અમરેલી,તા.૧ર :
ધારી ગીર પૂર્વના ખજુરીનેસ જંગલ વિસ્તારમાં રાતના સમયે મેટીંગ
પીરીયડમાં સિંહને તાબે નહીં થનાર એક પુખ્ત વયની સિંહણને સિંહે પાંસળીઓ
ભાંગી નાખી પતાવી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વન વિભાગે મૃત સિંહણનો
કબ્જો લઈ પી.એમ.કરાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.- ધારીના ખજુરીનેસ જંગલ વિસ્તારની આઘાતજનક ઘટના
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ૧ર દિવસ પહેલા પાણીયા રેન્જમાં સેમરડીના જંગલ વિસ્તારમાં ત્રણ સિંહોએ એક સિંહણને પતાવી દીધી હતી.
ધારી પૂર્વ ગીર વિભાગમાં ઈનફાઈટમાં બે સિંહણના અને ધોકડવાની સીમમાં વીજશોકથી એક મળી ૨૧ દિવસમાં ત્રણ સિંહણના મોત થયા છે. થોડા દિવસો અગાઉ દલખાણીયા પશ્ચિમ રેન્જમાં સેમરડી વિસ્તારમાં ઈનફાઈટમાં એક સિંહણનું મોત થયું હતું. બાદમાં ધોકડવામાં વીજ આંચકો લાગવાથી એક સિંહણનું મોત થયું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=17476
No comments:
Post a Comment