Tuesday, June 30, 2015

લીલીયાના બૃહદગીરમાં વનરાજોનું વેકેશન.

Bhaskar News, Liliya
Jun 16, 2015, 00:01 AM IST
લીલીયાના બૃહદગીરમાં વનરાજોનું વેકેશન
- બાવળની કાંટમાં કાચા માર્ગોમાં કિચડ સર્જાતા પગપાળા જવુ પણ મુશ્કેલ

લીલીયા: ગીર જંગલમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ સાવજોનો સંવનનકાળ શરૂ થતો હોય જે અનુસંધાને વનતંત્ર દ્વારા 16જુનથી લોકો માટે સિંહ દર્શન બંધ કરી દેવામા આવે છે ત્યારે લીલીયાના બૃહદગીર વિસ્તારમાં વરસાદ પડી જતા અહી આપોઆપ સિંહ દર્શન બંધ થઇ જાય છે કારણ કે અહી બાવળની કાટના જંગલમાં ભારે કિચડ થઇ જતુ હોય લોકો પગપાળા પણ જઇ શકતા નથી.

બૃહદગીર વિસ્તારમાં લોકો આસાનીથી સિંહ દર્શનનો લ્હાવો માણે છે. અહી મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. ચોમાસુ શરૂ થતા જ જંગલમાં સિંહ દર્શન માટે વેકેશન પડી જાય છે. ત્યારે અહી પણ વરસાદ પડતાની સાથે જ બાવળની કાટના જંગલમા ભારે કિચડ જામી જતુ હોય અહી સિંહ દર્શન કરવા જવુ મુશ્કેલીભર્યુ બની જાય છે. અહી સામાન્ય લોકોથી લઇ વનવિભાગના કર્મીઓને જવા પણ અગવડતા પડે છે.

અહી તમામ માર્ગો કાચા હોવાથી વરસાદ પડતાની સાથે જ કિચડનુ સામ્રાજય સર્જાય છે. ચોમાસા દરમિયાન અહી સાયકલ કે પગપાળા જવામા પણ ભારે મુશ્કેલી પડે છે. બૃહદગીરમાં વરૂણદેવે સિંહ દર્શન કરવા જતા લોકો માટે નો એન્ટ્રી લગાવી દીધી છે. ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન માટે દરવાજો ખોલવાની તારીખ અને સમય અગાઉથી નિશ્ચિત હોય છે જયારે અહીના બૃહદગીરમાં સિંહ દર્શન માટેનો સમય વરૂણદેવ જ નકકી કરે છે. વનરાજોનું વેકેશન શરૂ થઇ જતા હવે દિવાળી પછી જ વનરાજો જોવા મળશે જો ક ચોમાસાનો સમય વનરાજો માટે સવનનનો સમય હોય અને સાથે સાડા ચાર મહિના વનરાજો પોતાના પરિવાર સાથે ગાળશે.

No comments: