Monday, October 31, 2016

કુંડલા: પાંચ સાવજો કર્યુ પાંચ પશુઓનું મારણ, લોકો જોવા એકઠા થઇ ગયા

કુંડલા: પાંચ સાવજો કર્યુ પાંચ પશુઓનું મારણ, લોકો જોવા એકઠા થઇ ગયા,  amreli news in gujarati Bhaskar News, Savarkundla | Oct 20, 2016, 00:33 AM IST

  • લોકો એકઠા થઇ સિંહોને ખલેલ પહોંચાડી: તંત્ર ડોકાયું નહિં
સાવરકુંડલા:સાવરકુંડલાથી ત્રણેક કિમી દુર આવેલ શેણીના ડેમ પાસે જુના વિજયાનગરના કેડે ગત સમી સાંજે પાંચેક સાવજો શિકારની શોધમા આવી ચડયા હતા. અહી સાવજોએ પાંચ પશુઓનો શિકાર કર્યો હતો. સાવજોએ મારણ કર્યુ હોવાની જાણ થતાની સાથે જ અહી લોકોના ટોળા સિંહ દર્શન માટે એકઠા થઇ ગયા હતા જેને પગલે સાવજોને ખલેલ પહોંચી હતી.
 
શિકારની શોધમા પાંચ સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ અને અહી પાંચ પશુઓનુ મારણ કર્યુ
 
જો કે અહી મોડી રાત સુધી વનતંત્ર ડોકાયુ ન હતુ બાદમાં મોડે મોડે અહી વનવિભાગનો સ્ટાફ આવ્યો હતો.ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. સાવરકુંડલા પંથકમા પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે ત્યારે ગત સમી સાંજે અહીના જુના વિજયાનગરના કેડે શિકારની શોધમા પાંચ સાવજોનુ ટોળુ આવી ચડયુ હતુ અને અહી પાંચ પશુઓનુ મારણ કર્યુ હતુ. અહી સાવજો શિકારની મિજબાની માણે તે પહેલા જ બાઇકો લઇ લોકોના ટોળા અહી સિંહ દર્શન માટે આવી પહોંચ્યા હતા.  
 
એક વાછરડાને સિંહે ગળેથી પકડી શિકાર કરે તે પહેલા લોકોના ટોળાના હાકલા પડકારા 
 
લોકોએ લાઇટો કરી સિંહોને મારણ પરથી દુર ધકેલી દીધા હતા. એક વાછરડાને સિંહે ગળેથી પકડી શિકાર કરે તે પહેલા લોકોના ટોળાએ હાકલા પડકારા કરી સિંહને ભગાડયો હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. અહી સાવજોને હેરાન પરેશાન કરવામા આવતા હોવાની વનવિભાગને જાણ કરવામા આવી હતી. જો કે મોડી રાત્રે અહી વનવિભાગનો સ્ટાફ ડોકાયો હતો.

No comments: