- Bhaskar News, Visavadar
- Jun 25, 2015, 03:00 AM IST
વિસાવદર : વિસાવદરનાં પ્રેમપરાનાં બસ સ્ટેન્ડ નજીકની શેરીઓમાં
એક દિપડો વહેલી સવારનાં છ વાગ્યે ચક્કરો લગાવી રહ્યો હતો. જે બાબતે
સ્થાનિકોએ વનવિભાગનાં બીટગાર્ડ ભરતભાઇ મહીયારાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે
આવ્યા તો દિપડો ચક્કરો લગાવી રહ્યો હતો. જેથી તેને કાઢવા માટે પાછળ ગયા તો
પહેલા હરસુખભાઇ તથા ગોગનભાઇનાં ઘરમાં ઘૂસ્યો હતો. જ્યા તે તેને કાઢયો તે
રવજીભાઇ વઘાસીયાનાં ઘરમાં ઘૂસ્યો હતો. જ્યા તે તેને કાઢયો તે
રવજીભાઇ વઘાસીયાનાં ઘરમાં ઘઉં ભરેલ રૂમમાં ઘૂસ્યો હતો. રૂમમાં જવા ભાગ્યો
ત્યારે ત્યાં નાના નાના ભુલકાઓ રમી રહ્યા હતા. અને મહિલાઓ પોતાના કામકાજ
કરી રહતી હતી. તેવામાં અચાનક આવેલા દિપડાને જોઇ નાસભાગ મચી જવા પામી હતી.
ત્યારબાદ રૂમમાં ઘૂસી જતા વનવિભાગનાં ભરતભાઇએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા દીપડો રૂમમાં ફસાઇ ગયો હતો. ત્યારબાદ સાસણ સ્થિત રેસ્કયુ ટીમને બોલાવી દિપડાને ટ્રાન્કયુલાઇઝ કરવાની તજવીજ હાથ ધરી હતી. બાદમાં રૂમની બારીમાંથી દિપડાને બંધુક વડે બેભાનનું ઇન્જેકશન મારી બેભાન કર્યા બાદ દિપડાને સાસણ સ્થિત એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની ગામમાં જાણ થતાં લોકોનાં ટોળે ટોળા દિપડાને જોવા એકઠા થયા હતા. વનવિભાગને આ રેસ્કયુ પાંચ કલાક ચાલ્યું હતું. આ રેસ્કયુ દરમ્યાન વરસાદ, પવન પણ ચાલુ હોવાથી વનવિભાગને નાકે દમ આવી ગયો હતો. દિપડાને પકડયા બાદ ગ્રામજનો તથા ફોરેસ્ટ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર બનાવ દરમ્યાન વિસાવદર આર.એફ.ઓ આર.ડી.વંશ તથા સ્થાનિક સ્ટાફે ભારે
જહેમત ઉઠાવી હતી .
No comments:
Post a Comment