Thursday, July 14, 2011

જુનાગઢમાં ત્રણ હરણને કૂતરાએ ઘાયલ કર્યા.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:30 AM [IST](07/07/2011)
- બે હરણ વધુ ઇજાગ્રસ્ત : સક્કરબાગમાં લવાયા
જૂનાગઢ ગીરનારનાં જંગલમાંથી આજે ભવનાથ તળેટીમાં આવી ચઢેલા પાંચ હરણની પાછળ કુતરા પડતા સક્કરબાગ સુધી દોડી આવ્યા હતા. ત્રણ હરણને કુતરાએ ઘાયલ કર્યા જેમાં બે હરણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગીરનાં જંગલમાં કોઇ સુરક્ષા ન હોય તેમ અવાર- નવાર સિંહ, સિંહબાળ વિખુટા પડી જવાનાં બનાવો બનતા રહે છે. ત્યારે આજે તેવોજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે સવારનાં ગીર જંગલમાંથી પાંચ જેટલા હરણ ભવનાથ તળેટીમાં આવી ચઢ્યા હતા. આ હરણની પાછળ કુતરા પડતા હરણ દોડતા- દોડતા સક્કરબાગનાં પાછળનાં વિસ્તારમાં પહોંચી ગયા હતા.
જેની જાણ સક્કરબાગનાં સ્ટાફને થતા તેમને બચાવવાની કવાયત હાથ ધરી હતી. પાંચ હરણમાંથી ત્રણ હરણને કુતરાએ બચકા ભરી લેતા સક્કરબાગ ઝૂમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક હરણને સામાન્ય ઇજા થઇ હોય સારવાર આપી છોડી દેવાયું હતું. બે હરણને ગંભીર ઇજા
થઇ હતી જેને સારવાર માટે સક્કરબાગમાંજ રાખવામાં આવ્યા છે. જેની હાલત નાજૂક હોવાનું ડીએફઓ રાણાએ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-deer-injured-by-three-dog-in-junagadh-2241229.html

No comments: