Tuesday, June 30, 2015

શેત્રુજીમાં પૂર બાદ 13 સાવજોનો કોઈ અત્તો-પત્તો નથી, સિંહણનો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Amreli
Jun 26, 2015, 10:38 AM IST

- શેત્રુજીમાં તણાયેલી સિંહણનો મૃતદેહ બવાડીંથી મળ્યો
- એક સિંહણ તણાયા બાદ ઇંગોરાળા મંદિરમાં ઘૂસી ગઇ
 
અમરેલી : શેત્રુજી નદીમાં આવેલાં ભારે પૂરના કારણે નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા  40 જેટલા સાવજો પર જોખમ ઉભું થયું છે. આ વિસ્તારમાં બે સિંહણના માત્ર ત્રણ માસના છ બચ્ચાઓ છે ઉપરાંત 10 અન્ય નાના બચ્ચા છે. શેઢાવદર આસપાસ પણ 13 સાવજોનું ગૃપ આટા મારી રહ્યુ હતું. ગઇકાલના વરસાદ બાદ તેનું શું થયુ તેની વનતંત્રને પણ જાણ નથી. આજે શેત્રુજી નદીના પુરમાં તણાયેલી એક સિંહણનો મૃતદેહ લીલીયાના બવાડી ગામે નદીના પટમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા ડીએફઓ સહિતના અધિકારીઓ ત્યાં દોડી ગયા છે.

તો બીજી તરફ  પુરમાં તણાયેલી એક સિંહણ છેક ઇંગોરાળા પહોંચી હતી અને અહિંના એક મહાદેવ મંદિરમાં ઘુસી ગઇ હતી. અહિંના ભીમનાથ મહાદેવ મંદિરમાં ઘુસેલી આ સિંહણ બિમાર પણ હોવાનું જણાય છે. હજુ તંત્ર તેના સુધી પહોંચ્યુ ન હતું. આમ આ સિંહણ પર પણ ખતરો છે. આ વિસ્તારમાં વસતા કેટલાક સાવજોનો જુદા જુદા વિસ્તારમાં પત્તો લાગ્યો છે પરંતુ મોટાભાગના સાવજો વિશે તંત્રને કોઇ જાણ નથી. જે ખુબ જ ગંભીર બાબત છે. ખાસ કરીને નાના સિંહબાળ વિશે ખુબ જ ચિંતાભરી સ્થિતી છે.

No comments: