અમરેલીમાં કર્ણાટક-આંધ્ર કરતા ગીરની કેરી મોંઘી.
અમરેલી, તા.૧૭:
કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થવાથી ગત વર્ષની સરખામણીએ કેરીના ભાવ લગભગ ડબલ છે. જો કે, ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. તેમ છતાં ગ્રાહકોને કેરીના ઉંચા ભાવ ચૂકવવા પડે છે. જો કે, કર્ણાટક અને આંધ્રની કેરી ગીરની કેરી કરતા સસ્તી છે.
- ઓછા ઉત્પાદનના કારણે માલ મોંઘો, છતાં ખેડૂતોને ફાયદો નથી
આ વર્ષે કેરીનો પાક ઓછો છે તેની પાછળ ભર ઉનાળે પણ કમોસમી વરસાદ, ઝાકળ, ધૂમ્મસ જેવું ખરાબ હવામાન જવાબદાર ગણાવાય રહ્યું છે. આ વર્ષે મોર તો સારો આવ્યો હતો પણ ખરાબ હવામાનના કારણે કેરી ઓછી બેસવાથી ૪૦ ટકા જેવું ઉત્પાદન ઓછું થયું છે. માલ ઓછા હોવાથી કેસર કેરીના ભાવ ઉંચા છે. કેરીના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે, ગત સાલ રૃ.૧૦૦ થી ૧૫૦ ના ભાવે કેરીનું બોકસ આવતું હતું તે આ વર્ષે રૃ.૨૫૦ થી ૪૫૦ સુધી ભાવ છે. ગ્રાહકોને આ વર્ષે કેરીના ભાવ ડબલ ચૂકવવા પડે છે. હજુ આંબા ઉપર કેરી છે, હવે આઠ-દસ દિવસમાં કેરીનો ખરો માલ બજારમાં આવશે. ગીર, ધારી, તાલાલાની કેરી મોંઘી છે જેના પ્રમાણમાં કર્ણાટક, આંધ્રની કેરી સસ્તી છે અને તે બજારમાં રૃ.૨૦ થી રૃ.૨૫ માં મળે છે. આ વર્ષે કેસર કેરીના ભાવ ઉંચા હોવા છતાં ખેડૂતોને ઓછા ઉત્પાદનના કારણે નફો મળવાને બદલે મુદ્દલ જ મળી રહ્યું છે.
Source:http://sandesh.com/sandesh_article.aspx?newsid=291107
No comments:
Post a Comment