- Bhaskar News, Talala
- Jun 17, 2015, 00:03 AM IST
તાલાલા: એશિયાટીક સિંહોના મુખ્ય રહેઠાણ ગીર અભયારણ્યનાં પ્રવેશદ્વાર પ્રવાસીઓ માટે આજથી ચાર માસ સુધી બંધ કરવામાં આવ્યા છે. ચોમાસાનાં ચાર માસ સિંહ પ્રજાતીનો સંવનનકાળ ગણાતો હોય 16 જૂન થી 15 ઓકટોબર સુધી જંગલમાં પ્રવેશ બંધ રહેશે. સાસણ નજીક 482 હેકટરમાં પથરાયેલ દેવળીયા પરિચય ખંડમાં સિંહ દર્શન સહિતનં વન્ય જીવો જોઇ શકાશે.
સિંહ પ્રજાતીનું વેકેશન આજથી શરૂ થયું હોય ગીર જંગલ ચાર માસ બંધ રહેશે. વેકેશન શરૂ થતાં પહેલા પ્રવાસીઓએ ગીરનાં જંગલની મુલાકાત કરી હોય તે સંખ્યામાં ખાસ્સો ઉછાળો નોંધાયો છે. પ્રવાસીઓની સંખ્યામાં 16 ટકાનો વધારો થતા મુલાકાતીઓની સંખ્યા સાડા પાંચ લાખ સુધી પહોંચી છે. જેનાંથી વનવિભાગને પણ નોંધપાત્ર આવક થઇ છે.ઉલ્લેખનીય એ છે કે, પ્રવાસન વિભાગ દ્વારા જાહેર ખબર આપ્યા બાદ દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે આ વર્ષે પણ એ વધારો યથાવત રહ્યો હતો. હવે વનરાજોનાં વેકેશન બાદ આવતા વર્ષે કેટલા પર્યટકો થશે તે જોવાનું રહ્યું.
દેવળીયા પરિચય ખંડમાં સિંહ દર્શન થશે
વન વિભાગ દ્વારા ચોમાસામાં ચાર માસ અભયારણ્યમાં પ્રવેશબંધી કરાતી હોય ચાર માસ દરમિયાન સફારી પાર્કના 482 હેકટરમાં પથરાયેલા જંગલમાં રહેતા સિંહ, દીપડા સહિતના વન્ય જીવો જોવા પાર્કમાં વરસાદ ન હોય અને રસ્તામાં વાહનો ચાલી શકે તેવી સ્થિતિ હોય ત્યારે પાર્કમાં સિંહ દર્શન વન વિભાગની બસો દ્વારા પ્રવાસીઓને કરાવાશે.
No comments:
Post a Comment