Tuesday, June 30, 2015

ધારીમાં દિપડાએ મધરાતે પાંચ બકરાનું મારણ કર્યુ.

ધારીમાં દિપડાએ મધરાતે પાંચ બકરાનું મારણ કર્યુ
Bhaskar News, Dhari
Jun 02, 2015, 00:02 AM IST
 
શિકારની શોધમા દિપડો શહેરમા આવી ચડતા લોકોમાં ફફડાટ

ધારી: ગીરકાંઠાના ધારી તાલુકામાં સિંહ અને દિપડાનો કાયમી ત્રાસ છે. શિકારની શોધમાં નીકળતા આ વન્યપ્રાણીઓ અવારનવાર કોઇપણ ગામમા જઇ ચડે છે અને માલધારીઓના ઉપયોગી પશુઓનુ મારણ કરે છે. ગઇરાત્રે પણ ધારીના સિનેમારોડ પર આવેલા ખાટકીવાડમા આવી એક દિપડાએ પાંચ બકરાનુ મારણ કર્યુ હતુ. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ધારી શહેરની આસપાસ અવારનવાર સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓ ભટકતા આવી ચડે છે.
 
સિંહ દ્વારા ધારી શહેરમા ઘુસીને પશુઓનુ મારણ કરવામા આવ્યુ હોવાની ઘટનાઓ અવારનવાર બની ચુકી છે. ત્યારે હવે ગઇરાત્રે એક દિપડાએ પણ આ રીતે શહેરમા ઘુસી અહીના ઇબ્રાહીમભાઇ કટારીયાની માલિકીના પાંચ બકરાનુ મારણ કર્યુ હતુ. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ધારીમા ગઇરાત્રે સિનેમારોડ પર આવેલા ખાટકીવાડ સુધી એક દિપડો શિકારની શોધમાં પહોંચી ગયો હતો અને ઇબ્રાહીમભાઇ કટારીયાના ડેલામા ખાબકયો હતો. અહી જોતજોતામા દિપડાએ પાંચ બકરાને મારી નાખ્યા હતા. સવારે ઇબ્રાહીમભાઇને આ બારામા જાણ થતા તેમણે વનતંત્રને જાણ કરી હતી જેને પગલે વનખાતાના કર્મચારીઓ અહી દોડી ગયા હતા અને કાગળ પરની જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. દિપડો છેક શહેરમાં આવી ચડયો હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

No comments: