Monday, October 31, 2016

ગિરનારની લીલી પરિક્રમાનાં 10 લાખ યાત્રાળુ માટે 10 લાખ આપો

DivyaBhaskar News Network | Oct 20, 2016, 04:00 AM IST
કારતકમાસની અગિયારસ નિમીતે જૂનાગઢનાં ગિરનાર ફરતે લાખો શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરે ત્યારે કાયમી ધોરણે કલેકટરને દરેક વર્ષે રૂ. 10 લાખનું અનુદાન આપવામાં આવે તેવી માંગ ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટરે બોર્ડનાં ચેરમેનને કરી છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ નારસિંહભાઇ પઢીયારે યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન મહેન્દ્રભાઇ ત્રિવેદીને રજૂઆત કરી હતી કે, ગિરનાર ફરતે લીલી પરિક્રમામાં દર વર્ષે 10 લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે કાયમી ધોરણે જૂનાગઢ કલેકટરને દરેક વર્ષે રૂ. 10 લાખનું અનુદાન આપવામાં આવે. જેથી તેમની જરૂરીયાત મુજબ વન વિભાગ કે અન્ય વિભાગો ફંડ મેળવી શકે. ગિરનાર ફરતેની 36 કિમી જેટલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ દિવસો સુધી રોકાણ કરે છે. ત્યારે બોર્ડ દ્વારા સહાય મળે તો મદદરૂપ થઇશું.

પરિક્રમાનાં રસ્તા માટે વન વિભાગ પાસે ફંડ નથી

પરિક્રમામાટે રસ્તા રીપેર કરવા, વિકટ માર્ગોની સફાઇ કરાવવી, સીડીઓ બનાવવી, તૂટેલા રસ્તા-સીડી રીપેર કરવી વગેરે કાર્યો વન વિભાગ દ્વારા કરવામાં આવે છે પરંતુ તેની પાસે ફંડ હોતું નથી.

No comments: