Friday, December 2, 2011

અંતે મીતીયાળા અભયારણમાં ગેરકાયદે ઘાસ કટીંગ અટક્યું.


ખાંભા, તા.૧
ખાંભા નજીકના મીતીયાળા અભ્યારણમાં ગેરકાયદે ઘાસ કટીંગ અંગેના સંદેશ’માં અહેવાલ પ્રસિધ્ધ થયાં બાદ વન વિભાગે પગલાં લેતા ઘાસ કટીંગ અટકી ગયું છે તેમજ લાકડાની ચોરી પણ અટકી ગઈ છે.
  • સંદેશ’માં અહેવાલ પ્રસિધ્ધ થયાં બાદ
  • વન વિભાગ દ્વારા બીટ ગાર્ડની નિમણૂંક સહિતના પગલાં
મીતીયાળા અભ્યારણમાં મોટા પાયે ગેરકાયદે ઘાસ કટીંગ થઈ રહ્યાં અંગે થોડા સમય પહેલા સંદેશમાં અહેવાલ પ્રસિધ્ધ થતાં વન વિભાગ તંત્ર સફાળુ જાગ્યું હતુ અને ઘાસ કટીંગ અટકાવી પગલાં લેવાનું શરૂ થયું છે. વન વિભાગ દ્વારા નવા બીટગાર્ડની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત દિવસ અને રાત્રીના રોન શરૂ કરવામાં આવી છે. જંગલના ગેટના દરવાજા બંધ રાખવામાં આવે છે.
આ પગલાં કારણે ગેરકાયદે ઘાસ કટીંગ બંધ થતાં મુંગા પશુઓને માટે ઘણું ઘાસ બચી જશે. આ ઉપરાંત જંગલમાં ઘુસી લાકડાની ચોરી પર પણ રોક આવી ગઈ છે ત્યારે વન વિભાગ દ્વારા કાયમી ધોરણે આવી કડક કામગીરી થતી રહે તેવી લોકોની માગણી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=13826

No comments: