મેંદરડા :
Bhaskar News. Mendarda
Apr 13, 2015, 10:38 AM IST
Apr 13, 2015, 10:38 AM IST
મેંદરડાનાં ખડપીપળી ગામે ગોરબાપાનું ઘર ચકલીઓનું
અભયારણ્ય બન્યું છે. ચકલીઓ ઘરમાં ગમે ત્યાં માળા બાંધે છે અને પરિવાર તેની
વ્યવસ્થા સાથે પુરતી સંભાળ રાખે છે.
- ઘર અને આંગણામાં 45 માળાઓમાં રહે છે ચકલીઓ : પરિવાર માળા સહિતની વ્યવસ્થા સાથે સંભાળ રાખે છે
- છેલ્લા 20 વર્ષથી ચકલીઓ સાથે બંધાઈ ગયો છે નાતો
- છેલ્લા 20 વર્ષથી ચકલીઓ સાથે બંધાઈ ગયો છે નાતો
ખડપીપળી ગામે રહેતા ગોરબાપા ઇશ્વરલાલ મનસુખલાલ ભટ્ટનું ઘર ચકલી બચાવની સમાજને પ્રેરણા આપી રહયું છે. ઘરમાં ઠેર-ઠેર ચકલીઓ માળા બાંધી રહે છે અને તેની પુરતી સારસંભાળ રખાય છે. ઘર અને આંગણામાં 45 જેટલા માળામાં ચકલીઓ રહે છે. પરિાવરની સવાર ચકલીઓના કલરવથી શરૂ થાય છે. ગોરબાપા ભાત નાંખે ત્યારે ચકલીઓ ઝુંડમાં આવી જાય છે. ગોરબાપા અને તેમના પરિવારને 20 વર્ષથી ચકલીઓ સાથે એવો લાગણીનો સંબંધ બંધાય ગયો છે કે, અગાઉ દાત્રાણા ગામે રહેતા ત્યારે પણ તેમનાં ઘરમાં ચકલીઓનાં માળા જોવા મળતા. પરિવારની મહિલાઓ રસોડામાં રસોઇ બનાવવા લોટ બાંધતી હોય ત્યારે ચકલીઓ ત્યાં આવી ચીં..ચીં.. કરી મુકતી અને લોટની ગોળીઓ બનાવીને ન આપે ત્યાં સુધી ત્યાંથી જતી નહીં. આમ આ પરિવાર આજે લુપ્ત થઇ જઇ રહેલી ચકલીઓને બચાવવા સમાજને અનોખું ઉદાહરણ પુરૂ પાડી આપણને પણ માનવતાનો સંદેશો પૂરો પાડતા ગોરબાપા.
માળાઓનું પણ વિતરણ કરશે
ગોરબાપાનો આ પક્ષી પ્રેમ જોઇ અમરેલીનાં પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ દ્વારા માળા અપાશે અને તેમનાં ઘરેથી લોકોને વિતરણ કરાશે.
ઊનાળામાં પણ પંખા બંધ રાખે છે
ઘરમાં માળા હોવાથી ચકલીઓ ઘાયલ ન થાય તે માટે આ પરીવાર ઊનાળામાં પણ પંખા બંધ રાખે છે.
No comments:
Post a Comment