- Bhaskar News, Mendarda
- Apr 27, 2015, 11:22 AM IST
- દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે
- ખેડૂત પુત્રએ એમએસસી મધમાખી પર જ કર્યું
મેંદરડાનાં આલીધ્રા ગામે રહેતા ખેડૂત જેન્તીભાઇ સાવલીયા ચાર વર્ષ પહેલા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવતા મનમોહનભાઇ બી. પટેલનાં સંપર્કમાં આવેલ અને તેઓનાં માર્ગદર્શનથી પોતાની વાડીમાં ઉછેર કેન્દ્ર શરૂ કરી 150 જેટલી કૃત્રિમ મધપુડાની પેટીઓમાં દર વર્ષે 2200 કિલો જેટલું મધ ઉત્પન્ન કરે છે. મધની સાથો સાથ ખેતીની ઉપજમાં પણ 30 થી 40 ટકાનો વધારાનો ઉતારો મેળવી સમજણપૂર્વક ખેતી કરી આવકમાં વધારો કરી રહયાં છે.
અત્રે ઉલ્લેખનિય બની રહેશે કે, મનમોહનભાઇનાં પિતા બાબુભાઇએ 1977માં મધ ઉછેર કેન્દ્ર શરૂ કરેલ. જયારે મનમોહનભાઇએ ધો.7 થી એમએસસી, બીએડ સુધી ફકત મધમાખીઓ પર જ અભ્યાસ કરી પિતાનાં આ વ્યવસાયમાં જોડાઇ ઉછેર કેન્દ્રને વધુ આધુનિક બનાવ્યું છે. તેઓ અન્ય ખેડૂતોને પણ મધ ઉછેર કેન્દ્ર માટે પ્રોત્સાહિત કરે છે. સાથે આજે પુરક ખેતીનું સુંદર મજાનું ઉદાહરણ આ પરિવારે સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યું છે.
1 comment:
Hitesh Prajapati
મરે તમને મળવું છે. અથવા તમારી સાથે વાત કરવી છે. આ મધમાંખી ઉછેર માટે હુ તમારી સલાહ લેવા માંગુ છું. મારો મોબાઇલ નં 9033605683 or 9558364098 છે. મહેરબાની કરીને મને સલાય આપો.
મારુ વતન લવારપુર તા.જી. ગાંધીનગર છે. પીન કોડ નં- ૩૮૨૩૫૫
Post a Comment