DivyaBhaskar News Network | Nov 28, 2016, 05:00 AM IST
ઊનાનાં ધારાસભ્ય રજુઆત કરશે, ખેડુતો સાથે બેઠક કરી નિર્ણય લીધો
ઇકોસેન્સેટીવ ઝોનનો કાળો કાયદો જંગલ બોર્ડરનાં ગામોને વિપરીત અસર કરનાર
હોય નાઘેર પંથકમાં તેનો ઉગ્ર વિરોધ થઇ રહયો છે. ત્યારે આવતીકાલે સરકારે
ગાંધીનગરમાં બેઠક બોલાવી હોય ઊનાનાં ધારાસભ્ય અસરકારક રજુઆત કરનાર છે.
કેન્દ્ર સરકારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ, પાણીયા વન્યજીવ આમ ત્રણ
પ્રકારનાં અભયારણ હેઠળ ગીરપંથકનાં વિસ્તારોને ઇકોસેન્સેટીવ ઝોન હેઠળ આવરી
લેવા જાહેરનામું પ્રસિધ્ધ કરતાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાનાં જંગલ
બોર્ડર નજીક આવતાં 291 જેટલા ગામોને તેની વિપરીત અસર થનાર હોય ભારે વિરોધ
વંટોળ ઉઠવા પામ્યો છે. આવતીકાલે રાજય સરકારે ગાંધીનગરમાં મુદ્દે બેઠક યોજેલ
છે ત્યારે રવિવારે કોંગ્રેસનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશે ઊના - ગીરગઢડા
પંથકનાં 40 ગામનાં આગેવાનો, ખેડુતો સાથે બેઠક યોજી હતી. 40 ગામો ઇકોઝોન
હેઠળ આવે તો કાયમી માટે જંગલ ખાતાનાં જડ નિયમોનો ભોગ બનવું પડે તેમ છે. ગીર
સંરક્ષીત હેઠળનાં વિસ્તારોની જીપીએસ લોકેશન યંત્ર દ્વારા માપણી કરાઇ છે
અને ઊના, ગીરગઢડા, વિસાવદર, માળિયા, મેંદરડા, તાલાલા, કોડીનાર, જાફરાબાદ,
ખાંભા, સાવરકુંડલા, ધારી તાલુકાનાં ગામો 5 થી 10 કિમી અંતરનાં તમામ જંગલને
અડીને આવેલા છે. તમામ રાજકીય પક્ષનાં લોકો કાળા કાયદા સામે નારાજગી બતાવી
રહયાં છે.
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment