Source: Bhaskar News, Amreli | Last Updated 12:02 AM [IST](07/07/2011)
- ધારીમાં પોતાનું કામ ન નિકળતા
ધારીમાં રહેતા એક નિવૃત ફોરેસ્ટરે ગઇકાલે ડીએફઓ મનીશ્વર રાજાની ચેમ્બરમાં જઇ તેઓ અમારા કામ કેમ કરતા નથી તેમ કહી ગાળો દઇ એટ્રોસીટીના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા વન કર્મચારીઓમાં ચકચાર મચી ગઇ છે.
બનાવ અંગે ધારીનાં ડીએફઓ મનીશ્વર રાજાએ આ બારામાં ધારીમાં રહેતા નિવૃત ફોરેસ્ટર બી.એમ.ગોહિલ સામે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિવૃત ફોરેસ્ટરે ગઇકાલે ચીખલ કૂબા ગામનાં પોતાના એક સંબંધી સાથે કામ સબબ ડીએફઓની ચેમ્બરમાં જઇ માથાકૂટ કરી હતી.
ફરીયાદમાં તેમણે જણાવ્યુ છે કે, આ શખ્સે ચેમ્બરમાં આવી તેમને ગાળો દીધી હતી. અને અમે હરીજન છીએ તેથી તમે અમારા કામ કરતા નથી હું તમને એટ્રોસીટીના કેસમાં અંદર કરાવી દઇશ તેવી ધમકી આપી હતી. એટલુ જ નહી આ શખ્સે પોતે પત્રકાર હોવાનું પણ જણાવી ડીએફઓને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
ધારી પોલીસે ડીએફઓને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ધારી પોલીસે ડીએફઓ મનીશ્વર રાજાની ફરિયાદ પરથી આ નિવૃત ફોરેસ્ટર સામે ફરજમાં રૂકાવટ કરવા સબબ અને ગાળો ધમકી આપવા સબબ ગુનો ચલાવી રહ્યાં છે. ગીર પૂર્વ નવ વિભાગનાં ઉચ્ચ અધિકારીને આ પ્રકારની ધમકીથી વન કર્મચારીઓમાં ખાસ્સી ચર્ચા જાગી છે.