વિસાવદર:વિસાવદરનાં
ભુતડી (રામગઢ) ગામને છેલ્લા બે દિવસથી સિંહે બાનમાં લીધેલ હોય એમ ગત
તા.27નાં ચોકમાં આવી મધરાતે બે વાગ્યાની આસપાસ ગાયનું મારણ કર્યુ હતું.
બાદમાં બીજા દિવસે રાત્રીનાં 10 વાગ્યાની આસપાસ ઘુસી આવી દલિતવાસમાં ગાયનું
મારણ કરી ત્યાંથી શેરીઓમાં આંટા મારતો ગામ વચ્ચોવચ્ચ રહેતા મધુભાઇ
નાગજીભાઇ વસાણીનાં મકાનની 9 ફુટ ઉંચી દિવાલ કુદીને અંદર પ્રવેશી ગાય અને
વાછરડીનાં શિકાર શિકાર કર્યા હતાં.
બે દિવસથી ગામમાં સિંહ આવતા હોવાથી લોકોમાં ગભરાટ
મારણની મિજબાની માણી રહેલા સાવજની બાજુમાં જ બે બળદ, ભેંસ, બે પાડરડી બાંધેલા હોય થર-થર ધ્રુજી રહયાં હતાં. ત્યારે મધુભાઇનાં કાકા ભીખુભાઇ અરજણભાઇ વસાણી (ઉ.વ.65)એ હિંમતપુર્વક ત્યાં જઇ સાંકળોથી બાંધેલી ભેંસ, બળદોને છોડાવી લીધેલ. પરંતુ એક બળદ જયાં બાંધેલ હતો તે જગ્યાએ સિંહની પુંછડી પડેલી હોય તે ઉંચી કરીને બળદને મોતનાં મુખમાંથી બચાવી લીધો હતો. ઘરમાં સિંહ ઘુસી આવતાં તેને જોવા લોકોનાં ટોળા ઉમટયાં હતાં. સતત બે દિવસથી ધામા અને પશુઓનાં મારણની ઘટનાઓથી લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ પ્રસર્યો છે.
No comments:
Post a Comment