Source: Bhaskar News, Khambha | Last Updated 3:15 AM [IST](12/07/2011)
- શિકારી ટોળકીઓ બેરોકટોક કામ પાર પાડે છે
ખાંભામાં અમુક શખ્સો દ્રારા રાત્રીના સમયે સસલા તેમજ તેતરનો બેરોકટોક શિકાર કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે. રાત્રીના સમયે હાથીયા વિસ્તાર, કુંભારગાળા વિસ્તારોમાં શખ્સો નેટ બાંધીને બાદમાં સવારે તેમાં સસલા સહિતના પ્રાણીઓ ફસાઇ જાય છે બાદમાં તેને પકડીને આ શખ્સો દ્રારા મજિબાની માણવામાં આવી રહ્યાંનું કહેવાય રહ્યું છે.
જંગલ વિસ્તારમાં શિકારીઓ ફરી સક્રિય થયા છે. હાલમાં મજુરીકામમાંથી નવરા પડેલા અમુક શખ્સો દ્રારા ખાંભામાં હાથીયા વિસ્તાર, પંપ હાઉસ તરફ, નેસડા નજીક તેમજ કુંભારગાળા વિસ્તારોમાં રાત્રીના સમયે બેરોકટોક સસલા સહિત તેતરોનો શિકાર થઇ રહ્યો છે. દિવસ દરમિયાન આ શખ્સો લોકેશન મેળવી બાદમાં રાત્રીના નેટ બાંધી દે છે.અને સવારમાં આ નેટમાં સસલા સહિતના પ્રાણીઓ ફસાઇ જાય છે. બાદમાં આ શખ્સો પ્રાણીઓને પકડીને લઇ જાય છે.
હાલમાં વરસાદ મોડો હોવાથી જંગલ વિસ્તારમાં લીલુ ઘાસ ઉગ્યું નથી જેથી ત્યારે તૃણભક્ષી પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવેલ વાડી ખેતરોમાં તેમની ભુખ સંતોષવા માટે આવે છે. પરંતુ આવા શખ્સો દ્રારા રાત્રીના નેટ બાંધી પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે.બીજી તરફ થોડા દિવસો ૫હેલા પીપળવા રોડ નજીક હાથીયા ડુંગરાળ વિસ્તારમાં ચાર, પાંચ શખ્સો શિકાર કરી રહ્યાંના સમાચાર વનકર્મીઓને મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ શિકારીઓ ભાગી છુટવામાં સફળ રહ્યાં હતાં.
આ શખ્સો ખાંભાના હોવાનું કહેવાય રહ્યું છે. ખાંભા સહિત આસપાસના વિસ્તારોમાં આવા શિકારી શખ્સો જોવા મળે તો ખાંભાના પર્યાવરણ પ્રેમી હિરેન્દ્રસિંહ રાઠોડ તેમજ જયરાજભાઇ વાળાને જાણ કરવા જણાવાયું છે.જેથી આવા શિકારીઓને પકડી તૃણભક્ષી પ્રાણીઓને બચાવી શકાય.
No comments:
Post a Comment