
કેનેડાના ઝૂ માંથી આવી રહેલા રેડ કાંગારૃ અને ક્યુમા ભારતમાં પ્રથમ વખત આવી રહ્યા છે. તેમજ લાયનટેલ મકાક અને ઓસ્ટ્રેલીયન લોરીફીશ પોપટ પણ પ્રવાસીઓ માટે આકર્ષણરૃપ બની રહેશે. ઓસ્ટ્રેલીયન લોરી ફિશ પોપટમાં પણ છ પ્રકારની પ્રજાતિ આવશે. આ ઉપરાંત વડોદરા અને સુરતના પ્રાણીસંગ્રહાલયમાંથી અનુક્રમે ૬ તથા ૯ પ્રકારના પશુ-પક્ષીઓ આવશે. આ પ્રાણીઓના બદલમાં સક્કરબાગમાંથી દરેક ઝૂ ને સિંહની એક-એક જોડી આપવામાં આવશે.
સક્કરબાગ ઝૂ ના ડાયરેક્ટર વી.જે.રાણાના જણાવ્યા પ્રમાણે અગાઉ થયેલા કરાર પ્રમાણે મૈસુર ઝૂ માંથી લાવવામાં આવેલ મલાબાર ખિસકોલી અને ગોર આજે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલમાં સક્કરબાગમાં એક માત્ર સ્થળે ચિત્તા છે. તેમજ વધારાના પ્રાણીઓ આવી રહ્યા છે. વિશ્વમાં એક માત્ર સ્થળે જોવા મળતા એશિયાઈ સાવજોના બદલામાં આવી રહેલા પ્રાણી-પક્ષીઓથી સક્કરબાગ ઝૂ દેશભરમાં અગ્રીમ પ્રાણીસંગ્રહાલય બની રહેશે.
૧૯ ફૂટના લાંબા કૂદકા મારતી ખિસકોલી સક્કરબાગમાં
જૂનાગઢ, તા.૧ : મૈસુરથી લવાયેલ અને સક્કરબાગમાં આજે પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાયેલ મલાબાર ખિસકોલી લાંબા કૂદકા મારવા માટે જાણિતી છે. સરેરાશ તો આ ખિસકોલી છ ફૂટ સુધીના કૂદકા લગાવીને દોડે છે. પરંતુ જંગલમાં એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ૧૯ ફૂટ લાંબો કૂદકો નોંધાયો છે. જ્યારે ગોર(ઈન્ડિયન બાયસન)ની સાડા ચાર વર્ષના નર અને સાડા ત્રણ વર્ષની માદાની જોડી ખુલ્લી મૂકવામાં આવી છે. ૩પ વર્ષનું આયુષ્ય ધરાવતી માદા ગોર જીવનકાળમાં દશેક વખત બચ્ચાને જન્મ આપે છે.
ક્યા ક્યા પ્રાણીઓ ક્યાંથી આવશે ?
કેનેડા ઝૂ માંથી...
* રેડ કાંગારૃ (પ્રાણી)
* ક્યુમા (પ્રાણી)
* લાયનટેલ મકાક (પ્રાણી)
* ઓસ્ટ્રેલીયન લોરી ફીશ (પક્ષી)
વડોદરા ઝૂ માંથી...
* વોર્નબીલ પાઈડ ઈન્ડિયન (પક્ષી)
* પિઝન્ટ મોનાલ ઈમ્પિરીયલ (પક્ષી)
* બ્લ્યુ ક્રાઉન ફિઝીયન (પક્ષી)
* ફ્રિઝન્ટ ગોલ્ડન (પક્ષી)
* પેરાપીન સોબેક ટર્ટલ (પ્રાણી)
* ફિન્ચીઝ (પક્ષી)
સુરત ઝૂ માંથી...
* ઈન્ડિયન ઓતર (પ્રાણી)
* સારસ કેન (પક્ષી)
* ઈન્ડિયન લોરીકિટ (પક્ષી)
* પેરાકિટ આફ્રિકન ગ્રે (પક્ષી)
* એમુ (પક્ષી)
* જેકલ (પ્રાણી)
* ક્રોકોડાઈલ કેઈમન (પ્રાણી)
* ક્રોકોડાઈલ સીયામીસ (પ્રાણી)
* ફોરહોર્ન એન્ટેલોફ (પ્રાણી)