તાલાલા:
તાલાલા અનીડા ગામે ગુરૂવારે મગફળી કાઢવા કામ અર્થે આવેલ વૃદ્ધા મજુર બપોરે
જમી આંબા હેઠળ આરામ કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં આવેલ શિયાળે વૃદ્ધા ઉપર
હુમલો કરી શરીર અને મોઢાનાં ભાગે બચકા ભરી લેતા ઇજા પામેલ વૃદ્ધાને સારવાર
માટે ખસેડવામાં આવેલ.તાલાલા તાલુકાનાં અનીડા ગામનાં ખેડુત વરજાંગભાઇ
અરજણભાઇ ઝાલાનાં ખેતરમાં ગુરૂવારે મગફળી મજુરો આરામ કરતાહતા.
શિયાળ ભાગી શેરડીનાં વાડમાં ચાલ્યુ ગયેલ
વૃદ્ધ
મહિલા મજુર જીણીબેન (ઉ.વ.55) આંબા હેઠળ આરામ કરતા હતા ત્યારે નજીક
શેરડીનાં વાડમાંથી એક શિયાળ ખેતરમાં આવે લઅને વૃદ્ધા જીણીબેન ઉપર શિયાળએ
હુમલો કરી વૃદ્ધાનાં શરીર અને મોઢાનાં ભાગે બચકા ભરી તીક્ષણ દાંત બેસાડી
દેતા વૃ્દધા લોહી લુહાણ થઇ ગયા હતા. વૃદ્ધાની ચીસ સાંભળી અન્ય મજુરો આવતા
શિયાળ ભાગી શેરડીનાં વાડમાં ચાલ્યુ ગયેલ.
શિયાળે હુમલો કરતા ખેત મજુરોમાં વન્ય પ્રાણીનો ભય વધવા લાગ્યો છે
વૃદ્ધાને
તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ જયાં ફરજ ઉપરનાં તબીબ
ડો.આશીષ માકડીયાએ સારવાર આપી હતી. બનાવની જાણ થતાં તાલાલા રેન્જનાં
વનકર્મી ડેરભાઇ અનીડા તપાસ માટે પહોંચેલ. સિંહ-દિપડા દ્વારા માનવી ઉપર
હુમલા થતા રહેતા હોય આજે શિયાળે હુમલો કરતા ખેત મજુરોમાં વન્ય પ્રાણીનો ભય
વધવા લાગ્યો છે. અત્રે નોંધનીય એ છે કે, સિંહ-દિપડા બાદ શિયાળનાં પણ
હુમલાનો બનાવ સામે આવતા લોકોમાં ભય ફેલાયો છે.
No comments:
Post a Comment