તાલાલા ગીર, તા.૧૪:
તાલાલાથી ચાર કિ.મી. દૂર સાસણ રોડ પર પાંચપીરની દરગાહ પાસે આજે
બપોરે મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને વાહનના ચાલક સહિત સોળ
મુસાફરોને ઈજા થઈ હતી. તે પૈકી ત્રણની હાલત ગંભીર છે. આઠ ઈજાગ્રસ્તોને
જૂનાગઢ તથા કેશોદ ખસેડાયા છે. અકસ્માત સમયે સ્વીફ્ટ કાર પણ અથડાતા તેમાં
ભારે નુકશાન થયું હતું. અકસ્માતના પગલે બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો
હતો.અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે સાસણ રોડ પર આજે બપોરે એક ટ્રકને ઓવરટેઈક કરવાના પ્રયાસમાં ધાવા ગીર ગામની સ્વરાજ મઝદા અને હડમતીયા ગીર ગામની મીની બસ સામસામા ધડાકાભેર અથડાતા મુસાફરોની ચીસોથી હાઈ-વે ગાજી ઉઠયો હતો.
- બન્ને વાહન ચાલકોની હાલત ગંભીર : એક કલાકના અંતે કેબીન તોડી ચાલકોને બહાર કઢાયા
આ અકસ્માતમાં ૧૬ મુસાફરોને ઈજા થઈ હતી. જેમાં રતીલાલ પ્રેમજીભાઈ દુધાત્રા (ઉ.વ.૪૫) રહે.સુરવા ગીર, રાજેશભાઈ મનસુખભાઈ માકડીયા (ઉ.વ.૩૦) રહે.ધાવા ગીર, હરેશભાઈ કાનજીભાઈ ત્રાડા (ઉ.વ.૩૦) રહે.હડમતીયા ગીર, જેંતી હીરાભાઈ (ઉ.વ.૧૪) રહે.જસાધાર, ભરત દેવરાજભાઈ વાળા (ઉ.વ.૧૮) રહે.જસાધાર, હવાબેન વજીર મહમદ બ્લોચ (ઉ.વ.૫૦) રહે. સાસણને તાલાલાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા.
જયારે બાપા સીતારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ પૈકી ધીરૂભાઈ નાથાભાઈ ચુડાસમા (ઉ.વ.૪૯) રહે.રમળેચી ગીર તથા કાંતાબેન ધીરૂભાઈ ચુડાસમા (ઉ.વ.૪૨) રહે.રમળેચી ગીરને ફ્રેક્ચર હોય વધુ સારવાર માટે કેશોદ રિફર કરવામાં આવ્યા હતા.
ઉપરાંત ગિરીશભાઈ કાદરભાઈ મકરાણી (ઉ.વ.૨૨) રહે.સાસણ ગીર, સુંદરભાઈ ભાનુભાઈ ભુંડલાણી (ઉ.વ.૫૦) રહે.જૂનાગઢ, પ્રકાશભાઈ કાનજીભાઈ ત્રાડા (ઉ.વ.૪૦) રહે.હડમતીયા ગીર, મંજુબેન રતીલાલ દુધાત્રા (ઉ.વ.૪૦), રહે.સુરવા ગીર, રસીકલાલ જેંતીભાઈ કણસાગરા (ઉ.વ.૨૨) રહે.ધાવા ગીર, જેંતીભાઈ એમ.ભુવા (ઉ.વ.૫૮) રહે.જૂનાગઢ, જેંતીભાઈ કાંતીભાઈ જોટણીયા (ઉ.વ.૬૫) રહે.જૂનાગઢ, ભાનુબેન શંભુભાઈ સાવલીયા (ઉ.વ.૫૫)ને તાલાલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.પોલીસે બન્ને વાહનચાલક વિરૂધ્ધ બેફિકરાઈ અને ગફલતભરી રીતે વાહન ચલાવી માનવ જીંદગી જોખમાવવા અંગે ગુનો દાખલ કર્યો છે.
૧૦૮ના તબીબોએ કેબીનની અંદર સારવાર પહોંચાડી
તાલાલા : સાસમ રોડ પર બનેલા આ ત્રિપલ અકસ્માતમાં મુસાફરોને
ચીસાચીસ કરી મૂકી હતી. બનાવની જાણ થતાં ૧૦૮ના તબીબોએ વાહનની કેબીનમાં અંદર
જઈને ફસાયેલા લોકોને સારવાર આપી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
બન્ને વાહનો વચ્ચે સ્વીફ્ટ ઘૂસી જતાં નુકસાન
તાલાલા : અકસ્માત સમયે જૂનાગઢ તરફથી આવી રહેલી સ્વીફ્ટ કાર
નં.જીજે.૧૧.એસ.૩૦૬૭ અકસ્માત ગ્રસ્ત બન્ને વાહનો વચ્ચે ઘૂસી જતાં કારને ભારે
નુકસાન થયું હતું.Source: http://www.sandesh.com/article.aspx?newsid=18143
No comments:
Post a Comment