divyabhaskar.com
Jun 27, 2015, 15:47 PM IST
Jun 27, 2015, 15:47 PM IST
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વરસાદની સાથે કહેર પણ વરસાવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં બારેય મેઘ ખાંગા થયા હોય તેમ બુધવારે સાંજ સુધીમાં 26 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધારી તાલુકામાં 20 ઈંચથી વધુ, વડિયામાં 16 ઈચથી વધુ વરસાદ પડ્યો હતો. પરંતુ આહીં વાત કંઈક વરસાદની નહીં પરંતુ સિંહની છે. અમરેલી જિલ્લામાં વરસાદના કારણે પુર આવ્યું છે તેવી જ રીતે સાઉથ આફ્રિકામાં અગાઉ આવી જ કંઈક ઘટના બની હતી. તે દરમિયાન સિંહ પોતાના બચ્ચાંને પાણીમાંથી બચાવીને બહાર નિકળી રહ્યો છે તે નજરે પડે છે. ત્યારે અમરેલીમાં આવેલા ધોધમાર વરસાદથી જંગલમાં પાણી જ પાણી થઈ ગયું છે. અમરેલીના જંગલમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા જેમાં સાઉથ આફ્રિકામાં જે દ્રશ્ય નજરે પડે છે તેવા દ્રશ્યો કદાચ સર્જાયા હશે. છેલ્લા બે ત્રણ દિવસથી સાઉથ આફ્રિકાના સિંહની આ તસવીરો સોશિયલ મીડિયામાં અમરેલી પંથકના સાવજના નામે વાયરલ થઈ છે, જેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે આ ફોટો જાણે અમરેલીના જંગલના હોય.
No comments:
Post a Comment