અમરેલી:
ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી
રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા તો અવારનવાર સાવજો
માર્ગ પર આવી જાય છે. ત્યારે ધારી તાબાના નાની ધારીથી તાતણીયા જવાના કાચા
માર્ગ પર આવુ જ એક દ્રશ્ય જોવા મળ્યું અહી એક સિંહણે સવારથી સાંજ સુધી આ
માર્ગ પર અડિંગો જમાવ્યો હતો.
ગીરપુર્વ તુલશીશ્યામ
રેંજના રેવન્યુ વિસ્તારમા નાની ધારીથી તાતણીયા જવાના કાચા માર્ગ પર એક
સિંહણે અડિંગો જમાવ્યો હતો. આ સિંહણ સવારથી સાંજ સુધી અહી બેઠી રહી હતી. આ
અંગે વનવિભાગને જાણ થતા ધારી વનવિભાગના ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી અને
એસીએફ પ્રિયંકા ગેહલોતના માર્ગદર્શન હેઠળ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે રવાના થઇ
હતી.
રેસ્કયુ ટીમના ડો.હિતેષ વામજા, આરએફઓ
બી.બી.વાળા, હરદિપભાઇ વાળા, વનરાજભાઇ ધાધલ વિગેરે અહી દોડી ગયા હતા.
વનવિભાગને પ્રથમ દ્રષ્ટિએ એવુ જણાયુ હતુ કે આ સિંહણ બિમાર હશે પરંતુ કોલર
આઇડી વાળી આ સિંહણની તપાસ કરતા તે સ્વસ્થ જણાઇ હતી. બાદમાં વનવિભાગના
સ્ટાફે સિંહણને જંગલ તરફ ખસેડી હતી. જેને પગલે લોકોએ રાહત અનુભવી હતી.
No comments:
Post a Comment