divyabhaskar.com
Jun 24, 2015, 22:32 PM IST
બગસરામાં જળબંબાકાર.
અમરેલી: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામી ગયું છે અને મંગળવાર રાતથી સર્વત્ર જોરદાર વરસાદ પડતાં સૌરાષ્ટ્રમાં પડેલા પ્રથમ વરસાદે જ પાણી જ પાણી કરી દીધું છે. બગસરામાં 6 કલાકમાં 27 ઇંચ વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણી પાણી થઇ ગયો છે. જયારે ધારીમાં પણ 22 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. રાજુલામાં 10 ઇંચ, ગીરમાં 17 ઇંચ, ઉનામાં 15 ઇંચ, માળિયા હાટીનામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાલાલા અને કોડીનારમાં 9 ઇંચ, ખાંભા 5 ઇંચ, માંગરોળ 5 ઇંચ અને કેશોદ 5 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ ઉના, તાલાલા અને માળિયા હાટીનામાં પડ્યો છે. વરસાદના કારણે નદીઓમાં પાણી વહેતા થયા છે. અમરેલીની રાયડી અને ઠેબી નદીમાં ઘોડાપુર આવ્યા છે. ખોડિયાર ડેમ ઓવરફલો થતા તેનું પાણી અમરેલી પંથકના વિસ્તારમાં ફરી વળ્યું છે.

નોંધનીય છે કે રાજ્યના ડિઝાસ્ટર વિભાગ દ્વારા અમરેલીમાં પૂરના કારણે
સર્જાયેલી તારાજીને કારણે 12 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા હોવાથી આ
ગામોમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવા જિલ્લા કલેક્ટરોને
સૂચના આપવામાં આવી છે.
No comments:
Post a Comment