ઊના:નાઘેરમાં
ગુરૂવારે ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ગીર જંગલમાં એક
કલાકમાં 5 ઇંચ પાણી વરસાવી દીધુ઼ હતું. જયારે બાબરીયા, ફરેડા, પીછવી,
સીમાસીમાં 3 ઇંચ પાણી પડી ગયું હતું.
નાઘેર પંથક ગુરૂવારે આસો માસમાં અષાઢી માહોલે રંગાઇ ગયું હોય
એમ ગુરૂવારે બપોર બાદ મેઘાએ જોરદાર એન્ટ્રી કરી માત્ર એક કલાકમાં ગીર
જંગલમાં 5 ઇંચ પાણી વરસાવી દીધુ હતું. જયારે બાબરીયા, ફરેડા, પીછવી,
સીમાસીમાં 3 ઇંચ પાણી વરસ્યું હતું. વ્યાપક વરસાદથી ખેતરોમાં પાકનું ધોવાણ
થઇ જતાં ખેડુતો ચિંતામાં મુકાયા હતાં. બાબરીયા નદી તેમજ ફરેડાથી પસાર થતી
રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા લોકો જોવા ઉમટી પડયા હતાં. સામે કાંઠે જવા
ઇચ્છતા વાહન ચાલકો અને ગ્રામજનો અટવાયા હતાં. આમ ચોથા દિવસે પણ ગીર
જંગલમાં વરસાદ પડવાનો શરૂ રહેતા નાના એવા વોકળાથી લઈ મોટી નદીઓમાં પણ નવા
નીરની આવક નોંધાઈ હતી અને સાંબેલાધાર વરસાદ પડ્યો હતો.
અમરેલી અને રાજુલામાં અડધો ઇંચ વરસાદ પડ્યો
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘમહેર થઇ રહી છે. ત્યારે ગતરાત્રીના પણ અમરેલીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો જયારે રાજુલામા આજે દિવસ દરમિયાન અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તો સાવરકુંડલામા ઝાપટુ વરસી ગયુ હતુ. જો કે અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા ન હતા. જિલ્લામાં પાંચ દિવસથી અવિરત મેઘમહેર થઇ રહી છે. ગતરાત્રીના પણ અહી અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જો કે આજે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ. તો રાજુલામા આજે દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા વરસી જતા અહી અડધો ઇંચ પાણી પડી ગયુ હતુ.
No comments:
Post a Comment