Monday, October 31, 2016

લાઠી પંથકમાં મધરાતે દોઢ ઇંચ વરસાદથી ગાગડીયો નદીમાં પુર

Bhaskar News, Lathi | Oct 06, 2016, 03:42 AM IST

    લાઠી પંથકમાં મધરાતે દોઢ ઇંચ વરસાદથી ગાગડીયો નદીમાં પુર,  amreli news in gujarati
લાઠી: લાઠી પંથકમાં મેઘરાજાની મહેર ઉતરી આવી છે. છેલ્લા ત્રણેક દિવસથી મેહુલીયો મહેરબાન થયો છે. ગઇરાત્રે પણ આ વિસ્તારમા મનમુકીને વરસાદ પડયો હતો અને સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને પગલે ફરી એકવાર ગાગડીયો નદીમા પુર આવ્યું હતુ.

લાઠી પંથકના ખેડૂતો ખુશખુશાલ છે. આ વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘમહેર થઇ રહી છે. લાઠી શહેર ઉપરાંત  ગ્રામ્ય વિસ્તારમાં  પણ દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેને પગલે આવનારા સમયમા મોલાતને ખુબ જ ફાયદો થશે. ગઇકાલે અને આજે આખો દિવસ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. અવારનવાર ઝાપટા પણ વરસતા રહ્યાં હતા. ખાસ કરીને રાત્રીના સમયે ધોધમાર વરસાદ તુટી પડયો હતો.

અમરેલી જિલ્લામા અન્ય વિસ્તારોની જેમ લાઠી પંથકમા પણ રાત્રે અનરાધાર વરસાદ તુટી પડતા ગાગડીયો નદીમા ભારે પુર આવ્યું હતુ. સવાર સુધીમા અહી 32મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દિવસ દરમિયાન અવારનવાર ઝાપટા પણ પડયા હતા. દોઢ ઇંચ વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ છે.

No comments: