Source: Bhaskar News, Bhuj | Last Updated 3:44 AM [IST](22/11/2011)
દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ધોળાવીરામાર્ગ પર ફ્લેમિંગો આવીને વસવાટ કરી રહ્યા છે, ત્યારે કોઇ અગમ્ય કારણોસર શિરાતીવાંઢથી અમરાપર વચ્ચે ૩૦થી પ૦ જેટલાં મરેલા ફ્લેમિંગો હાલે મૃત હાલત રઝળે છે. રોડની એકદમ નજીક હોવા છતાંય અને પ્રથમનજરે જ આ મૃતદેહો દેખાય છે છતાં વનખાતા દ્વારા કોઇ તપાસ કે, પગલાં ભરાયાં નથી.
આ વિસ્તારમાં દર વર્ષે ફ્લેમિંગોનો જાણે મેળો ભરાય તેટલા સેંકડોની સંખ્યામાં તેઓ અહીં આવે છે. ત્યારે પ્રવાસીઓ માટે પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુુધી પક્ષી જ પક્ષી દેખાય તેવા દ્રશ્યો જોવાનો લ્હાવો વિનામૂલ્યે મળતો હોય છે. તેવામાં આટલી મોટી સંખ્યામાં એક સાથે મરી ગયેલા ફ્લેમિંગો અંગે ત્વરાએ તપાસ થવી જોઇએ, જેથી તેમની તાદાત જળવાહી રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરખાબ લાખોની સંખ્યામાં આ વિસ્તારમાં આવે છે. આ પ્રજાતિને માનવીય ખલેલ અસર કરતી હોઇ તેને અટકાવવા પગલાં લેવાય તેમજ વન વિભાગ તથા અન્ય એજન્સીઓ આ અકસ્માત મુદ્દે ગંભીર તપાસ કરે તેવી લાગણી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાઇ છે. ભવિષ્યમાં રૂપકડાં આ પંખીઓને જરા સરખી પણ ઇજા ન થાય તેવી લાગણી પણ લોકો દ્વારા વ્યક્ત કરાઇ હતી.
No comments:
Post a Comment