વેરાવળઃ લુપ્ત થતી દરીયાઇ પ્રજાતી વ્હેલ શાર્ક ના સરંક્ષણ અને
સંવર્ઘન અભિયાન અર્તગત વનવિભાગ દ્વારા કાર્યક્રમ ગીર સોમનાથના સુત્રાપાડા
મુકામે યોજાયો હતો.વિદેશ માથી સૈારાષ્ટ્રના સાગરકાંઠે પ્રજનન માટે આવતી
વ્હેલ શાર્કની મોટી માત્રામાં માછીમારીના પગલે લુપ્ત થતી પ્રજાતી માં
સમાવેશ થાય છે. સુત્રાપાડાના સાગરતટે બાળકોએ ૧૦૦ થીવઘુ વ્હેલ શાર્કના રેત
શિલ્પ તૈયાર કરી અભિયાન માં સહભાગી બન્યા હતા.
વ્હેલ શાર્ક
સમગ્ર વિશ્વ માં સૌથી મોટી પ્રજાતીની માછલી ગણાય છે. ખાસ કરીને ડીસેમ્બરથી
માર્ચ સુઘીના સમયગાળામાં આ વિદેશી દરીયાઇ પ્રજાતીની માછલી સૌરાષ્ટના
દરિયાકિનારે પ્રજનન માટે પ્રતિવર્ષ આવે છે પરંતુ વર્ષ ર૦૦૧ પહેલા
મોટીમાત્રામાં આ માછલીના શિકારના પગલે ઘીમે ઘીમે આ દરીયાઇ પ્રજાતી લુપ્ત
થવાના આરે આવી જતાં ભારત સરકાર દ્વારા વ્હેલ શાર્કને શેડયુલ વનના પ્રાણી
માં સમાવેશ કરી તેના સંવર્ઘન અને સંરક્ષણ માટે મહા અભિયાન હાથ ઘરેલું.
જેમાં સ્થાનીક માચ્છીમાર સમુદાયનો સહકાર જરૂરી બન્યો હતો. વર્ષ ૨૦૦૭ માં
પ્રખર રામાયણી મોરારીબાપુએ આ અભિયાન અંર્તગત એક જાહેર કાર્યક્રમ યોજી વ્હેલ
ને વ્હાલી દીકરી નો દરજજો આપી તેના રક્ષણ માટે માચ્છીમાર સમુદાયને આહવાન
કરેલ હતું. જેને માચ્છીમાર સમુદાયે હોંશે હોંશે આવકારી વ્હેલ શાર્ક ના બચાવ
અભિયાન માં સહભાગી બન્યા હતા.
No comments:
Post a Comment