Tuesday, July 5, 2011

ગિર જંગલનો ખૂંખાર સિંહ ‘જાંબવો’ ને સિંહણ બિમાર.

જૂનાગઢ, તા.૩૦:
થોડા સમય પહેલા બાબરા વીડી વિસ્તારમાં ફોટા પાડી રહેલા યુવાનને ફાડી ખાનાર ગિરનો ખૂંખાર સિંહ જાંબવોમાંદગીના બિછાને પટકાયો છે. સાથે સાથે ગિર પૂર્વ વનવિભાગની દલખાણીયા રેન્જમાં એક સિંહણ પણ બિમાર પડતાં બન્નેને સારવાર માટે સાસણ ખાતે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. 
બન્નેને સારવાર માટે સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા
આ વિશેની વનવિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બાબરાવીડીમાં ફોટા પાડી રહેલા એક યુવાન પર હુમલો કરીને ફાડી ખાનાર ખૂંખાર સિંહ જાંબવો બિમાર પડયો છે. ૧૦ વર્ષના જાંબવાને આંખની પાસેના ભાગે ઈજા થતા તેને સારવાર માટે સાસણના એનીમલ કેર સેન્ટરમાં લાવવામાં આવેલ છે.
જ્યારે ગિર પૂર્વ જંગલની દલખાણિયા રેન્જમાંથી પાંચ વર્ષની સિંહણને પણ બિમારી સબબ સારવાર માટે લાવવામાં આવેલ છે. ડી.સી.એફ. ડો.સંદિપકુમારે આ વિશે જણાવ્યું છે કે, રૃટીન બિમારી સબબ બન્નેને સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. બન્નેમાંથી એક પણમાં ઈનફાઈટની ઘટના નથી. થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ બન્ને સાજા થતા જ ફરી વખત જંગલમાં છોડી મૂકવામાં આવશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=303711

No comments: