Friday, December 2, 2011

તાર ફેન્સીંગની યોજના સરકાર દ્વારા બંધ કરાતાં ખેડૂતોને મુશ્કેલી.


ધારી, તા.૨:
ખેડુતોના પાકોને રક્ષણ માટે ખેતર-વાડીની ફરતે તાર ફેન્સીગની સબસીડીવાળી યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હતી તે રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ યોજના ચાલુ કરવા કોંગ્રેસના યુવા અગ્રણીએ રજુઆત કરી છે.
  • ખેડૂતોના હિત ખાતર યોજના ચાલુ કરવા કોંગ્રેસનાં યુવા અગ્રણીઓની માગણી
આપણો દેશ ખેતી પ્રધાન હોવાથી ખેડુતોના પાકના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેતર-વાડીને તાર ફેન્સીંગ યોજના અમલમાં મુકી હતી. આ યોજના જંગલ ખાતાને સોંપવામાં આવી હતી. ખેડુતોના પાકનું જંગલી પશુઓથી રક્ષણ થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે ૫૦ ટકા સબસીડીવાળી તાર ફેન્સીંગ યોજના અમલમાં મુકી જંગલ ખાતાને સોંપી હતી. પણ, આ યોજના રાજ્ય સરકાર ખ્વારા બંધ કરતા ખેડુતોને નુકશાન થઈ રહ્યું છે.
હાલ, નિલગાય, ભુંડ અને અન્ય પશુઓ દ્વારા પાકને નુકશાન થઈ રહ્યાં છે.
તેમાંયે જંગલ વિસતારની આજુબાજુના ગામડાઓમાં તો ખુબ મોટું નુકશાન થઈ રહ્યાં છે.પાકનું રખોપુ કરવા ખેડુતોને રાત્રિના સમયે સી વગડામાં રહેવું પડે છે. આમ છતાં પશુઓના ટોળા નુકશાન કરતા રહે છે ત્યારે કેન્દ્ર સરકારની આ યોજનામાં પ૦ ટકાને બદલે ૭૫ ટકા સબસીડી આપી રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવા યુવા કોંગ્રેસના મંત્રી બીપીનભાઈ કોટડીયાએ રાજ્યનાં કૃષિ મંત્રીને રજૂઆત કરી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=14080

No comments: