Bhaskar News, Rajula
Jun 05, 2015, 01:47 AM IST
Jun 05, 2015, 01:47 AM IST
- વનવિભાગે રેલવે ટ્રેક પરથી ત્રણ સિંહણોને દૂર ખસેડી, દસ મિનિટ બાદ માલગાડી રવાના કરાવી હતી
રાજુલા: રાજુલા તાલુકાના પીપાવાવ રામપરા વચ્ચે ટોરેન્ટો વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર મોડીસાંજે ત્રણ સિંહણ આવી જતા વનવિભાગના સ્ટાફે અહીથી પસાર થતી માલગાડીને અટકાવી દીધી હતી. દસ મિનિટ બાદ માલગાડીને રવાના કરાઇ હતી.
પીપાવાવ રામપરા વચ્ચે ટોરેન્ટો વિસ્તારમાં આજે મોડીસાંજના રેલવે ટ્રેક પર એક સાથે ત્રણ સિંહણો આવી ચડી હતી. અહી પેટ્રોલિંગ કરી રહેલા વનવિભાગને જાણ થતા અહીથી પસાર થતી માલગાડીને અટકાવી દીધી હતી અને સિંહણોને રેલવે ટ્રેક પરથી દૂર ખસેડી હતી અને દસ મિનિટ બાદ માલગાડીને રવાના કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક માલગાડી આવતી હોય તેને પણ ધીમી પડાવી દીધી હતી. ફોરેસ્ટર રાઠોડ, ચંદુભાઇ, ડેરભાઇ, દેવાભાઇ સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પંદરેક જેટલા સિંહબાળ વસવાટ કરે છે. અહીંના રેલવે ટ્રેક પર અવારનવાર સાવજો આવી ચડે છે.
વેરાઇ ફાટક પાસે પણ ટ્રેન રોકી દેવાઈ
આવી બીજી ઘટના રાજુલાના વેરાઇફાટક પાસે બની હતી જેમાં એક સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડી હતી. આ કારણે અહીંથી પસાર થતી બીજી એક માલગાડીને પણ અટકાવી દેવાની ફરજ પડી હતી. વનખાતા દ્વારા સિંહણને અહીંથી હટાવાયા પછી માલગાડી રવાના કરવામાં આવી હતી.
No comments:
Post a Comment