અમરેલી:ગીરના
સિંહો જંગલ મુકીને શિકારની શોધમાં ગામડાઓમાં આવી જતાં હોવાનું સાંભળ્યું
છે પણ સાવરકુંડલાના પીઠવડી ગામમાં એક નહીં પણ ત્રણ-ત્રણ સિંહો ઘુસતા આખું
ગામ ધાબા પર ચડી ગયું હતું અને આખા ગામને સિંહોએ બાનમાં લીધું હતું. સિંહોએ
એક ગાયને ઈજાગ્રસ્ત કરી જ્યારે બે રાહદારીને લોહીલુહાણ કરી નાખ્યાં હતાં.
સિંહો હંમેશા ગીરના ગાઢ જંગલોમાં જ હોય છે એવું નથી ગીર જંગલને અડીને આવેલા રેવેન્યુના વિસ્તારોમાં સિંહો શિકારની શોધમાં આવી જાય છે. ત્યારે બુધવારે સાવરકુંડલાના પીઠવડી ગામમાં રાત્રે નવેક વાગ્યાની આસપાસ ત્રણ સિંહોએ મહેમાન ગતિ માણી હતી. ત્રણ સિંહો ગામમાં ઘૂસી આવતાં લોકો ધાબા પર ચઢી ગયા હતાં. સિંહો ગામમાં ઘુસી આવતાં લોકોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. સિંહે ત્રણ લોકોને ઈજા પહોંચાડી હતી જ્યારે પાદરમાં આવીને એક ગાયને ઈજાગ્રસ્ત કરી હતી. સિંહો ગામમાં ઘુસ્યાની વાત વનવિભાગ અને પોલીસને કરતાં અધિકારીઓ દોડી આવ્યા હતાં. ત્રણ કલાક સુધી સિંહો ગામની અંદર આટાં-ફેરા કરી રહ્યા હતાં. સિંહો ગામમાં ઘૂસતાં લોકોના જીવ તાળવે ચોટી ગયા હતાં.
સિંહનું ટોળું આવતાં ગામના લોકો જોવા માટે ધાબા પર બેસી ગયા
પીઠવડી ગામમાં રાતે ત્રણ સિંહો ઘૂસી આવતાં લોકો ઘાબા પર ચઢી ગયા હતાં. સિંહોએ ગામના સ્થાનિક ત્રણ રહીશો પર હુમલો કરતાં લોહીલુહાણ થઈ ગયા હતા જેમના સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. સિંહોને બહાર જવા માટે ગામમાં ખુબ જ આંટા ફેરા કર્યા જોકે બહાર જવાનો રસ્તો મળતો નહતો. વનવિભાગ અને પોલીસની ભારે જહેમત બાદ ત્રણેય સિંહો ગામની બહાર નીકળીને જંગલ તરફ દોટ મુકતા ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો હતો. સિંહના ટોળાંને જોવા માટે લોકો પતરા અને ધાબા પર બેસી ગયા હતાં.
No comments:
Post a Comment