અમરેલીઃઅમરેલીમાં આજે રાજ્યના કૃષિમંત્રી વી.વી. વઘાસીયાએ
જણાવ્યુ હતું કે સરકાર દ્વારા કૃષિપાકની સુરક્ષા માટે અલગ અલગ યોજનાઓ થકી
રૂા. 750 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે. તાજેતરમાં કેબીનેટની બેઠકમાં આ
નિર્ણય લેવાયો હતો.કૃષિરાજ્યમંત્રી વઘાસીયાએ જણાવ્યુ હતું સરકારે ખેડૂતોને
કાટાળા તારની વાડની યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂા. 750 કરોડની સહાય આપવાનો
નિર્ણય કર્યો છે.
રનીંગ મીટરના હાલના રૂા. 219ના દરને બદલે તે વધારીને રૂા. 300 કરવાનો પણ નિર્ણય કરાયો છે. વળી વાડના નિચેના ભાગમાં જાળીની જોગવાઇ કરાતા હવે રોઝ અને ભુંડ બન્નેનો ત્રાસ અટકાવવામાં પણ સહાય મળશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે હવેથી અરજીઓ જુથમાં પણ સ્વીકારવામાં આવશે. જેનો વિસ્તાર 30 હેક્ટરથી વધારે હોવો જોઇએ. તેમણે જણાવ્યુ હતું કે આ અરજીઓને તાત્કાલીક મંજુરી આપવાની પધ્ધતિ પણ અપનાવાશે. સામુહીક અરજીઓમાં અનુજાતી અને અનુ જનજાતીના 50 ટકાથી વધારે લાભાર્થી હશે તો સામુહીક સહાયનુ ધોરણ 80 ટકા રહેશે. જ્યારે અન્ય કિસ્સામાં સામુહીક સહાયનું ધોરણ 50 ટકા રહેશે.
No comments:
Post a Comment