વનખાતાએ છેલ્લા એક વર્ષથી પસંદ પામેલા ૧૯ વનપાલ સહાયકની નિમણૂંક કરી નથી
જુનાગઢ ઝોન એક હસ્તક વન રક્ષક તથા વનપાલ સહાયકની ભરતી કરવામાં આવી હતી. જેમાં ૩૯ વનપાલ સહાયકની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૨૦ વનપાલની ભરતી થઈ હોય ૧૯ વનપાલ સહાયકની છેલ્લા એક વર્ષથી ભરતી ન કરી નીંભર વનતંત્ર દ્વારા અન્યાય કર્યાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે. જુનાગઢ ઝોન એક હસ્તક વન રક્ષક તથા વનપાલ સહાયક ભરવા માટેની ગત તા.૩/૭/૨૦૦૯નાં જાહેરાત બહાર પાડી મેરીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં ૩૯ વનપાલ સહાયકની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૨૦ વનપાલ સહાયકની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલા અને પસંદ થયેલા ૧૯ ઉમેદવારની નિંભર વનતંત્ર દ્વારા એક વર્ષ જેટલો સમય થયો છે. છતાં ભરતી કરવામાં આવી નથી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-vanpal-reqruite-reserv-candidate-got-unjustite-2103452.html
No comments:
Post a Comment