જૂનાગઢઃ
ગરવા ગિરનાર પર રોપ વેનું જૂનાગઢ વાસીઓનું વર્ષો જુનું સપનું હવે સાકાર થઇ
રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોપવે નો પ્રોજેક્ટ જે કંપનીને સોપાયો
છેે. તે ઉષા બ્રેકો તથા અોસ્ટ્રીયાની કંપનીના કુલ 12 સભ્યોએ વહેલી સવારે
અંબાજી મંદિરથી ડીજીપીએસ મશીન દ્વારા ટોપોગ્રાફિકલ સર્વે શરૂ કર્યો હતો.
આ
સર્વે આગામી ચાર દિવસ સુધી ચાલશે. જોકે હાલ આ કામગીરી ફરી શરૂ થતા જૂનાગઢ
વાસીઓમાં નવી આશા જાગી છે. રોપ વેને તમામ પ્રકારની દસ્તાવેજી મંજુરી મળી
ગયા બાદ હવે જમીન પરની કામગીરી આજથી શરૂ થઇ રહી છે. આ કામગીરીનો પ્રોજેક્ટ
જે કંપનીને સોંપાયો છે. તે ઉષા બ્રેકોના પ્રોજેક્ટ ઇન્ચાર્જ દિનેશ નેગીના
માર્ગદર્શનમાં આજે ઓસ્ટ્રીયાની ડેપલમેન કંપનીના સહયોગથી કુલ 12 સભ્યોએ
અંબાજી મંદિરથી ડીજીપીએસ મશીન દ્વારા ટોપોગ્રાફિકલ પ્રકારની સર્વે શરૂ
કરાયો છે.
અંબાજી પર 4 પોઇન્ટ સીલેક્ટ કરાયા
સર્વેના પ્રથમ દિવસે અંબાજી મંદિરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ પ્રકારના પોઇન્ટ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે અલગ અલગ એન્ગલથી 4 પોઇન્ટ સીલેક્ટ કરવામાં આવ્યા હતા.
ડીજીપીએસ મશીન શું છે.. ?
ડિજીપીએસનું પુરુ નામ ડિફ્રેન્સીયલ ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ છેે.જે સેટેલાઇટ સાથે જોડાયેલુ હોય છે. અને નિશ્ચિત પોઇન્ટનું લોકેશન બતાવે છે.
ડિજીપીએસનું પુરુ નામ ડિફ્રેન્સીયલ ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ છેે.જે સેટેલાઇટ સાથે જોડાયેલુ હોય છે. અને નિશ્ચિત પોઇન્ટનું લોકેશન બતાવે છે.
No comments:
Post a Comment