Dilip Raval, Amreli
Jun 16, 2015, 23:57 PM IST
Jun 16, 2015, 23:57 PM IST
ધારી: અમરેલી જિલ્લામા મેહુલીયાએ મહેર કરી છે. ત્યારે આજે
ધારીમાં બપોરબાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને અહી
જોતજોતામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. આ ઉપરાંત અહીના ગીરકાંઠાના
ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે ઇંચ જેવો વરસાદ પડી જતા નદી નાળા છલકાઇ ઉઠયાં
હતા. જો કે જિલ્લામાં અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ મળ્યાં ન હતા.
- ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા
ધારી પંથકમાં ગઇકાલે મેઘરાજાએ મહેર કરતા અહી ચારથી પાંચ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો જેને પગલે નદીઓમાં પુર આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી અહીના ખોડિયાર જળાશયમા પણ નવા નીરની આવક શરૂ થઇ ગઇ હતી. આજે પણ બપોરબાદ ફરી મેઘરાજાએ કૃપા વરસાવી હતી અને અહી દોઢ ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. અહી સતત મેઘમહેરથી ખેડૂતોમાં પણ હરખ જોવા મળી રહ્યો છે.
અહીના ગોવિંદપુર, કુબડા, ચાંચઇ પાણીયા સહિતના વિસ્તારોમાં તેમજ તાતણીયા, પીપળવા, ભાણીયા સહિતના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે ખાંભાની ધાતરવડી નદીમા પણ પુર આવ્યુ હતુ. અહીના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બે ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો.
જો કે અમરેલી જિલ્લાના અન્ય ગામોમાં આજે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ અને અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ મળ્યાં ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાના આરંભ સાથે જ જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ થઇ જતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં ધારી પંથકમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે.
રાજુલામાં વરસાદ પડતા જ રસ્તા પર ઠેરઠેર ખાડા
રાજુલામાં વરસાદ પડતાની સાથે જ માર્ગો પર ખાડા પડી ગયા છે જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત અહી શાકમાર્કેટ નજીક ગંદકીના ગંજ ખડકાયા છે. તો સોસાયટી વિસ્તારોમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયેલા રહેતા હોય લોકોને અગવડતા પડી રહી છે. પાલિકા પણ પ્રિમોન્સુન કામગીરીમાં નિષ્ફળ નીવડી હોય તેમ જોવા મળી રહ્યું છે. હજુ તો વરસાદના આરંભે જ અહીની મુખ્ય બજારોમાં ફુટફુટના ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ જતુ હોવાથી અહીથી પસાર થતા વાહન ચાલકો તેમા ખાબકે છે અને નાની મોટી ઇજાનો ભોગ બની રહ્યાં છે. અહીના ડોળીના પટ, શ્રીજીનગર, બાવળીયાની વાડી, ધર્મરાજ, સવિતાનગર, કૃષ્ણનગર, ભેરાઇ રોડ, સાંઇ મંદિર નજીક વિગેરે વિસ્તારોમાં વરસાદી પાણીના જાણે તળાવો ભરાયા છે.
આગળ ક્લિક કરો અને જુઓ વરસાદની વધુ તસવીરો...
તમામ તસવીરો : દિલીપ રાવલ, અમરેલી
No comments:
Post a Comment