Tuesday, July 5, 2011

ખાંભામાં એક ભેંસ અને પાડીનું મારણ કરતા ૩ વનરાજો.


ખાંભા તા.૪
ખાંભામાં ગઈ કાલે રાત્રે આવી ચડેલા ત્રણ વનરાજોએ એક ભેંસ અને પાડીના મારણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ખાંભા અને આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી વનરાજોએ આતંક મચાવ્યો છે. ગઈ કાલે ખાંભાના હડિયા કાંઠે રહેતા પ્રકાશભાઈ મધુભાઈ કારેતાના ઘરમાં વાડ ઠેકીને ત્રણ સિંહોએ એક ભેંસ અને એક પાડીનું મારણ કર્યું હતું. ત્રણે ય વનરાજોએ ભેંસ અને પાડીની મિજબાની માણી હતી.
 આ અંગે કસુભાઈ કારેતાએ વન વિભાગને જાણ કરી છે. દુકાન ચલાવી ઘર ચલાવતા પ્રકાશભાઈએ પ૦ હજારની ભેંસ અને પાડીને વનરાજોએ મારી નાખતા આર્થિક નુકસાન થયું છે.
  વધુમાં મળતી માહિતી મુજબ ગામની નજીક આવેલ ગંભીરસિંહ રાઠોડની વાડીમાં ભેંસને જોતા વનરાજો આવ્યા ત્યારે હાકલા પડકારા કરતા સિંહો ભાગી ગયા હતા. આમ હાલ ખાંભાના લીમડીપરાના લોકો અને માલધારીઓમાં વનરાજોના આતંકને લઈને ફફડાટ વ્યાપ્યો છે. વન વિભાગ આ ગરીબ પરિવારને પૂરતુ વળતર ચૂકવે તેવું ગામલોકો ઈચ્છી રહ્યાં છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=304727

No comments: