Bhaskar News, Amreli
Apr 15, 2015, 11:07 AM IST
અમરેલી: અમરેલી જિલ્લામાં માવઠાને કારણે કેસર કેરીની ખેતી કરતા
ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. જાફરાબાદ, ધારી, ખાંભા અને
સાવરકુંડલા પંથકમાં છેલ્લા બે દિવસમાં થયેલા માવઠાના કારણે ખુબ મોટા
પ્રમાણમાં કેરી ખરી પડી છે. બીજી તરફ કરા પડવાના કારણે આગામી એકાદ સપ્તાહ
સુધી કેરી ખરાબ થતી રહેશે તેવુ ખેડૂતવર્ગનું કહેવુ છે. બે દિવસમા એટલા મોટા
પ્રમાણમાં કેરી ખરી પડી હતી કે સાવરકુંડલાની બજારમાં રૂ. એકથી લઇ પાંચ
રૂપિયે કિલોના ભાવે કેરી વેચાઇ હતી.
જિલ્લામાં માવઠાથી કેસરના પાકનો કચ્ચરઘાણ : ખેડૂતોને કેરી વીણવાનો ખર્ચ માથે પડ્યો
આકાશમાંથી થયેલી બરફવર્ષા અને ભારે પવન અને વરસાદને પગલે આંબાવાડીઓમાં
ખરી પડેલી કાચી કેરીની રીતસર પથારી થઇ ગઇ છે. બીજી તરફ એટલા મોટા
પ્રમાણમાં કેરી ખરી પડી છે કે બજારમાં ખેડૂતોને તેનુ કોઇ લાંબુ વળતર મળતુ
નથી અને કેરી વીણવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. સાવરકુંડલાની બજારમાં આજે
મોટા પ્રમાણમાં આવી ખરી પડેલી કેરી વેચાવા માટે આવી હતી. માલના ભરાવાના
કારણે ખેડૂતોની આ કેરી બજારમાં માત્ર રૂ. એકથી લઇ પાંચના કિલોના ભાવે વેચાઇ
હતી. કરા અને વરસાદના કારણે હજુ આગામી એકાદ સપ્તાહ સુધી આંબાવાડીઓમાં કેરી
ખરતી રહેશે તેવુ ખેડૂતવર્ગનુ કહેવુ છે. ખાંભા, ધારી, સાવરકુંડલા,
જાફરાબાદ, અમરેલી પંથકના ખેડૂતોને કેસર કેરીની ખેતીમાં માથે હાથ દઇને
રોવાનો વારો આવ્યો છે.
ખરી પડેલી કેરીના બજારમાં ઢગલે ઢગલા આ અંગે વાંચવા આગળ ક્લિક કરો..
છેલ્લા બે દિવસમાં માવઠાના કારણે કેરીનો સોથ વળી જતાં સાવરકુંડલા સહિત
અનેક શહેરમાં કાચી કેરીના બજારમાં ઢગલા જોવા મળ્યા હતા. અને જે કાચી
કેરીનો ભાવ થોડા દિવસો પહેલા આસમાને પહોંચ્યો હતો તે ગગડીને એક થી પાંચ
રૂપિયે કિલો વહેંચાઇ હતી.
બોકસનો ભાવ એક હજાર રહેશે ?
કેસર કેરીનો ભાવ હાલમા ઘણો ઉંચો છે. જો કે દર વર્ષે ભરપુર સિઝનમાં કેસર કેરીના ભાવ નીચા જાય છે પરંતુ ઓણસાલ ખરાબ હવામાનના કારણે કેસરને મોટુ નુકશાન થયુ હોય ભરપુર સિઝનમા પણ બોકસનો ભાવ
રૂ.એક હજાર આસપાસ રહે તો નવાઇ નહી તેવુ ખેડૂતવર્ગનુ કહેવુ છે.
કેસર કેરીનો ભાવ હાલમા ઘણો ઉંચો છે. જો કે દર વર્ષે ભરપુર સિઝનમાં કેસર કેરીના ભાવ નીચા જાય છે પરંતુ ઓણસાલ ખરાબ હવામાનના કારણે કેસરને મોટુ નુકશાન થયુ હોય ભરપુર સિઝનમા પણ બોકસનો ભાવ
રૂ.એક હજાર આસપાસ રહે તો નવાઇ નહી તેવુ ખેડૂતવર્ગનુ કહેવુ છે.
200 મણ કેરીનું નુકસાન- ઉકાભાઇ ભટ્ટી
ધારી તાલુકાના દિતલા ગામના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ જણાવ્યું હતુ કે તેમની આંબાવાડીમા બસો મણ કાચી કેરીનુ નુકશાન થયુ છે. મારી વાડીમાં આંબાની 144મી કલમ છે. 15 આંબામા તો પાક સંપુર્ણ સાફ થઇ ગયો છે. હવામાન જોતા માંડ 10 થી 15 ટકા ઉત્પાદનની શકયતા છે
કયાં કયાં ગામોમાં કેસરને નુકસાન ?
જાફરાબાદના નાગેશ્રી વડ પંથકમાં, સાવરકુંડલાના ઝીંઝુંડા, પીઠવડી, પિયાવા, સેંજળ, મેવાસા, હાથસણી, કાનાતળાવ, ધારી પંથકના દલખાણીયા, ઝર, મોરઝર, દિતલા, ધારગણી, કરજાળા, કરેણ, ખાંભા પંથકના સમઢીયાળા વિગેરે ગામોમાં કેસરની ખેતીને નુકશાન થયુ છે.
No comments:
Post a Comment