(તસવીર પ્રતિકાત્મક)
અમરેલી:
ચલાલાનો એક દલીત યુવાન પોતાનું મોટર સાયકલ લઇ અમરેલીમાં સરકારી ભરતીની
પરિક્ષા આપવા આવી રહ્યો હતો ત્યારે ચલાલા નજીક નિલગાય આડી ઉતરતા મોટર સાયકલ
પલટી ખાઇ ગયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું
જ્યારે અન્ય એક યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. અમરેલી
પંથકમાં જીવલેણ અકસ્માતોની ઘટના જાણે રોજીંદી બની ગઇ છે.
દરગાહ પાસે પહોંચ્યુ ત્યારે નિલગાય આડી ઉતરતા તે પલટી ખાઇ ગયું હતું
આવી
વધુ એક ઘટના અમરેલી ચલાલા રોડ પર ચલાલા નજીક બખડશાપીર આગળ પુલ નજીક બની
હતી.પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચલાલામાં ગાયત્રી મંદીર પાસે
રહેતા પંકજ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.20) નામનો દલીત યુવાન ગઇ 16મી તારીખે
પોતાનું જી. જે. 14 એ. ડી. 2469નંબરનું મોટર સાયકલ લઇ અમરેલીમાં સચિવાલયની
ભરતીની પરિક્ષા આપવા નિકળ્યો હતો. તેણે બાઇક પાછળ ચલાલાના જ સુનીલ ભીખુભાઇ
નામના યુવાનને બેસાડ્યો હતો. તેનું બાઇક જયારે બખડશાપીરની દરગાહ પાસે
પહોંચ્યુ ત્યારે નિલગાય આડી ઉતરતા તે પલટી ખાઇ ગયું હતું.
પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી
આ
અકસ્માતમાં પંકજને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું
હતું. જ્યારે સુનીલ ભીખુભાઇને પણ ગંભીર ઇજા પહોંચી હોય તેને સારવાર માટે
દવાખાને ખસેડવામાં આવેલ છે. બનાવ અંગે મૃતક પંકજના પિતા રામજીભાઇ રાઠોડે
ચલાલા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. હેડ
કોન્સ્ટેબલ પી. એચ. વાડદોરીયા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે. યુવાનના મોત
અંગે પોલીસે તેમનાં પરિવારજનોને જાણ કરતા શોકની લાગણી પ્રસરી હતી. સરકારી
નોકરી માટે ભરતી થવાની પરીક્ષા આપવા જતી સમયે અકસ્માત થતા યુવાનનાં મોતથી
શોકનું મોજું પ્રસરી ગયું હતું.
No comments:
Post a Comment