ખાંભા, તા.૧૮ :
ગીરની બોર્ડર પર આવેલા નેસડી ગામમાં છેલ્લા દસ દિવસથી આવી
પહોંચેલી સિંહ ત્રિપુટીએ ત્રણ પશુના મારણ કરી ગામમાં ભયનો માહોલ ઉભો કરી
દીધો છે. અધૂરામાં પુરૃં હોય તેમ એક દીપડાનું પણ આગમન થયું છે. આ ગામ અને
તેના સીમાડાને સિંહ ત્રિપુટી તથા એક ખૂંખાર દીપડાએ બાનમાં લીધા છે.- અધૂરામાં પુરૃં ખૂંખાર દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ
ગામના સીમાડે રાતના સતત સિંહ ત્રિપુટીની ત્રાડો સંભળાતા રહેતા ખેડૂતો વાડીએ રાતવાસો કરવા કે મોલને પાણ આપવા જવામાં પણ ડર અનુભવી રહ્યા છે. બપોરના ખેતરે ભાત દેવા જતાં ભથવારીઓ પણ ડરી રહી હોય કોઈ જણને જ બાઈક પર ખેતરે કામ કરતાં શ્રમિકો માટે ભાત લઈને જવું પડે છે તેમજ ચા-પાણી, દૂધ અને ખાંડ તો સવારથી જ સાથે લઈ જાય છે.
સાવજનો આતંક ઓછો હોય તેમ છેલ્લા બે-ત્રણ દિવસથી એક ખૂંખાર દીપડો પણ સીમમાં આવી ચઢયો છે. સિંહના ભયથી પશુપાલકોએ ઢોર-ઢાંખરને ગામ બહાર કાઢવાનું જ બંધ કરી દેતા આ દીપડાના ભાગે શિકાર નહીં આવતા એ ભુરાટો થયો છે. સીમ-વગડે એકલ દોકલ નીકળતાં ખેડૂતો પાછળ દાટ મુકી રહ્યો છે. આના કારણે સીમમાં જવા માટે પણ ખેડૂતો-માલધારીઓએ પાંચ-છ જણના સમૂહમાં સાથે નીકળવું પડે છે.આમ, નેસડી ગામ અને તેના સીમાડાને સિંહ ત્રિપુટી તથા દીપડાએ બાનમાં લીધા છે.
નેસડીની મહેમાનગતિ માણી રહેલા કપિરાજ
ખાંભા, તા.૧૮ : નેસડી ગામની સીમમાં સિંહ ત્રિપુટી અને
દીપડાએ તો સપ્તાહથી ધામા નાંખ્યા છે. તેમાં એક વાનર પણ આવી ચડયો છે. આ કપી
જાણે કે યાત્રાએ નીકળ્યો હોય તેમ ગામમાં રામજી મંદિર, હનુમાન
મંદિરે દર્શન કરી રાત્રે ખોડિયાર મંદિરના ઘેધૂર વડલામાં રાતવાસો કરે
છે. ગ્રામજનનો ધાર્મિક વૃત્તિના કપિરાજમાં હનુમાનજીનું સ્વરૂપ નિહાળતા હોય
તેને ફળફળાદિ અને ભાતભાતનું ખાવાનું આપી રહ્યા છે અને કપિરાજ પણ પોતાના
ભકતોની સારી એવી મહેમાનગતિ માણી રહ્યા છે.Source: http://www.sandesh.com/article.aspx?newsid=19380
No comments:
Post a Comment