Monday, October 31, 2016

ભાવનગરનો દરિયો ડોલ્ફિનને ગોઠી ગ્યો, એકસાથે જોવા મળે છે 50-60ના જુંડ

Bhaskar News, Bhavnagar | Oct 30, 2016, 20:46 PM IST
ભાવનગરનો દરિયો ડોલ્ફિનને ગોઠી ગ્યો, એકસાથે જોવા મળે છે 50-60ના જુંડ,  bhavnagar city news in gujarati
  • પ્રતિકાત્મક તસવીર
ભાવનગર: વિદેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે મોટા એક્વેરીયમ, સ્વિમિંગ પૂલ બનાવવામાં આવે છે અને તેમાં ડોલ્ફિનને રાખવામાં આવે છે, અને તેના શો યોજવામાં આવે છે. ખાસ કરી અને બાળકોમાં ડોલ્ફિનની કાકલૂદી અને ઉછળકૂદ લોકપ્રિય હોય છે અને તેઓના હોઠે માછલીનો પર્યાય એટલે ફોલ્ફિન જ હોય છે. ભાવનગરના દરિયામાં અચાનક ડોલ્ફિનની સંખ્યા નોંધપાત્ર રીતે  જોવા મળી રહી છે. 

ભાવનગરના પ્રવાસન ધામો તરીકે ખ્યાતનામ કુડા, કોળીયાક, ગોપનાથ, ઝાંઝમેર, મહુવા ભવાનીની સામે આવેલા મધદરિયામાં ડોલ્ફિનના જુંડ જોવા મળે છે.  ડોલ્ફિન ફિશ એક સાથે 50-60ના ટોળામાં જ ફરતી રહે છે, તેથી ક્યારેક ઘોઘાની સામે, ક્યારેક અન્ય દરિયા કિનારાના ગામોમાંથી જોવા મળે છે. દરિયાના પાણીમાંથી 15 ફૂટ જેટલી ઉછળે છે અને જુંડમાં જ્યારે ડોલ્ફિન મસ્તીએ ચડે છે ત્યારે વારાફરતી અવારનવાર પાણીમાંથી છલાંગો મારે છે. ડોલ્ફિનની આવી હરકત લોકોમાં ખાસ્સી લોકપ્રિય બને છે. ડોલ્ફિન ઉંડા પાણી ઉપરાંત પાણીની સપાટી પર પણ તરવામાં નિપૂણતા ધરાવે છે. સ્વભાવે પણ તે માયાળુ હોય છે.

સામાન્ય રીતે શરમાળ છતા માણસો સાથે સંપૂર્ણ સંવેદના ધરાવતી ડોલ્ફિન મોટા જહાજોના તરંગો દૂરથી પારખી લે છે અને તેથી જ મધદરિયે જહાજો સાથે ડોલ્ફિન ટકરાવાના બનાવો જવલ્લે જ બને છે. શિપિંગ લાઇન સાથે વર્ષોથી સંકળાયેલા જયેશભાઇ સોનપાલના જણાવ્યા પ્રમાણે અલંગમાં અત્યાર સુધીમાં 34 વર્ષના ઇતિહાસમાં 7288 જહાજો ભાંગવા માટે આવી ચૂક્યા છે. પરંતુ આજ દિવસ સુધી જહાજ સાથે કોઇ ડોલ્ફિન અથડાઇ હોય તેવો બનાવ બન્યો નથી અથવા ડોલ્ડિનને કારણે જળ અકસ્માત બન્યા હોય તેવુ સાંભળવામાં આવ્યુ નથી.

ભાવનગરના માછીમારો પણ જ્યારે દરિયો ખેડે છે ત્યારે તેઓની જાળમાં ક્યારેય ડોલ્ફિન ફસાઇ ન જાય તેની તકેદારી તેઓ રાખે છે, અને ડોલ્ફિનને તેઓ દોસ્ત માને છે. ભાવનગર જિલ્લાના દરિયા કિનારાના પ્રચલિત પ્રવાસન સ્થળોએ ડોલફીન અંગે વર્ણન કરવામાં આવે છે.

સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ક્રેઝ, 14 દિવસનું ઓનલાઇન બુકિંગ ફૂલ

Bhaskar News, | Oct 30, 2016, 11:41 AM IST
સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ક્રેઝ, 14 દિવસનું ઓનલાઇન બુકિંગ ફૂલ,  junagadh news in gujarati
જૂનાગઢ:કાલે દિવાળી. દિવાળીની રજાઓમાં લોકો ફરવા ઉપડી ગયા છે. સોરઠ તરફ પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થઇ ગયો છે.તેમજ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરતા હોય છે. સાસણમાં સિંહ દર્શન માટે 14 દિવસનું એટલે તા. 12 નવેમ્બર સુધીનો ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. આ ઉપરાંત જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં આવલી હોટલો પણ હાઉસફૂલ થઇ ગઇ છે.

પ્રવાસીઓ ગિર અભ્યારણમાં સિંહ દર્શન

છેલ્લા એક દાયકાથી પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ તરફ વધ્યું છે. દેશ-વિદેશનાં પ્રવાસીઓ જૂનાગઢ ઉપરાંત સોરઠની મુલાકાતે આવતા થયા છે. તેમાંય ગુજરાતીઓ તો દિવાળીનું વેકેશન સોરઠમાંજ ગાળવાનુ પસંદ કરતા થયા છે. કાલે દિવાળીથી રસ્તા પર પ્રવાસીઓનાં વાહનો જોવા મળશે. જે જૂનાગઢમાં રોકાણ કરશે. શહેરમાં આવેલા ભવનાથ, ઉપરકોટ, સક્કરબાગ, ગિરનારની મુલાકાત લેશે બાદ પ્રવાસીઓ સોમનાથ, સાસણ, દિવ તરફ જશે. ચાર દિવસ સુધી જૂનાગઢ જિલ્લામાં રોકાણ કરશે. પ્રવાસીઓ ગિર અભ્યારણમાં સિંહ દર્શન, જૂનાગઢનાં ફરવાલાયક સ્થળોની મુલાકાત લેશે.

જૂનાગઢ અને સોરઠની હોટલોમાં જગ્યા નથી

સોરઠમાં એકંદરે આગામી લાભપાંચમ સુધી તો પ્રવાસીઓનો ટ્રાફિક રહેશે.તેમજ જૂનાગઢ શહેર અને ગિર-સોમનાથ જિલ્લામાં આવેલી હોટલો ફૂલ ગઇ છે. સાસણમાં ગિર અભ્યારણ તથા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમજ સિંહ દર્શન માટે ઓનલાઇન પરમિટ લેવીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું દિવાળી પહેલાથી ઓનલાઇન બુકીંગ શરૂ થઇ ગયું હતુ. દિવાળી પહેલા બુકીંગ ફુલ થઇ ગયું છે.ડીએફઓ રામરતન નાલાએ જણાવ્યું હતુ કે, સિંહ દર્શન માટે તા. 12 નવેમ્બર સુધીનું ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. 150 પરમિટ ઇશ્યુ કરી દેવામાં આવી છે.
 
એક પરમીટમાં 8 વ્યક્તિ હોય છે
 
સાસણમાં વન વિભાગ દ્વારા આપવામાં આવતી પરમિટમાં એક પરમિટમાં 8 વ્યક્તિ સિંહ દર્શન કરવા જઇ શકે છે. શનિવારથી જૂનાગઢ,સાસણ, દીવ, સોમનાથ તરફ લોકોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે.

વાછરડીની મિજબાની માણતો હતો સિંહ, પુંછડી પકડી વૃધ્ધે બળદને બચાવ્યો

વાછરડીની મિજબાની માણતો હતો સિંહ, પુંછડી પકડી વૃધ્ધે બળદને બચાવ્યો,  junagadh news in gujarati Bhaskar News, Visavadar | Oct 29, 2016, 23:13 PM IST

વિસાવદર:વિસાવદરનાં  ભુતડી (રામગઢ) ગામને છેલ્લા બે દિવસથી સિંહે બાનમાં લીધેલ હોય એમ ગત તા.27નાં ચોકમાં આવી મધરાતે બે વાગ્યાની આસપાસ ગાયનું મારણ કર્યુ હતું. બાદમાં બીજા દિવસે રાત્રીનાં 10 વાગ્યાની આસપાસ ઘુસી આવી દલિતવાસમાં ગાયનું મારણ કરી ત્યાંથી શેરીઓમાં આંટા મારતો ગામ વચ્ચોવચ્ચ રહેતા મધુભાઇ નાગજીભાઇ વસાણીનાં મકાનની 9 ફુટ ઉંચી દિવાલ કુદીને અંદર પ્રવેશી ગાય અને વાછરડીનાં શિકાર શિકાર કર્યા હતાં.

બે દિવસથી ગામમાં સિંહ આવતા હોવાથી લોકોમાં ગભરાટ

મારણની મિજબાની માણી રહેલા સાવજની બાજુમાં જ બે બળદ, ભેંસ, બે પાડરડી બાંધેલા હોય થર-થર ધ્રુજી રહયાં હતાં. ત્યારે મધુભાઇનાં કાકા ભીખુભાઇ અરજણભાઇ વસાણી (ઉ.વ.65)એ હિંમતપુર્વક ત્યાં જઇ સાંકળોથી બાંધેલી ભેંસ, બળદોને છોડાવી લીધેલ. પરંતુ એક બળદ જયાં બાંધેલ હતો તે જગ્યાએ સિંહની પુંછડી પડેલી હોય તે ઉંચી કરીને બળદને મોતનાં મુખમાંથી બચાવી લીધો હતો. ઘરમાં સિંહ ઘુસી આવતાં તેને જોવા લોકોનાં ટોળા ઉમટયાં હતાં. સતત બે દિવસથી ધામા અને પશુઓનાં મારણની ઘટનાઓથી લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ પ્રસર્યો છે.

ગિરનાર પરિક્રમામાં શૌચાલય સંચાલકો બેફામ ભાવ વધારશે

DivyaBhaskar News Network | Oct 28, 2016, 08:55 AM IST
જૂનાગઢમાંલીલી પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન પે એન્ડ યુઝ શૌચાલયોનાં કોન્ટ્રાક્ટરો દ્વારા મનમાની આચરી યાત્રાળુઅો પાસેથી તોતીંગ ભાવ વધારો લેવામાં આવે છે. જે બાબતે કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાનાં કમિશ્નરને પરેશ મોરવાડીયાએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જૂનાગઢનાં મુખ્ય બે તહેવારો પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ઉત્સવો દરમિયાન અનેક સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિનાં ઉતારાઓ યાત્રાળુઓની ખડેપડે સેવા ચાકરી કરે છે. તેમના માટે લાખો રૂપિયા ખર્ચી વિનામૂલ્યે ભોજન પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરે છે. સરકાર દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવતી નથી. મુખ્ય બે તહેવારો દરમિયાન શૌચાલયનાં સંચાલકો મીલી ભગત કરી તોતીંગ ભાવ વધારો કરે છે. જેનાં કારણે યાત્રાળુઅો જાહેરમાં શૌચક્રિયા અને સ્નાન ક્રિયા કરવા મજબુર બની જાય છે. પરિણામે ગીરનાર તીર્થક્ષેત્રની ભૂમી પ્રદૂષિત પણ થાય છે અને જંગલમાં પણ ગંદકી ફેલાય છે. સરકાર દ્વારા મફત કે વ્યાજબી ભાવે યાત્રાળુઓને આવી સેવા મળે અેવું અભિયાન ચલાવવું જોઇએ.

પરિક્રમા બાદ સફાઇ માટે નામ નોંધાવી શકાશે

DivyaBhaskar News Network | Oct 27, 2016, 04:55 AM IST
ગિરનારનીપરીક્રમા બાદ જંગલમાં વેરાયેલા પ્લાસ્ટીકનાં કચરાની સફાઇ માટે નું અભિયાન એક થી દોઢ માસ સુધી ચાલશે. જેમાં જોડાવા માટે કોઇપણ વ્યક્તિ, મંડળો કે સંસ્થાઓએ નામ નોંધાવી દેવા. સફાઇ ઝૂંબેશમાં જોડાનાર તમામ માટે જલારામ મંદિર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાશે. અને દરમ્યાન એમ્બ્યુલન્સ પણ તૈયાર રહેશે.તેમ મહેન્દ્રભાઇ મશરૂએ કહ્યું હતું.

પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે વનવિભાગ સજ્જ

DivyaBhaskar News Network | Oct 27, 2016, 04:55 AM IST
ગરવાગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાની તૈયારીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ચાલુ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવા વન વિભાગે કવાયત હાથ ધરી છે. પરિક્રમાનાં 36 કિમીનાં રૂટ ઉપર દર 50 મીટરનાં અંતરે એક-અેક સ્વયંસેવક ઉભો રહેશે અને યાત્રાળુઓને પ્લાસ્ટિક લઇ જવા અપીલ કરશે. ઉપરાંત રૂટ ઉપર કચરો નાંખવાનાં ઠેલા પણ મૂકવામાં આવશે. અને જરૂર પડ્યે દંડાત્મક કાર્યવાહી કરાશે.

જૂનાગઢનાં ગિરનારની લીલી પરિક્રમા વર્ષે તા. 11 થી 15 નવેમ્બર દરમ્યાન યોજાશે. પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે. આથી જંગલ, વન્ય પ્રાણી અને પર્યાવરણનાં નિયમન માટે વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. વરસાદનાં કારણે રસ્તા રીપેરીંગનું કામ મોડું થયું છે. પરિક્રમા દરમિયાન ઝરણાં ચાલુ હોવાને કારણે બેરીકેટની વ્યવસ્થા કરાશે. પ્લાસ્ટિક મુક્તિ માટે સંસ્થાઓ દ્વારા વૈકલ્પિક કામગીરી કરવામાં આવશે.
Bhaskar News, Junagadh | Oct 27, 2016, 02:56 AM IST
    જૂનાગઢ: માછલીની ગંધવાળું પાણી 400 મીટરમાં છાંટી ચાલાક દીપડાને પકડ્યો,  junagadh news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
જૂનાગઢ: મુળ વિસાવદર તાલુકાનાં માંગનાથ પીપળી ગામનાં અને બેલાગામની સીમમાં ભાગીયું રાખી ખેતી કરતા વીપુલભાઇ ચારોલિયાનાં સાત માસનાં પુત્ર શિવમને માતાનાં પડખામાંથી દીપડો ઉપાડી ગયો હતો. અને ઝુંપડાની બાજુમાં ફાડી ખાધો હતો. આ ઘટના બાદ વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. 
 
જોકે, ચાલાક દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે જુદા-જુદા વિસ્તારમાં ચાર પાંજરા રાખ્યા હતા. પરંતુ ત્રણ દિવસથી તે છટકામાં આવ્યો નહોતો. બાદમાં આરએફઓ એસ. ડી. ટીલાળા અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને દીપડાનાં પગનાં નિશાન અને અહીં રહેતા લોકો પાસેથી તેની વિગતો મેળવી હતી. સ્મશાન પાસે વોંકળામાં દીપડો હોઇ ત્યાં પાંજરૂં ગોઠવ્યું હતુ. દીપડાને પાંજરા સુધી લાવવા માટે 400 મીટરનાં વિસ્તારમાં માછલીની ગંધવાળા પાણીનો છંટકાવ કર્યો હતો.
 
જેને પગલે દીપડો પાંજરા સુધી પહોંચ્યો હતો. અને અંતે તે પાંજરામાં પૂરાઇ ગયો હતો. વન વિભાગે દીપડાને પકડી લઇ જૂનાગઢ સક્કરબાગમાં મૂકી દીધો હતો. ચાર દિવસે દીપડો પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. પકડાયેલા દીપડાની વય પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

પરિક્રમાનાં રૂટ પર કામચલાઉ 10 દવાખાનાં કાર્યરત રહેશે

DivyaBhaskar News Network | Oct 26, 2016, 08:10 AM IST
ઝીણાબાવાની મઢી, માળવેલા, ભવનાથ, બોરદેવીએ સેવારત રહેશે

જૂનાગઢનીલીલી પરિક્રમાને લઇ દરેક વિભાગ દ્વારા કામગીરી પ્રારંભી દેવામાં આવી હોય તેમ જણાઇ રહ્યું છે. આરોગ્ય શાખા દ્વારા જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી અને ભવનાથ વિસ્તારમાં કામચલાઉ 10 દવાખાના કાર્યરત કરવામાં આવશે. તેમજ 3 જગ્યાએ 108ની સુવિધા રાખવામાં આવશે.જૂનાગઢમાં ગિરનાર ફરતે તા. 11 નવેમ્‍બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેમાં પરિક્રમાર્થીર્થીઓનાં આરોગ્‍યની તકેદારી માટે જિલ્‍લા આરોગ્‍ય તંત્ર દ્વારા પરિક્રમાંનાં રૂટ પર પરિક્રમાંનાં પડાવો પૈકી જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્‍તારમાં 10 જેટલા કામચલાઉ સરકારી દવાખાના કાર્યરત કરવામાં આવશે. જેમાં 20 જેટલા મેડીકલ ઓફીસર રાઉન્ડ ધી ક્લોક સેવારત રહેશે. પરીક્રમા રૂટ પર ત્રણ જગ્યાએ 108 આપતકાલીન આરોગ્ય સેવા માટે ખેડેપગે તૈયાર રહેશે. યાત્રાળુઓએ તેમના આરોગ્‍યની તકેદારી માટે આરોગ્‍યને હાનિકારક હોય તેવા ફરસાણ, વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણી-પીણીની વસ્‍તુઓ ખાવાની તકેદારી રાખવી. તેમજ ખરાબ પાણી, નદી-નાળાનું પાણી પીવાના ઉપયોગમાં લેવું નહિં, પીવા માટે કલોરીનેશન કરેલું પાણી પીવાના ઉપયોગમાં લેવું, અંગે ખાસ તકેદારી રાખવા, તેમજ આકસ્‍મિક સંજોગોમાં દરેક સ્‍થળોએ રાખવામાં આવેલ સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવા આરોગ્ય અધિકારી ડો. સાપરિયા, ડો. સી.એલ. વ્યાસે જણાવ્યું છે.

ગિરનાર રોપ-વેની કામગીરીને લઇ સમીક્ષા બેઠક મળી

DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:50 AM IST
બે માસમાં રોપ-વેની કામગિરી શરૂ થશે

9 નવેમ્બરે મુખ્યમંત્રી રોપ-વે સાઇટની મુલાકાત લેશે

ગિરનાર રોપ-વેને મંજૂરી મળી ગઇ છે. બે માસની અંદર ગિરનાર રોપ-વેને લઇ કામગીરી શરૂ થશે. તેમજ ગિરનાર રોપ-વેની કામગીરીને લઇ સોમવારે કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. ઉપરાંત 9 નવેમ્બરે મુખ્યમંત્રી જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે રોપ-વે સાઇટની મુલાકાત લેશે અને ગિરનાર રોપ-વે અંગે માહિતી મેળવશે. ગિરનાર પર્વત ઉપર આકાર પામનાર રોપ-વેને ભારતીય પર્યાવરણ કમિટીની લીલીઝંડી મળી ગઇ છે. તેમજ કાયદાઓની વહિવટી પ્રક્રિયાઓ સંપન્ન થઇ છે. પરિણામે હવે બે માસની અંદર ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ થશે. ત્યારે સોમવારે જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં ગિરનાર રોપ-વેની કામગિરીની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં રોપ-વે કંપનીનાં અધિકૃત પ્રતિનિધીઓ, મેયર જીતુ હિરપરા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડે. મેયર ગિરીશ કોટેચા, નિલેષ ધુલેશીયા સહિતનાં હાજર રહ્યા હતા. ગિરનાર રોપ-વેની કામગિરીની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી તા. 9 નવેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત લેશે. રોપ-વે બનાવનાર કંપની દ્વારા પ્રોજેકટ અને નકશા વગેરે બતાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીનાં હસ્તે જૂનાગઢમાં વિકાસનાં કામોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી જૂનાગઢ આવતા હોઇ કોર્પોરેશન અને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

4 ટેકર્સ ટીમ દ્વારા 10 સિંહનાં ગૃપ પર નજર, પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડાશે

4 ટેકર્સ ટીમ દ્વારા 10 સિંહનાં ગૃપ પર નજર, પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડાશે,  junagadh news in gujarati Bhaskar News, Junagadh | Oct 26, 2016, 01:25 AM IST
  • ફાઇલ ફોટો
જૂનાગઢ:ગિરનાર ફરતે 36 કિમીનાં રૂટમાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમાનું ઓયોજન કરતા હોય છે. લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાતા હોવાથી વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓને પરિક્રમાનાં રૂટ પરથી દૂર ખસેડાતા હોય છે. ચાલુ વર્ષે 4 ટેકર્સ ટીમની દેખરેખ હેઠળ 10 સિંહનાં ગૃપને પરિક્રમાનાં રૂટ પરથી ખસેડાશે.

આ વર્ષે 2 ટેકર્સટીમનો વધારો, કુલ 4 ટીમ સિંહ-દિપડા પર નજર રાખશે

જૂનાગઢમાં ગિરનાર ફરતે 36 કિમીનાં રૂટમાં લીલી પરિક્રમા થાય છે. પર્વતની ટેકરી, ચારેબાજુ હરિયાળી, જોખમી ચઢાણ, શાંતિનો અહેસાસ વગેરેને માણવા ગુજરાતભરનાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વનમાં ચાર દિવસનું રોકાણ કરતા શ્રદ્ધાળુઓને હિંસક પશુ જેવા કે સિંહ, દિપડાથી હાની ન પહોંચે તેની કાળજી વન વિભાગ રાખતું હોય છે. વન વિભાગ દ્વારા પરિક્રમાનાં રૂટની સાફ સફાઇ કરવામાં આવી છે. જંગલમાં સિંહનાં 10 ગૃપ ભ્રમણ કરતા હોય છે, જેને પરિક્રમા દરમિયાન રૂટથી દૂર ખસેડી 4 ટેકર્સની ટીમ દ્વારા દેખરેખ રખાશે. દિપડાને પણ દૂર રાખી 24 કલાક રેસ્કયુ ટીમ નીગરાની કરશે. હાલમાં વન વિભાગ સિંહ, દિપડાનું લોકેશન ટ્રેક કરી દેખરેખ રાખે છે. ગત વર્ષે 2 ટ્રેકર્સ ટીમ હતી પરંતુ ચાલુ વર્ષે 2 ટીમને વધારી પેટ્રોલીંગ કરશે.

38 સિંહ, 20 દિપડા જંગલમાં ફરે છે

ગિરનારમાં 33 સિંહ અને 5 સિંહબાળ, 20 જેટલા દિપડા પરિભ્રમણ કરે છે. જાંબુડી, પાતુરણ, કાળાગડબા, રણશીવાવ, રામનાથ, ભવનાથ વિસ્તારોને આવરી લઇ પરિક્રમાથી દૂર ખસેડાશે. જેનાં પર ટ્રેકર્સ ટીમ અને રેસ્ક્યુ ટીમ સતત નજર રાખશે. - એસ.પી.ટીલાળા, લાયઝનીંગ ઓફીસર, વન વિભાગ
પ્લાસ્ટિક ન વાપરવા સુચન

લાખો શ્રદ્ધાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાથી સામાજિક સંસ્થા અને વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં તકલીફ પડે છે. જેનાં કારણે વનને નુકશાન થતું હોવાથી પ્લાસ્ટિક ન વાપરવા વન વિભાગે સુચન કર્યુ છે.

વાહન સાથે પેટ્રોલીંગ કરાશે

વન્ય પ્રાણીઓને પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડી દરેક ટ્રેકર્સ ટીમ વાહન દ્વારા પેટ્રોલીંગ કરશે. જ્યાં જરૂરીયાત રહેશે ત્યાં રેસ્ક્યુ ટીમને તાત્કાલિક બોલાવી કામગીરી કરવામાં આવશે.

રાવટી મૂકી 30 જેટલા કર્મચારીઓ નજર રાખશે

દરેક ટ્રેકર્સ ટીમમાં 5 કર્મચારીઓ દેખરેખ કરશે તેમજ અન્ય પોઇન્ટ પર 10 જેટલા કર્મચારીઓ નજર રાખશે. રાઉટી મુકી વન્ય પ્રાણીઓ પર નજર રાખવામાં આવશે.

ગિરનારનું જંગલ વનરાજોને ટૂંકુ પડે છે

DivyaBhaskar News Network | Oct 26, 2016, 08:10 AM IST
વનકર્મચારીઓ જંગલમાં દોરી ગયા

અશોક શિલાલેખ પાસે મોડી રાત્રે 4 સાવજો આવ્યા

ગિરનારનાંજંગલમાં વસવાટ કરતા સાવજોનાં લગભગ રોજ જંગલની બહાર રહેણાંક વિસ્તારોમાં ધામા હોય છે. ગિરનાર રોડ પર આવેલા અશોકનાં શિલાલેખ પાસે અાજે મોડી રાત્રે અગીયારેક વાગ્યાનાં અરસામાં 4 સિંહોનું ગૃપ આવી ચઢ્યું હતું. જોકે, ટ્રેકર્સ ટીમ સાથેજ હોવાથી તેને હાકો કરીને જંગલ તરફ દોરી જવાયા હતા. વખતે જોકે, રસ્તા પર બહુ અવરજવર નહોતી.

દેવ દિવાળીથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીનો ધમધમાટ

DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:45 AM IST
ગિરનારનીલીલી પરિક્રમાને લઇ વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ક્લેક્ટરની હાજરીમાં તૈયારીની બેઠક મળી હતી. જેેમાં મેયરે સુચન કર્યુ હતું કે, સાંજના પરિક્રમાનો પ્રારંભ કરી શકાયω તેનાં જવાબમાં ધારાસભ્યએ કહ્યુ કે પરંપરા મુજબ રાત્રીનાં પરિક્રમાનો પ્રારંભ થવો જોઇએ. કલેક્ટર કચેરી ખાતે લીલી પરિક્રમાનાં આયોજનની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર કચેરી, જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા, પોલીસ કચેરી, સાધુ સમાજ, સમાજનાં આગેવાનો વગેરેએ સાથે મળી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સગવડતા સચવાઇ રહે તેનું આગોતરૂ આયોજન કર્યુ છે. રસ્તાની કામગીરી, દબાણો દૂર કરવા, ટ્રાફિક નિયમન, પરિક્રમાનો રૂટ, રીક્ષાનું ભાવ બાંધણુ, એસટીની સુવિધા વગેરે બાબતોએ ચર્ચા થઇ હતી.

શ્રધ્ધાળુઓની સગવડતા માટે આગોતરું આયોજન ઘડાયું

પરિક્રમાના પ્રારંભ મુદ્દે મેયર અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી

પરિક્રમામાં જઠરાગ્નિ ઠારતા અન્નક્ષેત્રોને વહેલા પાસ આપો

DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:45 AM IST
ભારત સાધુ સમાજે કલેક્ટરને રજૂઆત કરી

જૂનાગઢમાંકારતક માસની અગિયારસે ગિરનાર ફરતે લીલી પરિક્રમા યોજાશે. જેમાં ભારત સાધુ સમાજે કલેક્ટરને રજૂઆત કરી હતી કે, પરિક્રમાનાં રૂટ ઉપર જઠરાગ્નિ ઠારતા અન્નક્ષેત્રોને વહેલા પાસ આપો.

જૂનાગઢ ભારત સાધુ સમાજે લીલી પરિક્રમાની કલેકટરને રજૂઆત કરી હતી. જેમાં ચાલુ વર્ષે જંગલમાં કુદરતી ઝરણાં વહેતા હોય પાવડર કે સાબુનો ઉપયોગ કરવો, પાણીનાં પોઇન્ટ ઉપર ખાસ બંદોબસ્ત રાખવો, ચારેય ઘોડી પર પથ્થરો હટાવી લેવા, આરોગ્યની ટીમને રાઉન્ડ ક્લોક તૈનાત રાખવા, દૂધ-છાશ અને દહીં વાજબી ભાવે મળી રહે તેની તકેદારી રાખવી, પરિક્રમાનાં રૂટ ઉપર વર્ષોથી લોકોની જઠરાગ્નિ ઠારવા જે સેવાભાવી મંડળો અને અન્નક્ષેત્રો માલ સામાન લઇ આવે છે તેમના માટે વહેલાસર ધારા ધોરણ મુજબનાં પાસ ઇશ્યુ કરી આપવા, રાત્રીનાં રોકાણ દરમિયાન જંગલમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોય ત્યારે રૂટ ઉપર કોઇ પ્રાણી આવી ચડે તે માટે વન વિભાગે તકેદારી રાખવી, જંગલ દુષિત થાય તે માટે જરૂરી સુચનો અને બેનરો રાખવા વગેરે બાબતોએ પગલાં ભરવા ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ મહંત ગોપાલાનંદજી બાપુ, પ્રવક્તા મોટાપીરબાવા તનસુખગીરીબાપુએ જણાવ્યું હતું. ગિરનારની લીલી પરિક્રામાને લઇ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાધુ સંતો રજુઆત કરી રહ્યા છે.

ગીરનું સિંહ યુગલ ગામની લટારે, આખી રાત મારણની મિજબાની માણી

ગીરનું સિંહ યુગલ ગામની લટારે, આખી રાત મારણની મિજબાની માણી,  junagadh news in gujarati Bhaskar News, Visavadar | Oct 25, 2016, 02:38 AM IST

સિંહ યુગલને જોવો લોકો ભેગા એકઠા થયા હતા
વિસાવદર: વિસાવદરમાં રવિવારનાં સમી સાંજે સિંહ યુગલ જોવા મળતા લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. જયારે બે દિવસ પહેલા કાલસારીની બજારમાં આખી રાત મારણની મિજબાની માણી હતી.

સિંહ યુગલને જોવા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા

સિંહો અને માનવ વચ્ચે હવે બહુ અંતર રહ્યું ન હોય એમ પેટનો ખાડો પુરવા જંગલો છોડી ગામડાઓમાં પ્રવેશવા લાગ્યા છે ત્યારે રવિવારે સમી સાંજે સાત વાગ્યાની આસપાસ વિસાવદરનાં સતાધાર રોડ પર હનુમાનપરામાં વનતંત્રની કચેરીનાં સામે આવેલા ખેતરમાં સિંહ યુગલ લટાર મારતું જોવા મળતા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. સ્ટાફે છ કલાકની જહેમત બાદ સિંહ યુગલને તુવેરનાં ખેતરમાંથી બહાર કાઢી છેક માણદીયા ફાટક સુધી મુકી આવ્યા હતા એમ એસીએફ કપ્તાએ જણાવ્યું હતું. 

સિંહોએ આખી રાત મારણની મિજબાની માણી

સિંહને ખદેડવામાં ભારે મહેનત થઇ હતી. જ્યારે સિંહણ તેની રીતે મોડી રાત્રે જંગલ તરફ ચાલી ગઇ હતી. બે દિવસ પહેલા વિસાવદરથી બે કિમી દુર કાલસારી ગામે મધુભાઇ પદમાણીનાં ઘરની પાછળની બજારમાં બે સાવજોએ ગાયનું મારણ કરી આખી રાત મિજબાની માણી હતી.

ઝૂપડામાંથી 7 માસનાં પુત્રને દીપડો ઉપાડી ગયો, 500 મીટર દુર હાથ-માથું મળ્યા

Bhaskar News, Junagadh | Oct 24, 2016, 06:02 AM IST ઝૂપડામાંથી 7 માસનાં પુત્રને દીપડો ઉપાડી ગયો,  500 મીટર દુર હાથ-માથું મળ્યા,  junagadh news in gujarati
  • (તસવીર પ્રતિકાત્મક)
જૂનાગઢ:બીલખા નજીકનાં બેલાગામની સીમમાં ગતરાત્રીનાં કરૂણ ઘટના બની હતી. મુળ વિસાવદર તાલુકાનાં માંગનાથપીપળીનાં પરિવારે બેલાગામમાં ભાગ્યું રાખ્યું હતુ.ગતરાત્રીનાં ઝૂપડામાં માતા એક પુત્રી અને સાત માસનાં પુત્ર સાથે સુતી હતી.ત્યારે દીપડો આવી ચડ્યો હતો.અને સાત માસનાં પુત્રને ઉપાડી ગયો હતો. માતાથી 500 મીટર દુર પુત્રને દીપડાને ફાડી ખાદ્યો હતો.આ ઘટનાને લઇ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.શોધખોળ કરતા ઝુપડાની બાજુમાંથી હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો.
સાત માસનાં શિવમને દીપડો ઉપાડી ગયો 
 
બનાવની મળતી વિગત મુજબ વિસાવદરનાં માંગનાથ પીપળી ગામે રહેતા વિપુલભાઇ ચારોલિયાએ બીલખા નજીકનાં બેલાગામ ખાતે જીવરામભાઇ છગનભાઇ સાંકિયાનાં ખેતરમાં ભાગ્યું રાખ્યું હતુ. વિપુલભાઇ પરિવાર સાથે ઝૂપડુ બાંધી સીમમાં રહેતા હતા.ગતરાત્રીનાં ઝૂપડામાં ટીકુબેન પુત્રી અને સાત માસનાં પુત્ર શિવમની સાથે સુતા હતા.ત્યારે મોડી રાત્રીનાં દીપડો ઝુપડામાં આવી ચડ્યો હતો.સાત માસનાં શિવમને દીપડો ઉપાડી ગયો હતો.
 
ઝુપડાની બાજુમાંથી હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો
 
ઝુપડાથી 500 મીટર દુર ફાડી ખાદ્યો હતો.સવારનાં પુત્રની શોધખોળ કરતા ઝુપડાની બાજુમાંથી હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો હતો.સાત માસનાં પુત્રનાં મોતથી પરિવારને અઘાતમાં સરી પડ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગને જતા આરએફઓ એસ.ડી.ટીલાળા અને સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે બિલખા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

દીપડાને પકડવા ત્રણ પાંજરા મુક્યાં
 
બાળકને દીપડો ઉપાડી જતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.તેમજ દીપડાને પકડી લેવા માટે વન વિભાગે જૂદી-જુદી ત્રણ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે. આજે રાત્રે દીપડો પાંજરા પુરાઇ જાઇ તેવી આશા વન વિભાગ સેવી રહ્યું છે.

4 લાખની સહાય સરકાર આપે છે
 
વન્ય પ્રાણીનાં હૂમલામાં ઘાયલ કે કોઇ મૃત્યુ પામે ત્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. માવન મૃત્યુનાં કેસમાં સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય આપવામાં આવે છે.

કોડીનાર: ફરવા આવેલો યુવાન જમજીર ધોધમાં ગરક, હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

Bhaskar News, Kodinar | Oct 24, 2016, 05:58 AM IST

  • પોલસ અને તરવૈયાઓ શોધખોળમાં લાગ્યા, ઇન્સેટમાં મૃતક
કોડીનાર:દીવનાં વણાંકબારાનો  યુવાન જમજીરધોધમાં ગરક થતાં તરવૈયા દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે. રવિવારે ખારવા સમાજનાં 10 થી વધુ યુવાનો અહિંયા ફરવા આવ્યા હતાં. આ અંગેની મળતી વિગત મુજબ વણાંકબારાનાં  ખારવા સમાજનાં  10થી વધુ યુવાનો રવિવારે  જમજીર ધોધ ખાતે ફરવા આવેલ અને બપોરે ભોજન લઇ ન્હાવા પડયા હતાં.ઘટનાની જાણ થતાં પરિવારજનો  જમજીર ખાતે પહોંચી ગયા હતાં અને મહિલા સહિતનાં પરિવારનો કલ્પાંતથી  હૃદયદ્રાવક  દ્રશ્યો સર્જાયા હતાં.
 
સોમવારે સવારથી જ તરવૈયાઓ  દ્વારા ફરી શોધખોળ  હાથ ધરાશે
 
તે પૈકી ભાવિન રામજીભાઇ  સોલંકી (ઉ.વ.22) ઉંડા પાણીમાં  ગરક થઇ જતાં સાથે આવેલા યુવાનો અને તરવૈયાઓએ  સાંજ સુધી શોધખોળ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ કોડીનારનાં પીએસઆઇ  અને તેમની ટીમ, ટીડીઓ વાઘેલા, ગીરગઢડાનાં  મામલતદાર , આગેવાનો સહિતનાં લોકો દોડી ગયેલ. ધોધનો  પાણીનો પ્રવાહ પણ વધુ હોય સોમવારે સવારથી જ તરવૈયાઓ  દ્વારા ફરી શોધખોળ  હાથ ધરાશે.
 

પરિવારજનોનો  હૃદયદ્વાવક  કલ્પાંત
 
આ સમાચારની  જાણ થતાં જ ભાવિનનાં  પરિવારજનો  જમજીર ખાતે પહોંચી ગયા હતાં અને મહિલા સહિતનાં પરિવારનો કલ્પાંતથી  હૃદયદ્રાવક  દ્રશ્યો સર્જાયા હતાં. અહિંયા ફરવા આવેલા લોકોમાં પણ ગમગીની પ્રસરી ગઇ હતી.

જૂનાગઢ: ભાદરવા માસમાં 78 લોકોને સાપ કરડયા, શું કાળજી રાખવી?

Bhaskar News, Junagadh | Oct 21, 2016, 02:47 AM IST

    જૂનાગઢ: ભાદરવા માસમાં 78 લોકોને સાપ કરડયા, શું કાળજી રાખવી?,  junagadh news in gujarati
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં ભાદરવા માસ દરમિયાન 78 લોકોને સાપ કરડવાનાં બનાવો બન્યા હતા.આ લોકોને સિવીલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અપાઇ હતી. જૂનાગઢ સહિતનાં પંથકમાં બીન ઝેરી સાપનું પ્રમાણ જોવા મળે છે. સોરઠ પંથકમાં માત્ર કોબ્રા-કાળોતરો સાપ જ ઝેરી હોવાનું મનાય છે. આ સિવાયનાં સાપ બીનઝેરી સાપ હોવાનું જાણવા મળે છે. ભાદરવા માસ દરમિયાન વરસાદે વિરામ લીધો હતો અને ગરમીનું પ્રમાણ વધ્યુ હતું. 
 
ભાદરવા માસમાં સર્પ કરડવાનાં આંકડા જોતા જિલ્લામાં 78 લોકોને સાપે દંશ દીધો
 
જમીનમાં ઉકળાટ થતાં સાપ, વીંછી સહિતનાં સરીસૃપો બહાર નીકળે છે. ખુલ્લામાં સાપ નીકળે ત્યારે લોકોનું ધ્યાન હોતું નથી અને અજાણતામાં તેની ઉપર હુમલો કરવો, પગ મુકી દેવો, નુકશાની કરવી વગેરે કારણોથી સાપ જીવલેણ હુમલો કરી દે છે. સાપનાં હુમલાનો ભોગ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો કે ખેતી સાથે જોડાયેલા લોકો બનતા હોય છે. છેલ્લે ભાદરવા માસમાં સર્પ કરડવાનાં આંકડા જોતા જિલ્લામાં 78 લોકોને સાપે દંશ દીધો હતો. બીનઝેરી સાપ હોવાને કારણે અણબનાવ બનવાની સંખ્યામાં પણ ધટાડો નોંધાયો હતો.
 
જિલ્લામાં સાપ કરડવાનાં બનાવ વધી રહયાં છે
 
જૂનાગઢ જિલ્લામાં સાપ કરડવાનાં બનાવ વધી રહયાં છે. તેની સાથે હાલ વિંછીનો પણ ઉપદ્રવ વધ્યો છે. વિંછી લોકોને ડંખ મારી રહયો છે. ખાસ કરીને ભાદરવો અને ભાદરવા બાદ પડતી ગરમીનાં કારણે સાપ - વિંછી બહાર આવતાં હોય છે. અને લોકોને ડંખ મારતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં લોકોએ ગભરાવવાની જગ્યાએ જાગૃત થવાની તાતી જરૂર છે.
એક્સપર્ટ વ્યુ
 
સાપને ઓળખી લેવો
 
ગરમીને કારણે સાપ દરમાંથી બહાર નીકળે છે ત્યારે તેનું વર્તન પણ બદલી જતું હોય છે. સાપ કરડે ત્યારે કેવા કલરનો સાપ હતો અને ક્યાં કરડયો તે બાબત ઓળખી ડોક્ટરને જાણ કરવી. લોકોએ અંધશ્રદ્ધાને ત્યજી તાત્કાલિક દવાખાને સારવાર અપાવવી હિતાવહ છે.-ડો. ભાવેશ જાવીયા, વેટરનરી કોલેજ
 
સાપ કરડે ત્યારે શું કાળજી રાખવી?
 - ભાગદોડ કરવી નહીં
 - કરડેલા ભાગની ઉપર મધ્યમ રીતે પાટાપીંડી કરવી
 - લોહીનું દબાણ વધે નહીં એની કાળજી લેવી
 - ભુવા કરતા ડોકટરની સલાહ લેવી
 
બીક જ મારી નાંખે છે
 
સોરઠ પંથકમાં મોટા ભાગે બીનઝેરી સાપની સંખ્યા વધુ છે. પરંતુ પાણીમાં કે બીજી જગ્યાએ સાપ કરડે ત્યારે લોકમાનસમાં સાપ કરડયો તેવી બીક વધી જાય છે. જેનાં કારણે લોહીનું દબાણ વધી જાય છે. લોકોએ ગભરાવવું જોઇએ નહીં.

તાલાલા પંથકનાં અનીડા ગામે શિયાળે વૃદ્ધાને મોઢા અને શરીરે બચકા ભર્યા

તાલાલા પંથકનાં અનીડા ગામે શિયાળે વૃદ્ધાને મોઢા અને શરીરે બચકા ભર્યા,  junagadh news in gujarati Bhaskar News, Talala | Oct 21, 2016, 00:56 AM IST

વૃદ્ધાને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા હતા
તાલાલા: તાલાલા અનીડા ગામે ગુરૂવારે મગફળી કાઢવા કામ અર્થે આવેલ વૃદ્ધા મજુર બપોરે જમી આંબા હેઠળ આરામ કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં આવેલ શિયાળે વૃદ્ધા ઉપર હુમલો કરી શરીર અને મોઢાનાં ભાગે બચકા ભરી લેતા ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવેલ.તાલાલા તાલુકાનાં અનીડા ગામનાં ખેડુત વરજાંગભાઇ અરજણભાઇ ઝાલાનાં ખેતરમાં ગુરૂવારે મગફળી મજુરો આરામ કરતાહતા. 
 
શિયાળ ભાગી શેરડીનાં વાડમાં ચાલ્યુ ગયેલ
 
વૃદ્ધ મહિલા મજુર જીણીબેન (ઉ.વ.55) આંબા હેઠળ આરામ કરતા હતા ત્યારે નજીક શેરડીનાં વાડમાંથી એક શિયાળ ખેતરમાં આવે લઅને વૃદ્ધા જીણીબેન ઉપર શિયાળએ હુમલો કરી વૃદ્ધાનાં શરીર અને મોઢાનાં ભાગે બચકા ભરી તીક્ષણ દાંત બેસાડી દેતા વૃ્દધા લોહી લુહાણ થઇ ગયા હતા. વૃદ્ધાની ચીસ સાંભળી અન્ય મજુરો આવતા શિયાળ ભાગી શેરડીનાં વાડમાં ચાલ્યુ ગયેલ.
 
શિયાળે હુમલો કરતા ખેત મજુરોમાં વન્ય પ્રાણીનો ભય વધવા લાગ્યો છે
 
વૃદ્ધાને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ જયાં ફરજ ઉપરનાં તબીબ ડો.આશીષ માકડીયાએ સારવાર આપી હતી. બનાવની જાણ થતાં તાલાલા રેન્જનાં વનકર્મી ડેરભાઇ અનીડા તપાસ માટે પહોંચેલ. સિંહ-દિપડા દ્વારા માનવી ઉપર હુમલા થતા રહેતા હોય આજે શિયાળે હુમલો કરતા ખેત મજુરોમાં વન્ય પ્રાણીનો ભય વધવા લાગ્યો છે. અત્રે નોંધનીય એ છે કે, સિંહ-દિપડા બાદ શિયાળનાં પણ હુમલાનો બનાવ સામે આવતા લોકોમાં ભય ફેલાયો છે.

ગિરનારની લીલી પરિક્રમાનાં 10 લાખ યાત્રાળુ માટે 10 લાખ આપો

DivyaBhaskar News Network | Oct 20, 2016, 04:00 AM IST
કારતકમાસની અગિયારસ નિમીતે જૂનાગઢનાં ગિરનાર ફરતે લાખો શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરે ત્યારે કાયમી ધોરણે કલેકટરને દરેક વર્ષે રૂ. 10 લાખનું અનુદાન આપવામાં આવે તેવી માંગ ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટરે બોર્ડનાં ચેરમેનને કરી છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ નારસિંહભાઇ પઢીયારે યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન મહેન્દ્રભાઇ ત્રિવેદીને રજૂઆત કરી હતી કે, ગિરનાર ફરતે લીલી પરિક્રમામાં દર વર્ષે 10 લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે કાયમી ધોરણે જૂનાગઢ કલેકટરને દરેક વર્ષે રૂ. 10 લાખનું અનુદાન આપવામાં આવે. જેથી તેમની જરૂરીયાત મુજબ વન વિભાગ કે અન્ય વિભાગો ફંડ મેળવી શકે. ગિરનાર ફરતેની 36 કિમી જેટલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ દિવસો સુધી રોકાણ કરે છે. ત્યારે બોર્ડ દ્વારા સહાય મળે તો મદદરૂપ થઇશું.

પરિક્રમાનાં રસ્તા માટે વન વિભાગ પાસે ફંડ નથી

પરિક્રમામાટે રસ્તા રીપેર કરવા, વિકટ માર્ગોની સફાઇ કરાવવી, સીડીઓ બનાવવી, તૂટેલા રસ્તા-સીડી રીપેર કરવી વગેરે કાર્યો વન વિભાગ દ્વારા કરવામાં આવે છે પરંતુ તેની પાસે ફંડ હોતું નથી.

ગિરનાર રોપ-વેની સ્થાનિક અડચણ વિશે ચર્ચા


DivyaBhaskar News Network | Oct 20, 2016, 04:00 AM ISTગિરનાર રોપ-વેની સ્થાનિક અડચણ વિશે ચર્ચા,  junagadh news in gujarati

ધારાસભ્ય મશરૂ ઉષા બ્રેકોનાં હેડ ક્વાર્ટરની મુલાકાતે

ગિરનારરોપવે ને આખરી મંજૂરી મળી ગઇ છે. ત્યારે હવે કામ ઝડપથી શરૂ થાય તે માટે જૂનાગઢ ના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ ઉષા બ્રેકો કંપની ની હેડ ઓફિસ ગાઝીયાબાદ ખાતે મુલાકાત લીધી હતી. અને પ્રોજેક્ટમાં લોકલ લેવલ ના અંતરાયો મા સહાયક બનવાની ખાત્રી આપી હતી. તેમણે કંપની ના મેનેજીંગ ડિરેક્ટરને મળી માટેની તૈયારીઓ દેખાડી હતી. અને સ્થાનિક લોકોમાં ગિરનાર રોપ-વે વિશે રહેલી ઉત્સુકતાઓ વિશેની પણ જાણકારી આપી હતી.

વિસાવદર રેન્જમાંથી વધુ બે બીમાર સિંહ - સિંહણને સારવારમાં ખસેડાયા

Bhaskar News, Visavadar | Oct 21, 2016, 00:57 AM IST

    વિસાવદર રેન્જમાંથી વધુ બે બીમાર સિંહ - સિંહણને સારવારમાં ખસેડાયા,  junagadh news in gujarati
(રીંગ પાજરા ગોઠવી નિરીક્ષણ થય રહ્યું છે)
 
વિસાવદર: વિસાવદર રેન્જમાંથી હાલ ત્રણ બિમાર સિંહોને સારવાર માટે ખસેડાયા છે જેમાં બે દિવસ પહેલા પકડાયેલા બિમાર સિંહને સાસણ ખાતે એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલાયો હતો જ્યાં તેને યોગ્ય સારવાર આપી બુધવાર રાત્રીનાં ફરી જંગલમાં છોડી મુકાયો છે. જ્યારે વન વિભાગને એક સિંહ અને સિંહણ બિમાર અવસ્થામાં મળી આવતા તેઓને સાસણ ખાતે ખસેડાયા છે.
 
નરમાદા મળી 5 થી 6 સિંહોને સારવારમાં ખસેડ્યા
 
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર રેન્જમાં વનવિભાગ છેલ્લા એક માસથી બિમાર સિંહોને શોધી સારવાર અપાવી રહી છે જો કે એક માસ પહેલા રાજપરા ગામમાંથી એક સાથે બે બિમાર સિંહણોનાં મોત થયા હતા.અને ત્યારબાદ સીસીએફ સહિતનાં ઉચ્ચ અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં કેટલા બિમાર સિહો છે તે અંગે તપાસ કરવાની સુચના આપી હતી. જેમાં વનવિભાગે અત્યાર સુધીમાં નરમાદા મળી 5 થી 6 સિંહોને સારવારમાં ખસેડ્યા છે.
 
બિમાર સાવજોને ગોતવામાં ધંધે લાગી ગયું છે 
 
જ્યારે રાજપરા ગામે મકાનમાં ઘુસી વાછરડાનું મારણ કરનાર બિમાર સિંહને સારવાર આપી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ વધુ બે નર અને માદા સિંહ બિમાર મળી આવતા તેમને સારવાર માટે સાસણ ખસેડાયા છે.અત્રે નોંધનીય એ છે કે, વનવિભાગ હાલ બિમાર સાવજોને ગોતવામાં ધંધે લાગી ગયું છે અને તે માટે સઘન કાર્યવાહી કરી રહ્યું છે.
 
રીંગ પાજરા ગોઠવી નિરીક્ષણ થય રહ્યું છે

આરએફઓ વંશ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે તમામ રેન્જમાં રીંગ પાંજરા ગોઠવીને સિંહોની તપાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત નેસની અંદર માલઢોરને ખરવા કે કોઇ અન્ય બિમારી નથી તે અંગેની તપાસણી પણ ડોકટરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આમ હાલ સિંહોની તંદુરસ્તી માટે પુુરુ ધ્યાન અપાઇ રહ્યું છે.

પરિક્રમા રૂટનાં રીપેરીંગની કામગીરી શરૂ

    પરિક્રમા રૂટનાં રીપેરીંગની કામગીરી શરૂ,  junagadh news in gujarati
DivyaBhaskar News Network | Oct 18, 2016, 03:50 AM IST

વન વિભાગે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી : કર્મચારીઓ કામે લાગ્યા

ગરવાગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વન વિભાગ દ્વારા હાલ પરિક્રમા રૂટનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગે હાલ પ્રાથમિક તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે.

દેવદિવાળી પર યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને લઇ તૈયારીઓનો પ્રારંભ થયો છે. ગિરનાર ફરતે 36 કીમીમાં પરિક્રમા યોજાતી હોય છે. જેમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે.તેની સુખાકારી સુવિધા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. વરસાદનાં કારણે પરિક્રામ રૂટનું ધોવાણ થયું છે. પરિક્રમમાં આવતા શ્રધ્ધાળુંઓને મુશ્કેલી પડે તે માટે ડીએફઓ એસ.સિંથીલકુમારની સુચનાથી આરએફઓ એસ.ડી.ટીલાળા, હીંગરાજીયાનાં માર્ગદર્શનમાં પરિક્રમા રૂટ રીપેર કરવામાં આવી રહ્યો છે. પરિક્રામ રૂટનાં રીપેરીંગનો પ્રારંભ થયો છે. વન વિભાગ દ્વારા પ્રાથમીક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પરિક્રમા નજીક કામગીરીની ગતી વધારી દેવામાં આવશે. હાલ વન વિભાગનાં કર્મચારીઓ,મજુરોની મદદથી રૂટ રીપેર કરવામાં આવી રહ્યો છે.

રસ્તા વચ્ચેનાં ખાડા અને ધોવાણ માટીથી પુરી દેતા રસ્તાઓ નવી બની રહ્યા છે તસ્વીર-મેહુલ ચોટલીયા

નવા રસ્તા બની રહ્યાં છે

ગિરનાર પર નાશિકનાં યાત્રીકનું મોત

DivyaBhaskar News Network | Oct 17, 2016, 04:40 AM IST
નાશિકથીપરિવાર સાથે પરિવાર સાથે પૂનમ ભરવા ગિરનારને આવેલા આધેડને હાર્ટઅેટેક આવતા મોત નિપજ્યું હતુ. બનાવ અંગે ભવનાથ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શ્રીકાંત એકનાથ સહાણે નામના આધેડ પરિવાર સાથે મહારાષ્ટ્રના નાશિકથી ગિરનાર જૈન દેરાસરમાં શરદ પૂનમ ભરવા આવ્યા હતા. મોડી રાત્રે શ્રીકાંત ભાઇને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો હતો.જેથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તબિયત વધુ લથડતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભવનાથ પોલીસે ડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચમ સુધી પ્રવાસીઓનો ગીરમાં ધસારો જોવા મળશે

DivyaBhaskar News Network | Oct 30, 2016, 13:05 PM IST
રમણીય નજારો અને ધર્મસ્થાનોમાં દર્શનાર્થે દેશભરમાંથી ભાવિકો આવશે

ગીરજંગલ ફરી પ્રવાસીઓથી ઉભરાયુ છે. દિપાવલી પર્વના દિવસો શરૂ થતા માત્ર ગુજરાતભરમાથી નહી પરંતુ દેશભરમાથી પ્રવાસીઓ દિશામા દોડી આવ્યા છે. દર વર્ષે રીતે દિપાવલીના તહેવારના દિવસોમા ગીરમા પ્રવાસીઓનો મોટો ધસારો રહે છે. અહીનો પ્રાકૃતિક નજારો રમણીય છે. ભરપુર ચોમાસાના કારણે વનરાઇ ખીલી ઉઠી છે. ઝરણાઓ વહી રહ્યાં છે જેનો નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. જેના પગલે મોટી સંખ્યામા પ્રવાસીઓ ગીરના નજારાને માણવા આવી પહોંચ્યા છે.

ગીર જંગલમા ઠેકઠેકાણે આસ્થાના ધામ સમા ધાર્મિક સ્થળો આવેલા છે. જયાં હાલમાં કિડીયારૂ ઉભરાયુ હોય તેવી સ્થિતી છે. કમસેકમ લાભપાંચમ સુધી પ્રકારની સ્થિતી જોવા મળશે અને ત્યારબાદ પ્રવાસીઓનો ધસારો ધીમેધીમે ઓછો થશે.

ગુલાબી ઠંડીમાં રળીયામણા જંગલની મજા માણતા સિંહ પરિવાર દ્રશ્યમાન થયા

Bhaskar News, Amreli | Oct 30, 2016, 20:32 PM IST

અમરેલી:આજથી હીંદુઓનું નવું વર્ષ બેસી રહ્યું છે. ઠેર-ઠેર વધામણા, એકબીજાને સાલમુબારક સાથે અભિનંદન અપાઇ રહ્યા છે. શિયાળાની ગુલાબી ઠંડી અને જંગલનું વાતાવરણ પણ રળીયામણું થઇ ગયું છે. ત્યારે સિંહ પરિવાર પણ કહી રહ્યું હોય કે આજે તો અમારે ઘેર પણ દિવાળી છે. એવું દ્રશ્ય ખડું થયું છે. લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર સાવજોનુ ઘર છે. આ સાવજોની ટેરેટરી ઘણી મોટી છે. જેમા તેઓ હરતા ફરતા રહે છે. ક્રાંકચની સીમમાંથી આ સાવજો હાલ અંટાળીયા, લુવારીયા અને બોડીયાની સીમમાં નજરે પડી રહ્યાં છે.

સાવરકુંડલા: સિંહના ટોળાંને જોવા ત્રણ કલાક સુધી આખું ગામ ધાબા પર ચડ્યું

સાવરકુંડલા: સિંહના ટોળાંને જોવા ત્રણ કલાક સુધી આખું ગામ ધાબા પર ચડ્યું,  amreli news in gujarati Jaidev Varu, Rajula | Oct 27, 2016, 18:26 PM IST

અમરેલી:ગીરના સિંહો જંગલ મુકીને શિકારની શોધમાં ગામડાઓમાં આવી જતાં હોવાનું સાંભળ્યું છે પણ સાવરકુંડલાના પીઠવડી ગામમાં એક નહીં પણ ત્રણ-ત્રણ સિંહો ઘુસતા આખું ગામ ધાબા પર ચડી ગયું હતું અને આખા ગામને સિંહોએ બાનમાં લીધું હતું. સિંહોએ એક ગાયને ઈજાગ્રસ્ત કરી જ્યારે બે રાહદારીને લોહીલુહાણ કરી નાખ્યાં હતાં.

સિંહો હંમેશા ગીરના ગાઢ જંગલોમાં જ હોય છે એવું નથી ગીર જંગલને અડીને આવેલા રેવેન્યુના વિસ્તારોમાં સિંહો શિકારની શોધમાં આવી જાય છે. ત્યારે બુધવારે સાવરકુંડલાના પીઠવડી ગામમાં રાત્રે નવેક વાગ્યાની આસપાસ ત્રણ સિંહોએ મહેમાન ગતિ માણી હતી. ત્રણ સિંહો ગામમાં ઘૂસી આવતાં લોકો ધાબા પર ચઢી ગયા હતાં. સિંહો ગામમાં ઘુસી આવતાં લોકોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. સિંહે ત્રણ લોકોને ઈજા પહોંચાડી હતી જ્યારે પાદરમાં આવીને એક ગાયને ઈજાગ્રસ્ત કરી હતી. સિંહો ગામમાં ઘુસ્યાની વાત વનવિભાગ અને પોલીસને કરતાં અધિકારીઓ દોડી આવ્યા હતાં. ત્રણ કલાક સુધી સિંહો ગામની અંદર આટાં-ફેરા કરી રહ્યા હતાં. સિંહો ગામમાં ઘૂસતાં લોકોના જીવ તાળવે ચોટી ગયા હતાં.
 
સિંહનું ટોળું આવતાં ગામના લોકો જોવા માટે ધાબા પર બેસી ગયા

પીઠવડી ગામમાં રાતે ત્રણ સિંહો ઘૂસી આવતાં લોકો ઘાબા પર ચઢી ગયા હતાં. સિંહોએ ગામના સ્થાનિક ત્રણ રહીશો પર હુમલો કરતાં લોહીલુહાણ થઈ ગયા હતા જેમના સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. સિંહોને બહાર જવા માટે ગામમાં ખુબ જ આંટા ફેરા કર્યા જોકે બહાર જવાનો રસ્તો મળતો નહતો. વનવિભાગ અને પોલીસની ભારે જહેમત બાદ ત્રણેય સિંહો ગામની બહાર નીકળીને જંગલ તરફ દોટ મુકતા ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો હતો. સિંહના ટોળાંને જોવા માટે લોકો પતરા અને ધાબા પર બેસી ગયા હતાં.

રાજુલા: વાવડીની સીમમાંથી બીમાર સિંહબાળ મળ્યું, સારવાર માટે ખસેડાયું

રાજુલા: વાવડીની સીમમાંથી બીમાર સિંહબાળ મળ્યું, સારવાર માટે ખસેડાયું,  amreli news in gujarati Bhaskar News, Rajula | Oct 19, 2016, 02:00 AM IST
રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહી આવેલ વાવડી ગામ નજીક સીમ વિસ્તારમાં એક સિંહબાળ બિમાર હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને સિંહબાળને પકડી સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામા આવી હતી. 

સિંહબાળને બાબરકોટ ખાતે સારવાર આપવામા આવી

ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા મોટા પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. અવારનવાર વન્યપ્રાણીઓ બિમાર પડવાની ઘટનાઓ બને છે. ત્યારે રાજુલા તાબાના વાવડી ગામની સીમમા એક સિંહબાળ બિમાર હોવાની જાણ થતા રાજુલા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. પ્રથમ સિંહબાળને પકડીને જાફરાબાદના બાબરકોટ ખાતે સારવાર આપવામા આવી હતી. 
 
સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયું હતુ

બાદમાં આ બિમાર સિંહબાળને વધુ સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યું હતુ. આરએફઓ ધાંધીયાએ જણાવ્યું હતુ કે વાવડી ગામની સીમમાં બિમાર સિંહબાળ હોવાની જાણ થતા તેને સારવાર આપવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. સિંહબાળને અન્ય કોઇ ઇજાના નિશાન નથી.

કુંડલા: પાંચ સાવજો કર્યુ પાંચ પશુઓનું મારણ, લોકો જોવા એકઠા થઇ ગયા

કુંડલા: પાંચ સાવજો કર્યુ પાંચ પશુઓનું મારણ, લોકો જોવા એકઠા થઇ ગયા,  amreli news in gujarati Bhaskar News, Savarkundla | Oct 20, 2016, 00:33 AM IST

  • લોકો એકઠા થઇ સિંહોને ખલેલ પહોંચાડી: તંત્ર ડોકાયું નહિં
સાવરકુંડલા:સાવરકુંડલાથી ત્રણેક કિમી દુર આવેલ શેણીના ડેમ પાસે જુના વિજયાનગરના કેડે ગત સમી સાંજે પાંચેક સાવજો શિકારની શોધમા આવી ચડયા હતા. અહી સાવજોએ પાંચ પશુઓનો શિકાર કર્યો હતો. સાવજોએ મારણ કર્યુ હોવાની જાણ થતાની સાથે જ અહી લોકોના ટોળા સિંહ દર્શન માટે એકઠા થઇ ગયા હતા જેને પગલે સાવજોને ખલેલ પહોંચી હતી.
 
શિકારની શોધમા પાંચ સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ અને અહી પાંચ પશુઓનુ મારણ કર્યુ
 
જો કે અહી મોડી રાત સુધી વનતંત્ર ડોકાયુ ન હતુ બાદમાં મોડે મોડે અહી વનવિભાગનો સ્ટાફ આવ્યો હતો.ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. સાવરકુંડલા પંથકમા પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે ત્યારે ગત સમી સાંજે અહીના જુના વિજયાનગરના કેડે શિકારની શોધમા પાંચ સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ અને અહી પાંચ પશુઓનુ મારણ કર્યુ હતુ. અહી સાવજો શિકારની મિજબાની માણે તે પહેલા જ બાઇકો લઇ લોકોના ટોળા અહી સિંહ દર્શન માટે આવી પહોંચ્યા હતા.  
 
એક વાછરડાને સિંહે ગળેથી પકડી શિકાર કરે તે પહેલા લોકોના ટોળાના હાકલા પડકારા 
 
લોકોએ લાઇટો કરી સિંહોને મારણ પરથી દુર ધકેલી દીધા હતા. એક વાછરડાને સિંહે ગળેથી પકડી શિકાર કરે તે પહેલા લોકોના ટોળાએ હાકલા પડકારા કરી સિંહને ભગાડયો હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. અહી સાવજોને હેરાન પરેશાન કરવામા આવતા હોવાની વનવિભાગને જાણ કરવામા આવી હતી. જો કે મોડી રાત્રે અહી વનવિભાગનો સ્ટાફ ડોકાયો હતો.

પરીક્ષા આપવા જતાં ચલાલા યુવાનની બાઇક આડે નિલગાય ઉતરી, ઘટના સ્થળે જ મોત

Bhaskar News, Amreli | Oct 20, 2016, 01:30 AM IST

    પરીક્ષા આપવા જતાં ચલાલા યુવાનની બાઇક આડે નિલગાય ઉતરી, ઘટના સ્થળે જ મોત,  amreli news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
અમરેલી: ચલાલાનો એક દલીત યુવાન પોતાનું મોટર સાયકલ લઇ અમરેલીમાં સરકારી ભરતીની પરિક્ષા આપવા આવી રહ્યો હતો ત્યારે ચલાલા નજીક નિલગાય આડી ઉતરતા મોટર સાયકલ પલટી ખાઇ ગયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. અમરેલી પંથકમાં જીવલેણ અકસ્માતોની ઘટના જાણે રોજીંદી બની ગઇ છે.
 
દરગાહ પાસે પહોંચ્યુ ત્યારે નિલગાય આડી ઉતરતા તે પલટી ખાઇ ગયું હતું
 
આવી વધુ એક ઘટના અમરેલી ચલાલા રોડ પર ચલાલા નજીક બખડશાપીર આગળ પુલ નજીક બની હતી.પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચલાલામાં ગાયત્રી મંદીર પાસે રહેતા પંકજ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.20) નામનો દલીત યુવાન ગઇ 16મી તારીખે પોતાનું જી. જે. 14 એ. ડી. 2469નંબરનું મોટર સાયકલ લઇ અમરેલીમાં સચિવાલયની ભરતીની પરિક્ષા આપવા નિકળ્યો હતો. તેણે બાઇક પાછળ ચલાલાના જ સુનીલ ભીખુભાઇ નામના યુવાનને બેસાડ્યો હતો.  તેનું બાઇક જયારે બખડશાપીરની દરગાહ પાસે પહોંચ્યુ ત્યારે નિલગાય આડી ઉતરતા તે પલટી ખાઇ ગયું હતું. 
 
પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી
 
આ અકસ્માતમાં પંકજને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સુનીલ ભીખુભાઇને પણ ગંભીર ઇજા પહોંચી હોય તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. બનાવ અંગે મૃતક પંકજના પિતા રામજીભાઇ રાઠોડે ચલાલા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. હેડ કોન્સ્ટેબલ પી. એચ. વાડદોરીયા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે. યુવાનના મોત અંગે પોલીસે તેમનાં પરિવારજનોને જાણ કરતા શોકની લાગણી પ્રસરી હતી. સરકારી નોકરી માટે ભરતી થવાની પરીક્ષા આપવા જતી સમયે અકસ્માત થતા યુવાનનાં મોતથી શોકનું મોજું પ્રસરી ગયું હતું.

એકસાથે સાત સાવજોનું ટોળું દેખાયું: ખેડૂતની નજર સમક્ષ બળદનું કર્યું મારણ

એકસાથે સાત સાવજોનું ટોળું દેખાયું: ખેડૂતની નજર સમક્ષ બળદનું કર્યું મારણ,  amreli news in gujarati Jaidev Varu, Rajula | Oct 14, 2016, 13:04 PM IST

રાજુલા:રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આજે ધોળા દિવસે સાત જેટલા સાવજો અહીના નિંગાળા-1 ગામે આવી ચડ્યા હતા અને અહીં સીમમા બળદનું મારણ કર્યું હતું. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહીં દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 
 
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજુલા તાબાના નિંગાળા-1 ગામની સીમમાં બાલક્રિષ્ના પેટ્રોલપંપ પાછળના ભાગમા ધોળા દિવસે એકસાથે સાત સાવજોનું ટોળું ધસી આવ્યું હતુ. અહીં સાર્દુળભાઇ ગાંડાભાઇ પોતાના ખેતરમા બળદ ચરાવી રહ્યાં હતા ત્યારે તેમની નજર સામે જ આ સાવજોએ બળદનો શિકાર કર્યો હતો.  

ખેડૂતે વનવિભાગને જાણ કરતાં જ અધિકારીઓ દોડી આવ્યા
  તાબડતોબ સાર્દુળભાઇએ તેમના પુત્ર ભગુભાઇને જાણ કરતા તેમણે આતાભાઇને જાણ કરી હતી અને બાદમાં વનવિભાગને જાણ કરવામા આવતા વી.વી.ગોંડલીયા, મંગાભાઇ ધાપા, નકાભાઇ રામ, બાબુભાઇ વણજર સહિત અહીં દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાવરકુંડલાનાં ગાધકડાની સીમમાં ત્રણ સિંહે ત્રણ પશુઓનું મારણ કર્યું

Bhaskar News, Savarkundala | Oct 12, 2016, 02:43 AM IST

    સાવરકુંડલાનાં ગાધકડાની સીમમાં ત્રણ સિંહે ત્રણ પશુઓનું મારણ કર્યું,  amreli news in gujarati
(પ્રતિકાત્મક તસવીર)
 
સાવરકુંડલા:  ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા વસવાટ કરી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગામો તેમજ અભ્યારણ્ય નજીકના ગ્રામ્ય વિસ્તારોમા અવારનવાર સાવજો દ્વારા પશુઓના શિકારની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના સાવરકુંડલાના ગાધકડાની સીમમાં બની હતી. જયાં  ત્રણ સાવજોએ ત્રણ પશુઓનુ મારણ કર્યુ હતુ. 

સાવજોએ પશુઓનુ મારણ કર્યાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના ગાધકડાની સીમમાં બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી ગઇકાલે સમી સાંજે ત્રણ ડાલામથ્થા સાવજો શિકારની શોધમા આવી ચડયા હતા અને સાવજોએ અહી બે વાછરડા અને એક ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. 

અહી રહેતા અમરાભાઇ સાર્દુળભાઇ રબારીની માલિકીના બે વાછરડા અને એક ગાયનુ મારણ કરવામા આવતા આ અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

દલખાણીયા રેંજમાં બિમાર સિંહણને સારવાર

ગીર જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં અવારનવાર વન્યપ્રાણીઓ બિમાર પડવાની ઘટનાઓ બનતી રહે છે. જો સમયસર  સારવાર ન મળે તો વન્યપ્રાણી મોતને પણ ભેટી શકે. ત્યારે ધારી તાબાના દલખાણીયા રેંજમા એક બિમાર સિંહણ નજરે પડતા વનવિભાગે ઘટના સ્થળે દોડી જઇ સિંહણને સારવાર આપી સ્થળ પર જ મુકત કરી દીધી હતી. 
 
ધારી તાબાના દલખાણીયા રેંજમા ડુબકીયાળી વિસ્તારમા એક સિંહણ બિમાર હોવાનુ વનવિભાગને જાણ થતા ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, વનરાજભાઇ ધાધલ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા અને સિંહણને પાંજરે પુરી સ્થળ પર જ સારવાર આપવામા આવી હતી. નવેક વર્ષની ઉંમરની સિંહણને ગુમડુ થયાનુ જાણવા મળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્રાણીઓને ગુમડા જેવી બિમારી વધુ જોવા મળતી હોય છે.

ખાંભામાં 300 ઘેંટા-બકરાનાં ભેદી રોગથી મોત, માલધારીઓમાં ચિંતા ફરી વળી

Bhaskar News, Khambha | Oct 11, 2016, 03:40 AM IST

ખાંભા: ખાંભા પંથકમાં છેલ્લા એક માસથી ઘેંટા-બકરામાં અજીબ રોગ જોવા મળી રહ્યો છે. તંત્રની બેકાળજીના કારણે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 300થી વધુ ઘેંટા-બકરાના મોત થઇ ચુક્યા છે. આમ છતાં પશુ પાલન વિભાગના અધિકારીઓ ડોકાતા નથી. માત્ર ચાર દિવસમાં જ ઘેંટા-બકરા તરફડીને મોતને ભેટે છે. માલધારીઓ મૃત પશુઓનો ખુલ્લામાં નિકાલ કરતા હોય અન્ય પશુઓમાં પણ આવો રોગચાળો ફેલાવાની ભીતી છે ત્યારે તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઇએ.

ઘેંટા-બકરા ટપોટપ મરી રહ્યા હોવા છતાં તંત્ર ધ્યાન આપતુ નથી

ખાંભામાં છેલ્લા એક માસથી આ પ્રકારનો રોગચાળો માલધારીઓના ઘેંટા તથા બકરામાં પ્રસર્યો છે. છેલ્લા 22 દિવસથી તો દરરોજ મોટી સંખ્યામાં ઘેંટા-બકરા મોતને ભેંટી રહ્યા છે. અત્યાર સુધીમાં અહિં 300થી વધુ ઘેંટા-બકરા મોતને ભેટી ગયા છે. સૌ પ્રથમ તો આ બિમારીની ઝપેટમાં ચડેલા ઘેંટા-બકરા ખાવાનું બંધ કરી દે છે અને તેની પગની ખરીમાં રસી થવા માંડે છે. પશુ એક જ જગ્યાએ બેસી રહે છે અને બાદમાં મોતને ભેટે છે. માલધારીઓ સારવાર કરાવે છતાં આ રોગમાં સપડાયેલા ઘેંટા-બકરા સાજા થઇ શકતા નથી.

પશુ ડોકટર દ્વારા કેમ્પ કરાય એવી ઉઠતી માંગ

અહિંના માલધારીઓ કહે છે કે ઘેંટા-બકરાની સારવાર પાછળ હજારો રૂપીયાનો ખર્ચ કરીએ છતાં કોઇ પરિણામ મળતુ નથી. તગડો પગાર લેનારા સરકારી અધિકારીઓ આ દિશામાં જરા પણ ધ્યાન આપતા નથી. પશુપાલન નિયામક ટેલીફોન પર જ માલધારીઓને હું એક મહિના પહેલા ખાંભા આવ્યો હતો તેવો ઉડાઉ જવાબ આપી રહ્યા છે. યોગ્ય પશુ નિષ્ણાંત તબીબોનો અહિં કેમ્પ કરી પશુઓની સારવાર કરવી જરૂરી બની છે.
કયા માલધારીના કેટલા પશુનું મોત

નનુભાઇ માટીયા 15, ભીમાભાઇ માટીયા 25, ભગાભાઇ મેવાડા 25, બાલાભાઇ શીરોળીયા 35,  કાબાભાઇ મેવાડા 14, દેવાભાઇ માટીયા 10, રત્નાભાઇ માટીયા 9,  ભગાભાઇ માટીયા 7, લાખાભાઇ કળસડીયા 14, દેવાભાઇ રાતડીયા 22  

ઠુંગા નામનો રોગ હોવાનું તારણ

ગીરમાં કલાકમાં 5 ઇંચ પાણી વરસ્યું, બાબરીયા નદીમાં ઘોડાપૂર

Bhaskar News, Una | Oct 07, 2016, 00:23 AM IST

    ગીરમાં કલાકમાં 5 ઇંચ પાણી વરસ્યું, બાબરીયા નદીમાં ઘોડાપૂર,  amreli news in gujarati
ઊના:નાઘેરમાં ગુરૂવારે ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ગીર જંગલમાં એક કલાકમાં 5 ઇંચ પાણી વરસાવી દીધુ઼ હતું. જયારે બાબરીયા, ફરેડા, પીછવી, સીમાસીમાં  3 ઇંચ પાણી પડી ગયું હતું.
 
નાઘેર પંથક ગુરૂવારે આસો માસમાં અષાઢી માહોલે રંગાઇ ગયું હોય એમ ગુરૂવારે બપોર બાદ મેઘાએ જોરદાર એન્ટ્રી કરી માત્ર એક કલાકમાં ગીર જંગલમાં 5 ઇંચ પાણી વરસાવી દીધુ હતું. જયારે બાબરીયા, ફરેડા, પીછવી, સીમાસીમાં 3 ઇંચ પાણી વરસ્યું હતું. વ્યાપક વરસાદથી ખેતરોમાં પાકનું ધોવાણ થઇ જતાં ખેડુતો ચિંતામાં મુકાયા હતાં. બાબરીયા નદી તેમજ ફરેડાથી પસાર થતી રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા લોકો જોવા ઉમટી પડયા હતાં. સામે કાંઠે જવા ઇચ્છતા વાહન ચાલકો અને ગ્રામજનો અટવાયા હતાં.  આમ ચોથા દિવસે પણ ગીર જંગલમાં વરસાદ પડવાનો શરૂ રહેતા નાના એવા વોકળાથી લઈ મોટી નદીઓમાં પણ નવા નીરની આવક નોંધાઈ હતી અને સાંબેલાધાર વરસાદ પડ્યો હતો.

અમરેલી અને રાજુલામાં અડધો ઇંચ વરસાદ પડ્યો

અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘમહેર થઇ રહી છે. ત્યારે ગતરાત્રીના  પણ અમરેલીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો જયારે રાજુલામા આજે દિવસ દરમિયાન અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તો સાવરકુંડલામા ઝાપટુ વરસી ગયુ હતુ. જો કે અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા ન હતા.  જિલ્લામાં પાંચ દિવસથી અવિરત મેઘમહેર થઇ રહી છે. ગતરાત્રીના પણ અહી અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જો કે આજે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું  હતુ. તો રાજુલામા આજે દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા વરસી જતા અહી અડધો ઇંચ પાણી પડી ગયુ હતુ.

લાઠી પંથકમાં મધરાતે દોઢ ઇંચ વરસાદથી ગાગડીયો નદીમાં પુર

Bhaskar News, Lathi | Oct 06, 2016, 03:42 AM IST

    લાઠી પંથકમાં મધરાતે દોઢ ઇંચ વરસાદથી ગાગડીયો નદીમાં પુર,  amreli news in gujarati
લાઠી: લાઠી પંથકમાં મેઘરાજાની મહેર ઉતરી આવી છે. છેલ્લા ત્રણેક દિવસથી મેહુલીયો મહેરબાન થયો છે. ગઇરાત્રે પણ આ વિસ્તારમા મનમુકીને વરસાદ પડયો હતો અને સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને પગલે ફરી એકવાર ગાગડીયો નદીમા પુર આવ્યું હતુ.

લાઠી પંથકના ખેડૂતો ખુશખુશાલ છે. આ વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘમહેર થઇ રહી છે. લાઠી શહેર ઉપરાંત  ગ્રામ્ય વિસ્તારમાં  પણ દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેને પગલે આવનારા સમયમા મોલાતને ખુબ જ ફાયદો થશે. ગઇકાલે અને આજે આખો દિવસ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. અવારનવાર ઝાપટા પણ વરસતા રહ્યાં હતા. ખાસ કરીને રાત્રીના સમયે ધોધમાર વરસાદ તુટી પડયો હતો.

અમરેલી જિલ્લામા અન્ય વિસ્તારોની જેમ લાઠી પંથકમા પણ રાત્રે અનરાધાર વરસાદ તુટી પડતા ગાગડીયો નદીમા ભારે પુર આવ્યું હતુ. સવાર સુધીમા અહી 32મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દિવસ દરમિયાન અવારનવાર ઝાપટા પણ પડયા હતા. દોઢ ઇંચ વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ છે.

સાસણમાં વાઇલ્ડ લાઇફ સપ્તાહની ઉજવણી દરમિયાન મોમેન્ટો અપાયો

DivyaBhaskar News Network | Oct 04, 2016, 02:00 AM IST

    સાસણમાં વાઇલ્ડ લાઇફ સપ્તાહની ઉજવણી દરમિયાન મોમેન્ટો અપાયો,  amreli news in gujarati
વનમંત્રીનાં હસ્તે ચિત્ર સ્પર્ધાનાં વિજેતાનું સન્માન

હાલમાંસાસણ ખાતે વાઇલ્ડ લાઇફ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે અમરેલીના ચિત્ર સ્પર્ધક માનવ પરેશભાઇ મહેતાનું અહિં રાજ્યના વન મંત્રી ગણપતભાઇ વસાવા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. તાજેતરમાં અલગ અલગ જીલ્લામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જે નિમિતે વાઇલ્ડ લાઇફ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમરેલી જીલ્લાની સ્પર્ધામાં માનવ પરેશભાઇ મહેતાએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હાલમાં સાસણ ખાતે વાઇલ્ડ લાઇફ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે અને સાથે સાથે વાઇલ્ડ લાઇફ પર નેશનલ કોન્ફરન્સ પણ યોજાઇ રહી છે.

ત્યારે તકે કેબીનેટ કક્ષાના વનમંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે માનવ પરેશભાઇ મહેતાને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યો હતો. તકે પીસીસીએફ જમાલખાન પઠાણ, એપીસીસીએફ આર.એલ. મીના, સીસીએફ ડો. એ.પી. સીંગ, ડીએફઓ સંદિપકુમાર, રામરત્ન માલા, કૃપાસ્વામી ઉપરાંત આરએફઓ, કર્મચારીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

વિજેતાઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. તસ્વીર- મનોજ જોષી