ગીર વિસ્તારોમાં મચ્છરોનો ભયંકર ત્રાસ.
તાલાલા ગીર તા.૨૩
ગીર વિસ્તારમાં ભેજના વાતાવરણના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો
છે. અને મલેરિયા, ડેેન્ગ્યુ જેવા રોગોએ માથુ ઉચકયું છે. તાલાલામાં તેમજ
ગામડાઓમાં અનેક લોકો તાવના રોગચાળામાં સપડાયા છે. સ્થાનિક સોની વેપારીને
ડેન્ગ્યુની અસર થતાં એને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પણ
સારવાર દરમિયાન મોત નીપજતાં આ વિસ્તારમાં આરોગ્ય વિભાગની લાપરવાહી બહાર આવી
છે.
- આરોગ્ય વિભાગ સાવ નિષ્ક્રિય, સફાઈ ઝુંબેશ જરૂરી
શહેરમાં વેરાવળ રોડ પર રહેતા સોની વેપારી કિશોરભાઈ સોનીને
ડેન્ગ્યુની અસર થતાં એને સ્થાનિક સારવાર આપવામાં આવ્યા બાદ તબિયત વધુ નાજુક
બની જતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. એને ચાર દિવસ સુધી
સારવાર આપવામાં આવી હતી. બાદ એનું મોત નીપજતાં સોની સમાજમાં ભારે ગમગીની
ફેલાઈ ગઈ છે. તેમજ તાલાલાના શહેરીજનોમાં આરોગ્યવિભાગની ભયંકર બેદરકારીની
ટીકા થઈ રહી છે.આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ પરિણામલક્ષી કામગીરી કરી
ડેન્ગ્યુના ભરડામાંથી લોકોને બહાર લાવે એવી પ્રચંડ માંગ ઉઠી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=20970
No comments:
Post a Comment