જૂનાગઢઃ
ગિરનાર રોપ-વેને તમામ તબક્કે મંજૂરી મળી જતાં હવે ઉષા બ્રેકો કંપની દ્વારા
આવતીકાલ તા. 22 નવે. થી જમીન પરની કામગિરી શરૂ કરવામાં આવનાર છે. જેમાં
રોપ-વેનાં કેબલ માટેનાં જંગલમાંથી પસાર થતા ટાવર, લોઅર સ્ટેશન, અપર સ્ટેશન,
વગેરે અનેક બાબતોનો સર્વે કરવામાં આવશે.
આ અંગેની વિગતો આપતાં ઉષા બ્રેકોનાં ગિરનાર રોપ-વે માટેનાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ દિનેશ નેગીએ જણાવ્યું હતું કે, આવતીકાલ તા. 22 નવેમ્બરે સવારે 6 વાગ્યાથી આ કામગિરી શરૂ કરી દેવામાં આવશે. આ માટે અમારો સ્ટાફ અને અમે રોપ-વેનો જેની પાસેથી ટેક્નીકલ સપોર્ટ લેવાનાં છીએ એ ઓસ્ટ્રિયાની કંપની ડોપલમેરનાં અધિકારીઓ પણ જૂનાગઢ આવી ગયા છે. આ એક પ્રકારનો ટેક્નીકલ બાબતોને લગતો સર્વે છે. જેમાં ટોપોગ્રાફિકલ બાબતોનો પણ સમાવેશ થાય છે. આ સર્વેનાં આધારે આગળની કામગિરીનાં નિર્ણયો લેવામાં આવશે.
અગાઉનાં ડેટા કન્ફર્મ કરાશે
ગિરનાર રોપ-વેનું અગાઉ ડીમાર્કેશન થઇ ગયું હતું. ત્યારે તેને લાંબો સમય વિતી ગયો હોવાથી હવે ફરીથી એ ડેટા કન્ફર્મ કરવા સર્વે જરૂરી છે. એમ પણ દિનેશ નેગીએ જણાવ્યું હતું.
અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરાશે
હાલનાં ટોપોગ્રાફિકલ સર્વે માટેની જે ટીમ આવતીકાલથી ઓન ગ્રાઉન્ડ સર્વે શરૂ કરશે તેની પાસે આ માટેનાં અત્યાધુનિક સાધનો હશે. અત્રે નોંધનીય છે કે, થોડા મહિના પહેલા અંબાજી ખાતે પવનની ગતિ અને દિશા માપવા માટે ઉષા બ્રેકો કંપની દ્વારા થોડા દિવસ માટે ખાસ યંત્ર પણ ગોઠવવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment