ધારીઃધારી
નજીક આવેલ આંબરડી પાર્કનુ તમામ કામ પુર્ણ થઇ ગયુ છે. સફારી પાર્કમા આવતી
પબ્લિક માટેનુ બહારની સુવિધાનુ કામ પુર્ણ થયા બાદ આ પાર્ક શરૂ થઇ શકશે.
હાલમા જે ઓથોરીટીને તેની મંજુરી માટેની ફી પણ ભરપાઇ થઇ ગયેલ છે ત્યારે આ
પાર્ક તાકિદે શરૂ કરવામા આવે તેવી બજરંગ ગૃપ દ્વારા રજુઆત કરવામા આવી છે.
ધારી બજરંગ ગૃપના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી દ્વારા કરવામા આવેલી રજુઆતમા
જણાવાયું છે કે આંબરડી સફારી પાર્કનુ તમામ કામ પુર્ણ થઇ ગયુ છે.
પબ્લિક માટેની સુવિધા પ્રવાસન નિગમ દ્વારા કરવામા આવતી હોવાથી આ સુવિધા તાત્કાલિક કરવામા આવે તે જરૂરી છે. આ સફારી પાર્કમા કોનુ ગ્રહણ લાગ્યુ તે સમજાતુ નથી. જયારે પાર્કનુ કામ શરૂ કરવામા આવ્યું ત્યારે પબ્લિક માટેની સુવિધા ઉભી કરવાની ખબર નહોતી ω કે પછી આવા પ્રશ્નો ઉભા કરીને ખોટો સમય કાઢવામા આવી રહ્યો છે તેવા પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વધુમા જણાવ્યું હતુ કે ધારીના વિકાસના દ્વાર ખોલનારા સફારી પાર્કમા રોડા નાખવામા આવી રહ્યાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કરવામા નહી આવે તો બજરંગ ગૃપ દ્વારા ગામ સમસ્ત આંદોલન કરી ગામ બંધનુ એલાન તેમજ ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજાશે.
No comments:
Post a Comment