રાજુલા: અનુસાર વઢેરા ગામે રહેતા સતાર શાહ હસન શાહ શેખ નામના
ફકિર યુવાન વઢેરા નજીક આવેલ જગતપીરની જગ્યામા પુજારી છે. તેઓ ગત
મોડીરાત્રીના જગતપીરની જગ્યાએથી ધાર્મિક પ્રસંગ પતાવી પરત ફરી રહ્યાં હતા
ત્યારે અવાવરૂ જગ્યાએ તેના પર ખુની હુમલો થયો હતો. સતાર શાહને માથાના ભાગે
ઇજા થતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ.
અગાઉ સતાર શાહે અમને કહેલુ કે આ વિસ્તારમા દિપડો આંટાફેરા મારે છે
બાદમાં
આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરવામા આવતા જાફરાબાદ પોલીસ અને
વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બાદમા
મૃતકની લાશને પીએમ માટે જાફરાબાદ દવાખાને ખસેડાઇ હતી. અહી મૃતકના પત્ની
તેમજ બે દિકરીઓ અને પુત્રએ પોલીસને આપેલા નિવેદનમા જણાવ્યું કે દિપડા
દ્વારા તેમના પર હુમલો થયો છે.અગાઉ સતાર શાહે અમને કહેલુ કે આ વિસ્તારમા
દિપડો આંટાફેરા મારે છે જેથી ધ્યાન રાખીને પસાર થવુ. અહી તબીબે પોસ્ટમોર્ટમ
કરી જણાવ્યું હતુ કે તેમને માથાના ભાગે પંજાના નિશાન હોવાનુ પોલીસને
જણાવ્યુ હતુ.
વન્યપ્રાણીના કોઇ સગડ નથી- આરએફઓ
રાજુલાના
આરએફઓ ધાંધીયાએ જણાવ્યું હતુ કે અમારી ટીમ દ્વારા તપાસ કરવામા આવી હતી.
અહી વન્યપ્રાણીના કોઇ સગડ મળ્યાં નથી. આ પોલીસની તપાસનો વિષય છે. કોઇ
તિક્ષણ હથિયારના નિશાન હોય શકે.
વનતંત્રનો સ્ટાફ પણ અમારી સાથે હતો
PI
જાફરાબાદના ઇન્ચાર્જ પીઆઇ દશરથસિંહ વાઢેરે જણાવ્યું હતુ કે બનાવ બન્યો
ત્યારે વનવિભાગનો સ્ટાફ પણ અમારી સાથે હતો. ગામ લોકો દ્વારા પણ જણાવાયું
હતુ કે વન્યપ્રાણીઓએ હુમલો કર્યો છે. તેના પરિવારે પણ જણાવ્યું હતુ અને
તબીબે પણ વન્યપ્રાણીનો હુમલો હોવાનુ અને પંજાના નિશાન હોવાનુ જણાવ્યું હતુ.
No comments:
Post a Comment